________________
૨૩૨
૩) નપુંસક : જન્મ નપુંસક ૪) જડ
: શરીરથી અશક્ત, મૂક ૫) કલીબ : સ્ત્રીના શબ્દ, રૂપ, નિમંત્રણ આદિ નિમિત્તથી ઉદિત મોહ-વેદને
નિષ્ફળ કરવામાં અસમર્થ. ૬) રોગી : રોગ અથવા વ્યાધિયુક્ત ૦) ચોર
: ચોરી કરનારો ૮) રાજ્યનો અપરાધી : રાજ્ય વિરુદ્ધ કાર્ય કરવાથી અપરાધી ઘોષિત થયેલો ૯) ઉન્મત્ત : પાગલ ૧૦) ચક્ષુહીન : જન્માંધ અથવા જેની નેત્ર જ્યોતિ ચાલી ગઈ હોય ૧૧) દાસી
? સેવક, કોઈનો ખરીદાયેલો ૧૨) દુષ્ટ
: અતિ ક્રોધી અથવા વિષયાસકતા ૧૩) મૂર્ખ
: ભ્રમિત બુદ્ધિવાળો ૧૪) કર્કદાર : દેવાદાર ૧૫) જુગિત (હીન) : જાતિ, કર્મ અને શરીરથી હીન. ૧૬) બદ્ધ
: કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર શીખવાડવા માટે કોઈ સાથે પ્રતિજ્ઞા બદ્ધ હોય. ૧૦) ભૂતક
: નોકર (તેથી માલિકને સાધુપ્રત્યે અપ્રીતિ થાય છે.) ૧૮) અપહર્તા .: માતા-પિતાની આજ્ઞા વિના અદત્ત બાળક લાવવો. ૧૯) ગર્ભવતી સ્ત્રી : માતા બનનારી સ્ત્રી. ૨૦) બાલવત્સા : સ્તનપાન કરાવતી સ્ત્રી.
આમ, અઢાર પ્રકારના પુરુષ અને બે પ્રકારની સ્ત્રીને દીક્ષા માટે અયોગ્ય ગણાવી છે.
શ્રી નિશીથ સૂત્ર', ઉદ્દર્શક-૧૧, સૂ.-૮૩૮૪, પૃ.-૨૩૬માં અયોગ્ય વ્યક્તિને અજાણતાં દીક્ષા આપવાથી પ્રાયશ્ચિત આવે છે, તેવું વિધાન છે. દીક્ષાની વયમર્યાદા:
પંચવસ્તુક' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી દીક્ષા લેનારની વય મર્યાદાનું વકતવ્ય દર્શાવે છે.
*પ્રવજ્યા લેવાની ઓછામાં ઓછી વય પ્રમાણ આઠ વર્ષ છે. દ્રવ્યલિંગની પ્રાપ્તિમાં ઓછામાં ઓછી આઠ વર્ષની વય જરૂરી છે, જ્યારે વધુમાં વધુ વય: પ્રમાણ અત્યંત વૃદ્ધાવસ્થા (અનવકલ્ય)ન આવે ત્યાં સુધીની છે.
“શ્રી વ્યવહાર સૂત્ર'ના ૧૦મા ઉ./૧૦ સૂ.માં તેનું કારણ દર્શાવતાં કહ્યું છે, જેમ ચાળણીમાં, પાણી ન ટકે, તેમ બાળવયમાં અસમજણના કારણે ચારિત્ર ટકતું નથી.
બાલ'નો અર્થ સિદ્ધસેનસૂરિ અનુસાર આ પ્રમાણે છે- જન્મથી માંડીને આઠ વર્ષ સુધીનો બાલ' કહેવાય છે.
શ્રી નિશીથ ચૂણિમાં પણ કહ્યું છે - વેસેળ વાલ્મિમિક્સકિવન્દ્ર' - (કોઈ આચાર્યનો)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org