SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ રોગોની ચિકિત્સા કરી શકે એવી ક્ષમતા હોવા છતાં તેનો ઉપયોગ જ ન કર્યો. “મહારોગો મારાં કર્મ કાપવામાં અનંત ઉપકારી છે', એવું સમજી ચક્રવર્તી તપજન્ય લબ્ધિઓથી વિરક્ત રહ્યા. કેવી નિઃસ્પૃહતા! જેવી રીતે સનસ્કુમાર ચક્રવર્તી દેવના થોડા જ વેણથી બોધ પામ્યા તેવી જ રીતે લોહખુર ચોરનો પુત્ર રોહિણેયકુમાર પણ મોહનો નશો ઉતરતાં નાનકડા નિમિત્તથી પ્રતિબોધ પામ્યો. ભગવાન મહાવીર સ્વામીની વાણીનું શ્રવણ પરિશીલન કરવાથી મનુષ્ય દેહની ઉત્તમતા અને સંયમની શ્રેષ્ઠતાનું જ્ઞાન થયું. જે સુખની પાછળ નિશ્ચિત દુઃખ છવાયેલું છે તે સુખને સુખ કઈ રીતે કહી શકાય? “શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહેજિમ વનને રે; ધર્મજનિત પણ ભોગઈહાંતિમ, લાગે અનિષ્ટતે મનને રે.” જેમ ચંદનથી ઉત્પન્ન થતો અગ્નિ પણ અંતે તો બાળવાનું જ કાર્ય કરે છે, તેમ પુણ્યથી મળતા ભોગ-સુખો પણ પ્રાયઃ આસકિતને કારણે જ અનિષ્ટ કરાવે છે. કારણકે ભોગસુખોથી પ્રમાદ, પ્રમાદથી આત્માનું વિસ્મરણ, આત્માના વિસ્મરણથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે અને સભ્યત્વ ખસવા માંડે છે. જેમ એક ખભા પર રહેલા ભારને દૂર કરવા બીજા ખભા ઉપર ભાર મૂકવાથી પહેલા ખભા પર ભારનું દુઃખ દૂર થતાં ક્ષણિક શાંતિ મળે પરંતુ તરત જ બીજો ખભો દુઃખવા માંડે છે. આ ઘટમાળથી ભોગસંસ્કારોનો અતિક્રમ (નાશ) થતો નથી. પવિત્ર, સુંદર, તેજસ્વી અને મહાશક્તિશાળી આત્માને મહાસુખી બનાવવાનો માર્ગ અરિહંત દેવો સમજાવે છે. તેઓ મોક્ષમાર્ગ રૂપ પરમાર્થની દેશના આપે છે તેથી સર્વ જીવહિતકારી’ કહેવાય. જેનું પરિણમન મનુષ્ય ભવમાં થાય છે. મનુષ્ય જન્મનું મૂલ્ય અંકિત થાય તેવું નથી. (૧) મનુષ્ય જન્મ વિના સર્વાર્થસિદ્ધ વિમાનમાં ન જવાય. (૨) ક્ષાયિક સમકિત ન મળે. (૩) યથાખ્યાત ચારિત્ર ન મળે. (૪) આહારક શરીર ન મળે. (૫) તીર્થંકર પદ ન મળે (૬) પરમ અવધિજ્ઞાન (૦-૮) મન:પર્યવજ્ઞાન કે નિર્વાણ ન મળે. (૯) માનવા ભવમાં જ ઘાતી-અઘાતી કર્મનો ચૂરો કરી શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકે છે. આમ, માનવભવમાં ધર્મના સંગે જીવાત્માપરમ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. પરમાત્મની દેશના શ્રવણ કરી સાધુ ધર્મની પરિભાવના ભાવનારો રોહિણેયકુમાર વિચારે છે, હો મમ વાત ? આ કયો કાળ મને મળ્યો છે? હિમે સસ્સ વિડ? આ કાળને યોગ્ય (ઉચિત 'કર્તવ્ય) શું છે? તે વિચારોમાં ઊંડો ઉતરતો ગયો. ભૂતકાળમાં મચાવેલા ઉલ્કાપાતોનું સ્મરણ થતાં તેને પોતાના ઉપર ધિક્કાર વછૂટયો. મેં પૂર્વ સ્થિતિમાં અનંત પુગલપરાવર્તન કાળ પર્યત સંસારવર્ધક પ્રવૃત્તિ જ કરી છે. વર્તમાન કાળમાં આત્મા પર બાઝેલાં અનંત કાળના કર્મોમાં જાળાં ઊખેડી તેને ધર્મસાધનાના જ્વલંતા અગ્નિમાં બાળીને ભસ્મ કરી શકાય તેવો સોનેરી તક મળી છે. અનંતકાળથી મહામલીન આત્માને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy