________________
૨૩૩
આદેશ-મત પ્રમાણે ગર્ભથી આઠમા વર્ષવાળાને દીક્ષા આપી શકાય. વજસ્વામી છ માસના થયા ત્યારે સર્વસાવધવિરતિ પદ સ્વીકારેલ તે અપવાદ છે. આઠવર્ષથી નીચેનાને દીક્ષાનો નિષેધ કરતાં દર્શાવેલ છે? ૧) આઠ વર્ષથી નીચેની વય શ્રમણધર્મ માટે અવિકસિત છે. ૨) બાલ દીક્ષામાં સંયમ વિરાધના થવાના દોષો છે. ૩) બાળક હોવાથી છ જવનિકાયનો વધ થઈ શકે છે. ૪) શ્રમણો પ્રત્યે અરુચિ થાય અને જનનિંદા કરે. ૫) બાળકની પરિચર્યાપાછળ રહેતાં મુનિઓના સ્વાધ્યાયમાં અંતરાય પડે છે.
કવિ કષભદાસ સમકિત સાર' રાસની કડી-૧૬૦માં કહે છે?
“ચારિત્ર રત્ન જગમાં વડું, લહીઈપૂનિ સંયોગિ;
શ્રી જિન કહઈનર સાંભલુ, કુણ સંયમ નિયોગિ.”...૧૬૦
આ વિશ્વમાં ચારિત્રરૂપી રત્ન શ્રેષ્ઠ છે. તે પુણ્યના ઉદયથી મળે છે. હે માનવો! આવા દુર્લભ સંયમને કયા જીવો ગ્રહણ કરી શકે છે? દીક્ષાને યોગ્ય વ્યક્તિઃ
૧) આર્ય ક્ષેત્રોત્પન્ન, ૨) જાતિ-કુળ સંપન્ન, ૩) લઘુકર્મી, ૪) વિમલ બુદ્ધિ, ૫) મનુષ્ય ભવની દુર્લભતા, જન્મ-મરણનાં દુઃખ, લક્ષ્મીની ચંચળતા, વિષયોનાં દુઃખ, ઈષ્ટનો વિયોગ, આયુષ્ય ની ક્ષણભંગુરતા, સંસારની અસારતા આદિ ભાવોને જાણનારો, ૬) સંસારથી વૈરાગ્ય પ્રગટેલ હોય, 6) અલ્ય કષાયી, ૮) કુતૂહલવૃત્તિથી રહિત, ૯) સુકૃતજ્ઞ, ૧૦) વિનીત, ૧૧) રાજાનો અવિરોધી, ૧૨) સુડોલ શરીર, ૧૩) શ્રદ્ધાવાન, ૧૪) સ્થિર ચિત્તવાળો, ૧૫) સમર્પણ ભાવ. વિરતિધર કોણ બની શકે?
કર્મની સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરોપમની બને ત્યારે જે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, એ સ્થિતિમાંથી વળી બે થી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે શ્રાવકપણું (દેશવિરતિ) મળે. એમાંથી, વળી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિનો હ્રાસ થાય ત્યારે મહાવ્રત (સર્વવિરતિ) રૂપ ચારિત્ર પ્રાપ્ત થાય છે. એમાંથી પણ બીજા સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ઉપશમ શ્રેણી આવે. તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઓછા થાય ત્યારે ક્ષપક શ્રેણી મંડાય. * આ બધી સ્થિતિ હ્રાસ થવા માટે આત્મામાં કષાય વિશેષ પ્રકારે મંદ થવા સાથે અધ્યવસાયો (ભાવ)ની ઉત્તરોત્તર વિશુદ્ધિ થવી આવશ્યક છે. જેમ રત્નકરંડીયો કે મહામંત્રાદિ મળ્યા પછી તેનું રક્ષણ ભારે ચીવટથી કરાય છે, તેમ અનંતકાળે પ્રાપ્ત થયેલ આ અપૂર્વ રત્નકરંડક તુલ્ય માનવદેહ મળ્યા પછી કષાયોને નામશેષ કરવા ભારે પુરુષાર્થ કરવો પડે છે. - પરમાત્માની અમોધ દેશનાથી મહામોહ નાશ પામે છે. આ ઉપકાર, આ હિતકારિતા શું ઓછી છે? જેવી રીતે ચિંતામણિ રત્ન, મંત્ર કે અગ્નિની ઉપાસના કરવાથી તે તુષ્ટમાન કે પ્રસન્ન થતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org