________________
૨૩૧
રતિ પામતું નથી.
રોહિણેય કુમાર ભગવાન મહાવીર સમક્ષ એકીટશે ઉન્મેષ નયને નીરખી રહ્યો. ભગવાનની અમી ભરેલી દષ્ટિથી તેનું હૃદય ભીંજાઈ ગયું. પોતાની વીતેલી જીંદગી પ્રત્યે અત્યંત ધૃણા ઉદ્ભવી. તેનું ભીતરનું મન બોલી ઉઠયું, “હે ભગવન્! હું નિૐથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. નિગૅથ પ્રવચન સત્ય છે. મને અત્યંત રુચે છે.”
અચરમાવર્ત કાળમાં દેહ, પરિવાર, ધનની પ્રતિમાં સુખ બુદ્ધિ હોવાના કારણે નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા ઉપજતી નથી. અશુભ અનુબંધોની વણજાર ચાલ્યા કરે છે. તેનાથી સંસાર પરિભ્રમણ સીમિત થતું નથી. અચરમાવર્તમાં આ સુખનું પ્રણિધાન ખસતું જ નથી. ચરમાવર્તમાં પણ ભાવમલનો હ્રાસ ન થાય ત્યાં સુધી સંસારના સુખની તીવ્રતાનું પ્રણિધાન ઘટતું જ નથી.
રોહિણેયકુમારનો ભાવમલ ઘટતો ગયો. તેનું હદય પારદર્શક-સ્વચ્છ બન્યું. સારામાં સારો વરસાદ થયો હોય, જમીન તરબોળ થયેલી હોય પરંતુ બીજના વાવેતર વિના ધાન્ય પાકતું નથી, તેમાં મહાપુરુષોના બોધ વિના પ્રાયઃ અનાદિમિથ્યાત્વી જીવને ધર્મબીજ પ્રગટતું નથી. કારણ વિના કાર્ય થતું નથી.
* જે નજીકનો મોક્ષમાર્ગી આસન્ન ભવ્યાત્મા જિનેશ્વરની આજ્ઞા પ્રત્યે, બહુમાન કરનારો હોય, તે તીર્થકર ભગવંત,ધર્માચાર્ય, ચુત અને ચારિત્રરૂપ ધર્મને બહુમાન આપનારો જ હોય.”
નજીકના કાળમાં મોક્ષમાં જનારા આત્મામાં સ્વયં એવી લાક્ષણિકતાઓ પ્રગટતી હોય છે.
ભગવાન મહાવીર સ્વામીએ રાસનાયકની પાત્રતા જોઈ તેને યતિધર્મને યોગ્ય સ્વીકાર્યો પરંતુ તે પૂર્વે મહારાજા શ્રેણિક પાસે જઈ સંયમની અનુમતિ માંગવી અતિ આવશ્યક હતી કારણકે રોહિણયકુમાર રાજ્યનો અપરાધી(ચોર) હતો. આવા વ્યક્તિને દીક્ષા આપવાથી લોકો તેને ધૃણાની નજરે જુએ તેમજ નિગ્રંથ પ્રવચનની નિંદા અને શ્રમણ વર્ગની અવહેલના થવાની સંભાવના છે. દીક્ષાને અયોગ્ય વ્યક્તિઃ ( શ્રી નેમિચંદ્રસૂરિ કૃત પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં કહ્યું છેઃ
१० बाले वुड्ढे नपुंसेय कीवे जड्डेय वाहिए।६।
तेणे रायावगारी य उम्मत्ते य अदंसणे।।१०।। दासे दुढे य मूढे य अणत्ते जुंगिए इय।१५ | ओबद्धाए य भयएसएहनिष्फेडिया इय।।१८।। जे अठ्ठारस भेया पुरिसस्सतहित्थियाणतेचेव। गुठ्विणी १ सबालवच्छा र दुन्नि इमे हुंति अन्नेवि ।।
અર્થ :
૧) બાલા ૨) વૃદ્ધ
: આઠ વર્ષની નાની ઉંમરના : ૦૦ વર્ષથી અધિક ઉંમરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org