________________
૨૨૮
તેવાપથ નિર્દેશકોની અભિમુખ ન થવાનું સૂચન કરતાં ગંગાસતી કહે છે:
અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું, જેને રહેણી નૈલગારરે, વચનલંપટને વિષય ભરેલા, એવાની સાથે મેળવવો નૈ તારરે. વિવેક.”
કુગુરુના સંગથી આંતરિક અંકુરણની સંભાવના સદંતર લૂપ્ત થાય છે. ચેતના જડવત્ થતી જાય છે. ઉપરોક્ત પંક્તિમાં કુગુરુપ્રત્યે પ્રતિરોધનો પ્રચ્છન્ન સંકેત છુપાયેલો છે.
દાદૂદયાળે કહ્યું છે:
કોટિ બરસ લૌં રાખિયે, લોહાપારસ સંગ; દાદૂરોમ કા અંતરા, પલર્ટનાહીં અંગ.”
કુગુરુના સંગથી આંતરિક પરિવર્તન થંભી જાય છે. લોઢાને પારસ સાથે રાખીએ તોય ઘાટ એનો એ રહે છે, તેમ કુગરના સંગથી મનુષ્યની સામાજિકગરિમાનો ઉત્કર્ષ થતો નથી.
સત્તશ્રદ્ધાસંગતો વોઘઃ | અર્થાત્ આત્માનો શ્રદ્ધા સંપન્ન બોધ તે જ સત્યદષ્ટિ છે; આવું જાણવા છતાં રાજવૈભવની આસકિતને ન છોડનાર જીવાત્મા નરકમાં પડે છે.
વિષષ્ઠી શલાકા પુરુષમાંથી વાસુદેવ પૂર્વ ભવમાં નિયાણું કરીને આવ્યા હોય છે તેથી તેઓ નરકમાં જ ગમન કરે છે. વળી, તેમને ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવાથી તેઓ દીક્ષિત થતાં નથી. આ અવસર્પિણી કાળના નવ વાસુદેવનરકમાં ગયા છે.
૧) ત્રિપૃષ્ઠ, ૨)દ્વિપૃષ્ઠ, ૩) સ્વયંભૂ, ૪) પુરુષોત્તમ, ૫) પુરસસિંહ, ૬) પુરુષપુંડરિક, ૦) દત્ત, ૮) નારાયણ (લક્ષ્મણ), ૯) કૃષ્ણ.
વાસુદેવના પ્રતિકંઠી પ્રતિવાસુદેવ' કહેવાય છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવના યુદ્ધમાં પ્રતિવાસુદેવપોતાના જ ચક્રથી મૃત્યુ પામે છે."
ક”તારી કળા ન્યારી, હજારોને નચાવે છે, ચડે જે ચક્કરે તારા, ઘણું તને ભમાવે છે.” બુદ્ધિમાન જીવો સનસ્કુમાર ચક્રવર્તીની જેમ અલ્પ શબ્દોથી સુલભબોધિ બને. ઉપદેશમાલા ગ્રંથ'માં કવિની આ વાતને સમર્થન આપતાં કહ્યું છે: १० धोवेण वि सप्पुरिसा सणंकुमारव्व केइ बिझंति।
देहेरवणपरिहाणीजं किर देवेहिं से कहियं।। અર્થ: કેટલાક જીવાત્મા નાનકડા નિમિત્તથી સનસ્કુમાર ચક્રવર્તીની જેમ પ્રબુદ્ધ બને છે. બે દેવો. એ આવી તેમને કહ્યું કે, “તમારા શરીરમાં ઝડપથી રોગપ્રસરતો દેખાય છે.”
દેવોએ અવધિજ્ઞાનથી ચક્રવર્તીના દેહમાં ઉદ્ભવેલા સોળ સોળ મહાભયાનક રોગો જોયા. રાજાના ખૂબ આગ્રહથી દેવોએ સત્ય હકીકત જણાવી. પુદ્ગલની નશ્વરતા, ક્ષણભંગુરતા અને કર્મની ગહનતાથી જાગૃત થયેલા સનસ્કુમાર ચક્રવર્તીએ મહાભિનિષ્ક્રમણની વાટ પકડી લીધી. સાતસો વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા અને અગાધ સમતાથી રોગો સહન કરતાં અનેક લબ્ધિઓ પ્રગટી. લબ્ધિઓ દ્વારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org