________________
૨૨૬
વિપરીત પ્રતિક્રિયા કરી. તેના પર પત્થરનો વરસાદ વરસાવ્યો, લાકડીથી ફટકાર્યો. અંગુલિમાલ પાસે શકિત હતી પરંતુ તેણે પ્રહાર ન કર્યો. તે અસહ્ય મારથી મૂચ્છિત થઇ ધરતી પર ઢળી પડયો ત્યારે મહાત્મા બુદ્ધે તેને પડખામાં લઈ સ્વયં તેની શુશ્રુષા કરી. મહાત્મા બુદ્ધે તેને પૂછ્યું, “તેં શામાટે લોકોનો માર ખાધો?” અંગુલિમાલે હસીને કહ્યું, “ભૂતકાળમાં મેં તેમને માર્યા હતા, આજે એમણે મને માર્યા. પહેલાં હું બેહોશ હતો, આજે જાગી ગયો છું.” અંગુલિમાલ પશ્ચાતાપથી શુદ્ધ બની અમૃતત્વને પામ્યો. સદ્ગુરુ અણઘડ શિષ્યમાં યોગ્યતાનું નિરૂપણ કરે છે. સદ્ગુરુ કેવા હોય? સંઘુરના લક્ષણો:
શ્રી ધર્મદાસ ગણિવરે ઉપદેશમાલા' ગ્રંથમાં સરુના ૧૩ ગુણો દર્શાવેલ છે. पडिरुवो तेयस्वी जुगप्पहाणागमो महुरवक्को। गंभीरोधीमंतोउवणसपरो अ आयरिओ।।१।। अपरिसावी सोमो, संगहसीलो अभिग्गहमई अ।
વિવંડથળો 3ઘવતો સંતડિયો ગુરુહમારા અર્થઃ ગુરુના તેર ગુણો છે. (૧) તેજસ્વી પ્રતિભાસંપન્ન હોય. (૨) યુગપ્રધાન જેવા જ્ઞાનવાળા પોતાનું અને પરનું કલ્યાણ કરવાવાળા હોય. (૩) મધુરભાષી શિષ્યને વાત્સલ્યથી સંયમ જીવની તાલીમ આપનારા હોય. (૪) ગંભીર : આલોચના કરાવી પાપોનું પ્રક્ષાલન કરાવનાર ગુરુ અત્યંત ગંભીર હોય. (૫) વ્રુતિમાન મેરુપર્વત જેવા વૈર્યવાન હોય. (૬) ઉપદેશ દાનના દાતારઃ સુપાત્ર જીવોને ઉપદેશ આપી ધર્મ પમાડનાર હોય. (૯) અપરિશ્રાવી : દરિયા જેવા ગંભીર હોય. ગુર કોઇની ગુપ્તા વાતો જાહેરમાં ન કરનારા તેમજ સદાચારી હોય. (૮) સૌમ્યઃ સદા શાન્ત અને પ્રશાંત હોય. (૯) સંગ્રહશીલ : શિષ્યોની જવાબદારી નિભાવવા જરૂરી ઉપકરણોનો સંગ્રહ કરનારા હોય. (૧૦) અભિગ્રહોના ધારક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહો ધારણ કરી બિયોગના નિયંત્રક હોય. (૧૧) અવિકલ્થન ગુરુ નિરર્થક બકબકાટ કરનારા કે સ્વપ્રશંસક ન હોય. (૧૨) અચપલ ગુરુ વાનર જેવા ચંચળ સ્વભાવના ન હોય. (૧૩) પ્રશાન્ત હદયઃ કષાયોની ઉપશાંતતા હોય.
આવા સદગુરુનો યોગ થવો અતિ દુર્લભ છે. સદ્ગુરુ જ સદ્ગકતા હોય છે. સુદષ્ટતરંગિણી' નામના દિગમ્બર આમ્નાય ગ્રંથમાં સદ્ગકતાના આઠ ગુણ દર્શાવેલ છે.
समदमधर बहुणाणी, साध्धलोकोय भावबेत्ताए।
पिछखिमय वीयरागो, सिसाहित उच्छोया एव गुरुपुज्जो।। અર્થ: (૧) સમભાવી - ક્ષમાવંત (૨) દમિલેંદ્રિય - ઇન્દ્રિયોનું દમન કરનાર (૩) જ્ઞાની (૪) સર્વ જીવોના સુખના ઇચ્છુક (૫) લૌકિક સાધનોની કળાના જ્ઞાતા (૬) ક્ષમાવંત (6) વીતરાગી (૮) શિષ્યના હિતનો ઇચ્છુક.
આચાર્ય જયશેખરસૂરિએ “પ્રબોધચિંતામણિ'માં નકારાત્મક રૂપે શિષ્યની યોગ્યતાના લક્ષણો બતાવ્યાં છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org