________________
૨૩૦
વિશુદ્ધ ભાવનાઓથી મધ્યાહનના સૂર્યની પેઠે સંપૂર્ણ તેજસ્વી બનાવી શકાય તેવી તક મળી છે. આ ચેતનને ચાર સંજ્ઞાઓનો નશો એવો તો ચડયો હતો કે નશામાં જીવે અનેક ભવોની સફરમાં કર્મથી સંસારનાં વિચિત્ર નાટક સર્જયાં હતાં!હવે મારે મારા આત્માનું કલ્યાણ કરવું જ જોઈએ.
શ્રી અરિહંત દેરૂપી સાર્થવાહ મને મુક્તિપુરીમાં લઈ જશે. ગોપાલકો જેમ સર્પ આદિથી ગાયોનું રક્ષણ કરે છે તેમ અરિહંત પ્રભુરૂપ મહાગોપ જીવનિકાયરૂપ ગાયોના રક્ષણ વડે મને નિર્વાણ સુખ અપાવશે.
મનુષ્ય જન્મની સાર્થકતા મહાસાર્થવાહ, મહાનિર્ધામક અને મહાગોપ એવા અરિહંત પ્રભુનું શરણું સ્વીકારવામાં જ છે.”
રોહિણેયકુમાર મોક્ષદાયક ભાવોથી સુશોભિત ભગવાનની વાણીથી અત્યંત પ્રભાવિત થયો. તેનું મન સંયમ લેવા તડપી રહ્યું. તેણે ભગવાન મહાવીર સ્વામીનાં ચરણોમાં સમર્પિત થતાં ગદ્ગદ્ સ્વરે કહ્યું, “હે ભવોદધિતારક! મારી પ્રબળ ભાવના છે કે મોક્ષસુખના કારણભૂત ચારિત્ર અંગીકાર કરી આત્મકલ્યાણ કરું. શું હુંયતિધર્મને યોગ્ય છું?”
તીર્થંકર પરમાત્માએ કહ્યું, “હે દેવાનુપ્રિય! ગહન વન જેવા આ સંસારમાં ભવ્ય જીવોએ મોક્ષમાર્ગની આરાધના કરી લેવા જેવી છે. તુંયતિધર્મ સ્વીકારવાને યોગ્ય છે.”
ભગવાન મહાવીરે કોઈ દુર્જન વ્યક્તિને પણ ધિક્કાર્યા નથી પરંતુ તેના પાપને ધિક્કાર્યા છે. વ્યક્તિનો વિરોધ એ જીવ તત્ત્વનો વિરોધ છે. તેમને વ્યક્તિના હદયપરિવર્તનમાં જ રુચિ હતી.
કોઈ કવિએ કહ્યું છે:
“પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે.”
પરમાત્માના સ્નેહની પિયુષધારામાં રાસનાયક ભીંજાયો. તેના હદયમાં પ્રભુતાનો વાસ થયો. તેણે ભાવાવેશમાં પરમાત્માને પ્રશ્ન પૂછયો, “શું હુંયતિધર્મને યોગ્ય છું?”
આ પ્રશ્નની અંદર રહસ્ય છુપાયેલું છે. તે દ્વારા રોહિણેયકુમાર પરમાત્માને પૂછવા માંગે છે કે, “શું હુંભવ્ય છું? શું હું સમ્યગ્રષ્ટિ છું? શું હું સુલભબોધિ છું? શું હુંપરિત સંસારી કે ચરમ છું?'
ભવ્ય જીવને જ સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. નિશ્ચયથી સમ્યગદષ્ટિ આત્મા જ સાધુ બને છે. તેવો જીવપરિત સંસારી, ચરમ શરીરી અથવા અન્ય કાળમાં મોક્ષે જવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે.
સમકિતદષ્ટિ ગંગદત્ત દેવે પણ ભગવાન મહાવીર સ્વામની દેશના સાંભળી પોતાને ઉદ્ભવેલા અનેક પ્રશ્નનોનું સમાધાન મેળવ્યું. પ્રભુએ કહ્યું, “ગંગદત્ત દેવ ભવી, સમ્યગદષ્ટિ, સુલભબોધિ, પરિત સંસારી અને ચરમ છે.”
રોહિણેયકુમાર પ્રભુની સમક્ષ અનિમેષ નજરે જોવા લાગ્યો. કવિ દેવચંદ્રજી કહે છે: “મનમોહન તુમ સનમુખ નિરખતું, આંખ ન તૃપ્તિ અમચી; મોહતિમિરરવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત તે ઉપશમયી. હું તો વારિ.”(સ્વાધ્યાય સંચય પૃ.૩૩૫)
જેમ કમલિની દિનકરના કર વિના, ગૌરી ગિરીશ વિના, કુમુદિની ચંદ્ર વિના અને લક્ષ્મી ગિરિધર વિના બીજાને ન ચાહે, તેમ જ્ઞાની પુરુષને આત્મસ્વરૂપ સાથે પ્રીતડી બાંધતાં અન્ય ક્યાંય મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org