________________
૨૨૦
(૧) તે વાદ કરવામાં આદરવાળો ન હોય. (૨) અહંકારી ન હોય. (૩) યશ-કીર્તિનો અભિલાષી ન હોય. (૪) અતિ ઉત્સુકતાવાળો ન હોય. (૫) જેમ તેમ બોલનારો ન હોય. (૬) મિથ્યા આલાપ કરનારો - વાતોડિયો ન હોચ. (0) બીજાના દેશ, વેશ, ભાષાદિની ખોટી પૂછપરછ કરનારો ના હોય. (૮) ગીત-ગાયનનો વિલાસી ન હોય. (૯) અત્યંત ચપળતાવાળો ન હોય. (૧૦) કોઇ વ્યકિતના આક્રોશ કરવા પરતે દ્વેષ ન કરે અને સ્તુત્ય કાર્યપર ઉન્મત્ત ન બને. (૧૧) સંગાણાનો પ્રયત્ન કરનાર ન (અસંગી) હોય.
મુમુક્ષુ સાધક નિરાગ્રહી અને આત્મજ્ઞાનમાં રમણતા કરનારો જ હોય.
ગુરુએ સૂર્ય છે. તેમના વચનો સૂર્યના કિરણો છે, જે અજ્ઞાન અને મોહનો તિરોભાવ કરે છે. ગુરુવનંવેવનંશિષ્યપરં મંગુનમૂ-ગુરુકૃપા એ શિષ્યના જીવનમાં પરમ મંગલ છે
સગુરુનો સંગ થતાં, મોહ બીજ મંદ થાય. તત્ત્વો અને અનુષ્ઠાન પ્રત્યે સદ્ભાવ જાગે. જ્ઞાનાવરણીય આદિ કર્મો પ્રત્યે વિપ્રિયદર્શન થાય. કાળ, ભવિતવ્યતા, સદ્ગરનો યોગ, ધર્મોપદેશ વગેરે સામગ્રી મળતાં જીવનું ઉર્ધ્વગમન થાય છે. - ગુરુએ પુનર્જન્મ નામના વૃક્ષનું મૂળ જ છેદી જ નાખ્યું. સર્વવિરતિ નામના કુહાડાથી જોરદાર પ્રહાર કરી તે વૃક્ષને ધરતી પર ઢાળી દીધું તેથી જ કહ્યું છે?
જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા; જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા.”
યોગીનું બહુમાન યોગી બનાવે છે અને ત્યાગીનું બહુમાન ત્યાગી બનાવે છે. સાધ્વીગણથી પરિવરેલા ચંદનબાળા આર્યજીને જોઈ શેડુક નામના કુલપુત્રને તેમના પ્રત્યે અત્યંત બહુમાન ઉત્પન્ન થયું. તેમનું બ્રહ્મચર્યનું તેજ, નિર્વિકારીતા અને નિસ્પૃહતા જોઈશેડૂકપ્રભાવિત થયો. તે વિરાગપામ્યો. તેણે ચારિત્રનો સ્વીકાર કર્યો. આર્યા ચંદનાજીના નિમિત્તથી ભોગી મટી યોગી બન્યો.
• પાખંડી ગુરુના સંગથી અંતરનું સત્ત્વ હણાઈ જાય છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજી કુગુરુસમક્ષ કડક શબ્દો ઉચ્ચારે છે. - “ગીતારથ જયણાવંત ભવભીરુ જેહ મહંત, તસવયણે લોકતરીયે;
જિમ પ્રવહણથી ભરદરીયે, બીજો તો બોલી બોળે શું કીજે નિર્ગુણ ટોળે.” અર્થ ગીતાર્થ, જયણાવંત, પાપભીરુ તેમજ બીજા અનેક ગુણોથી મહાન સાધુના વચનો અનુસરનાર સંસાર સાગર તરી જાય છે. આવા સાધુપ્રવહણ સમાન છે. નિર્ગુણી સંતો પોતે ડૂબે અને બીજાને ડૂબાડે છે. તેવા નિર્ગુણી સંતોના ટોળા ભેગા કરીને શું વળે?
પાખંડી લોકોની સંગત કેળની સાથે ઉગેલી બોરડી જેવી છે. જેમ જેમ પવનનાં ઝપાટાં આવે તેમ તેમ બોરડી કેળને ચીરતી જાય છે, તેમ આર્થિક પ્રાપ્તિ, ખ્યાતિ, વર્ચસ્વવાદી હેતુઓને પોષવા “નગુરા' પથ નિર્દેશકો આંતર સત્ત્વ પર હુમલો કરી આત્મિક સંપત્તિને ઘાયલ કરે છે અને મનુષ્યન્તા કંગાળ બનાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org