SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ સ્પર્શ કર્યો. તેણે કહ્યું, “માતાજી!મને દીક્ષાની અનુમતિ આપો.” ...૨૦૮. લોહમતી આવું સાંભળી (સ્નેહવશ) આક્રંદ કરવા લાગી. તેણે રોહિણેયકુમારને સમજાવતાં કહ્યું, “હે પુત્ર ! તું હજી વયમાં નાનો છે. આ ઉંમર દીક્ષા લેવાની ન હોય. હે વત્સ! ચોર (નીચ) કુળમાં વળી દીક્ષા કેવી ? ...૨૦૯. હે પુત્ર! સંયમ એ તો વિકટ પંથ છે. મીણના દાંત વડે લોઢાના ચણા કહે કેમ ચવાય? (તલવારની ધાર સમાન) વિષમ માર્ગપરતું (ઉઘાડાપગે) શી રીતે ચાલી શકીશ? ...૨૮૦. વત્સ ! તારા જવાથી મારું શું થશે? તારા સિવાય મારો આધાર કોણ? હું કુટુંબ (પુત્ર) વિના શી રીતે જીવીશ? હે વત્સ!મને દુઃખી કરીને તું શા માટે ઉગ્ર વ્રતો ધારણ કરે છે.” ...૨૮૧. રોહિણેયકુમારે સાંત્વના આપતાં માતાને કહ્યું, “હે માતાજી ! સાંભળો. કુટુંબ સર્વ કારમું છે. આ સંસાર મુસાફરના મેળા જેવો છે. સહુ પથિકો સમય આવતાં દશે દિશાઓમાં જુદાં જુદાં સ્થાને ચાલ્યાં જશે. ...૨૮૨. હે માતાજી ! યૌવન એ તો નદીના પૂર સમાન (અચાનક ચાલ્યું જશે.) ક્ષણિક છે. લક્ષ્મીસંપત્તિ વીજળીના ઝબકારા જેવી ચંચળ છે. આયુષ્ય એતો અંજલિ જળ સમાન ક્ષણભંગુર છે. ..૨૮૩. સંસાનું સુખ સંધ્યાના રંગ સમાન નાશવંત છે. જેમ પીળું પડી ગયેલું વૃક્ષનું પાન પવનના ઝપાટાથી ક્ષણવારમાં ખરી જાય છે, તેમ દેહની કાંતિ ઘડપણ આવવાથી વિલીન થાય છે. ..૨૮૪. ચારિત્ર એ પ્રવહણ (વહાણ) સમાન સંસાર સાગરમાંથી તારનાર છે. ચારિત્ર જીવાત્માને મુક્તિનું શાશ્વત સુખ પ્રદાન કરાવે છે તેમજ સ્વર્ગલોકનાં સુખો પણ નિશ્ચયથી અર્પે છે. ..૨૮૫. હે માતાજી ! આપણું કુળ અસાર-હલકું છે. આપણું કાર્ય ચોરી કરવાનું છે તેવો વ્યવસાય કરવાથી નિશ્ચયથી દુર્ગતિ પ્રાપ્ત થાય છે. ...૨૮૬ વિવેચન પ્રસ્તુત ત્રિપદી ઢાળમાં મુમુક્ષુ રોહિણેયકુમારની સંયમ અવસ્થા પૂર્વેની વિદાય અવસ્થાનું કવિ માર્મિક રીતે વર્ણન કરે છે. અહીં માતા અને પુત્રનો સંવાદ અત્યંત રોચક છે. સુજ્ઞ રોહિણેયકુમારના જીવનમાં સરળતા અને સત્યતાએ સ્થાન મેળવ્યું. તે જિનદેવ, જિનવચન અને જિનધર્મથી અત્યંત ભાવિત થયો. પૂર્વોપાર્જિત કર્મો પર પુરષાર્થથી વિજય મેળવવા આત્મવીર્યપ્રબળ થતાં ચારિત્ર ધર્મ અંગીકાર કરવા તૈયાર થયો. ચારિત્ર ધર્મ અંગીકાર કરવા પૂર્વે આંચકીને લાવેલું અદત્ત ધન તેના માલિકને સોંપી વેરના વળામણા કરી કર્મોથી હળવા થવાની તેને તીવ્ર ઈચ્છા જાગી. જેમ માછીમાર માછલાં પકડવા અણીદાર કાંટાને માંસના ટુકડાથી ઢાંકી પાણીમાં નાખે છે ત્યારે માંસના સ્વાદથી લોલુપાઈ માછલાં વગર વિચાર્યું જ્યાં ખાવા જાય છે ત્યાં જ પેલો કાંટો તાળવાને વિધી પ્રાણ હરી લે છે, એ જ રીતે અનીતિથી મેળવેલું ધન મીઠું લાગે છે પરંતુ તેની મજા માણવા જતાં બંધાયેલા ચીકણા કર્મો આત્માને શૂરપણે હણી નાખે છે. મહાશક્તિશાળી આત્મા નિ:સત્ત્વવાળી બને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy