________________
૨૩૮
લોહમતી ઝૂહ રે, સૂત તુ નાહાનડો; તસકર કુલી, સંયમ કશ્યો એ વિષમ પંથ એ સાધરે, કોહો કિમ ચાલશો; મીણ દાત લોહમઇ ચ્યણા એ જાતા કુણ આધાર રે, કુટંબ તે કયમ જીવઇ; દૂખી કરી વ્રત શું ઘરઇ એ કહા રોહણ સૂણિ માય રે, કુટંબ તે કારયમું; પંથી પરિ દોહો દશ જસઇ એ જોવન નદિનું પુર રે, રીધિ યમ વીજલી; અંજલી જલ ત્યમ આઉખુ એ સૂખ સંજયાનો.રંગ રે, દેહે કાંત્ય જ અસી; જયમ તરૂઅરનું પાનડું એ ચારીત્ર પ્રવહણ સમાન્ય રે, સુખ દઇ મુગત્યના; સૂરના સુખ નીસઇ સહી એ કુલ આપણ્ અસાર રે, કરમ ચોરી તણૂં;
જેણઇ વણજઇ દુરગતિ ખરી એ અર્થ: માતા રોહિણીદેવી ઉત્તમ છે. હેરોહિણેયકુમાર તુંરત્નકુક્ષી માતાને પ્રાપ્ત કરી ધન્ય બની ગયો. આ પ્રમાણે રાજગૃહી નગરીના સ્ત્રી પુરુષો મુક્ત કંઠે તેના ગુણગાન ગાવા લાગ્યા. .૨૦૧.
ચોરોના બાદશાહ રોહિણેયકુમાર સંયમ ધર્મ અંગીકાર કરવા તૈયાર થયા છે તેવું જાણી લોકોને ખૂબ અચરજ થઈ.
.૨૦૨. જેના ભયથી દિવસે પણ નગરના દ્વારો બંધ કરી દેવામાં આવતા હતા, જેના ત્રાસથી રાજા પણ ભયભીત હતા તેમજ પ્રજાજનો પણ જેના નામથી કંપતા હતા.
...૨૦૩. તે રોહિણેયકુમારે સર્વસ્વનો ત્યાગ કરી વૈરાગ્ય આયો. તેણે પોતાનો ઘરબાર અને પરિવાર છોડ્યો. તેણે ચોરેલું સર્વધન મહારાજા શ્રેણિકને પાછું સોપ્યું.
.૨૦૪. મહારાજાએ નામાંકિત થયેલું ધન તે તે વ્યક્તિઓને પાછું સોપ્યું. ગ્રામજનો પોતાનું ચોરાયેલું ધન પાછું મળતાં રોહિણેયકુમારની ભારે પ્રશંસા કરવા લાગ્યા.
...૨૦૫. રોહિણેયકુમારે પોતે કરેલા અકૃત્યની રાજા સમક્ષ ક્ષમાપના યાચતાં કહ્યું, “રાજન! અક્ષમ્ય અપરાધોને (મોટું દિલ રાખી) માફ કરજો.”
.૨૦૬. ત્યાર પછી રોહિણેયકુમારે મહામંત્રી અભયકુમારને તથા પોતાના સાથીદારોને ખમાવ્યા. તેણે નગરજનોને પ્રણામ કરી ક્ષમા માંગતાં કહ્યું, “હે પુરજનો! મારા અક્ષમ્ય અપરાધોને (મોટું દિલ રાખી) માફ કરજો.”
...૨૦૦. ત્યાર પછી રોહિણેયકુમારસ્વજનો અને કુટુંબીજનો પાસે ગયો. તેણે માતા પાસે જઈ ચરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org