________________
૨૩૪
નથી પરંતુ તે ઉત્તમ દ્રવ્યોની ઉપાસના કરવાથી ઈષ્ટફળની પ્રાપ્તિ જરૂર થાય છે, તેમ વીતરાગ પરમાત્મા રાગદ્વેષના વિજેતા હોવાથી કોઈ જીવાત્મા પર પ્રસન્ન થતા નથી પણ તેમની ભક્તિ-આજ્ઞા પાલનથી અવશ્ય ઈષ્ટ ફળ (મોક્ષ) મળે છે.
ભગવાન મહાવીરે રોહિણેયકુમારને યતિધર્મને યોગ્ય કહી પાત્રતા પર મહોર મારી, તેના હરખનો કોઈ પાર ન હતો. પળનો પણ વિલંબ કર્યા વિના રોહિણેયકુમાર દોડયો. શ્વાસ રોકી તે દોડતો. દોડતો મગધાધિપતિ પાસે પહોંચ્યો.
ધવલ વસ્ત્રો પરિધાન કરી મહારાજા શ્રેણિક રાજસભામાં બેઠાં હતાં. વાતાવરણ શાંત અને પવિત્ર હતું. રાજસભા ગીચોગીચ ભરેલી હતી. પ્રજાપ્રિય મગધ નરેશ આગંતુક યુવકને જોતા રહ્યા. રોહિણેયકુમાર લજ્જા અને વિનયથી નતમસ્તક બની ઊભો હતો. તેના મુખ પર ગ્લાનિ હતી. રાજાના મુખ સમક્ષ જોવાની તેનામાં હિંમત ન હતી. આગંતુક યુવકની આવી ઉદ્વિગ્નતા જોઈ રાજાને સહાનુભૂતિ પ્રગટી.
તેમણે પ્રેમાળ સ્વરે પૂછયું, “વત્સ! તું કોણ છે? આટલો ઉદ્વિગ્ન કેમ દેખાય છે? તું ક્યાંથી આવ્યો છે?” આટલું સાંભળતાં જ રોહિણેયકુમાર મહારાજાના ચરણોમાં ઢળી પડયો. તેની આંખમાંથી ચોધાર અશ્રુઓ વહેવા માંડયા. મહારાજાએ તેને માંડ માંડ શાંત કર્યો. આગંતુકને દિલાસો આપતાં રાજાએ માંડીને બધી વાત કરવાનું કહ્યું.
રોહિણેયકુમારે વિવેક સાચવતાં મહારાજાને પ્રણામ કરી વિનમ્ર સ્વરે ખુલાસો કરતાં કહ્યું, “હે, પ્રજાપાલક! આપથી શું છુપાવવાનું હોય? હું લોહખુર ચોરનો પુત્ર રોહિણેય છું.”
રોહિણેયકુમારનું નામ સાંભળી મહારાજા શ્રેણિકની આંખો વિકસ્વર બની. તેમના ચહેરા પર ગંભીરતા અને કઠોરતા ઉપસી આવી. મહારાજાની નજર સમક્ષ તેનો ભયંકર ભૂતકાળ ચલચિત્રની જેમ સ્પષ્ટ થયો. વિસ્મૃતિની ખીણમાં દટાયેલી વિકૃત્તિઓ ધીરે ધીરે કદરૂપી આકૃતિ બની ઊભી થઈ.
“મગધની પ્રજાને રંજાડનાર, મગધના અધિકારીઓને એક આંગળીએ નચાવનાર, નિત્યા ચોરી કરી લખલૂટ ખજાનો ખાલી કરનાર, વિવિધ વેશ પરિવર્તન કરી રાજસેવકોની આંખમાં ધૂળ ઝોંકનાર, આ શું ખરેખર તે જ રોહિણેય છે કે પછી હું સ્વપ્ન જોઉં છું? શું આ સત્ય હકીકત છે કે ચોરની આ કોઈ નવી માયાજાળ છે?'
મહારાજા શ્રેણિક દુષ્ટ ચોરને પકડી જેલમાં નાખવાની આજ્ઞા કરે તે પૂર્વે જ રોહિણેયકુમારે પગે પડી પોતાની ભૂલની કબૂલાત કરતાં કહ્યું, “ક્ષમા કરો મહારાજ ! ક્ષમા કરો.” રોહિણેયકુમાર રાજાના ચરણોમાં ઢળી પડયો. તેની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતો હતો. તેણે અત્યંત ગદ્ગદિત સ્વરે કહ્યું, “મહારાજ! હું પોતે જ રાજગૃહી નગરીમાં ત્રાસ ગુજારનાર રોહિણેય ચોર છું. મેં વેરની આગ ભભૂકતાં ઘણાં હીન કૃત્યો કર્યા છે. મેં આપના પ્રત્યેના ભારોભાર દ્વેષથી આ નગરમાંથી અપાર ધનરાશિ ચોરીને અનેક લોકોને રંજાડયા છે. મેં અનેક લોકોને સંતાપ આપ્યો છે. મેં ઘણા નીચ કૃત્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org