________________
૨૧૫
બોધપામી પંચમહાવ્રત અંગીકાર કર્યા.
દીક્ષાના પ્રથમ દિવસે જ નંદીષેણ મુનિએ ચાર અભિગ્રહ ધારણ કર્યા. (૧) નિર્દોષ અને શુદ્ધ આહાર ગ્રહણ કરવો (૨) યાવત જીવન છઠ્ઠના પારણે છઠ્ઠઉપવાસની તપશ્ચર્યા કરવી (૩) ક્રોધનો ત્યાગ કરવો (૪) સાધુ સંતોની સેવા કરવી.
નંદીષેણ મુનિએ ચારે નિયમોનું કાળજીપૂર્વક સંમય જીવનમાં પાલન કર્યું. પોતાની પ્રતિજ્ઞામાં ખૂબ જ દઢ હોવાથી એકદેવ તેમની પરીક્ષા કરવા આવ્યો. રોગી મુનિ બનીને આવેલા દેવની તેમણે પ્રસન્નતાપૂર્વક, ઉત્સાહથી સેવા કરી. અંતિમ સમયે કાયા કૃશ થતાં અનશનની આરાધના કરી, પરંતુ નિકાચિત કર્મના ઉદયે તે નિયાણું કરી બેઠા. “જો મારા તપ અને સંયમમાં શક્તિ હોય તો તેના ફળ સ્વરૂપે હું સ્ત્રીવલ્લભ બનું.” આ છે નિયતિ! નંદીષેણ મુનિએ મોક્ષને દૂર ઠેલ્યો.
“સંયમ છે અણમોલ રતન, કરવું પડશે ખૂબ જતન;
પરમાત્મા સાથે જોડતો સેતુ, પહોંચાડે છે નિજ વતન.”
નંદીષેણ મુનિ મૃત્યુ પામી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી મનુષ્યમાં શ્રેષ્ઠ વસુદેવ નામના રાજકુમાર થયા. ૧૨૦૦૦ નારીઓના વલ્લભ બન્યા. મનુષ્ય જન્મનાં ઉત્તમ ભોગો ભોગવી તેઓ પુનઃ દેવ બન્યા. ઉત્કૃષ્ટ કોટિના સંયમ પાલનથી નંદીષેણ મુનિ શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ બળ્યા.
આ દષ્ટાંત પરથી સમજાય છે કે, બન્મના ગાયતે શુદ્રઃ સંસ્વારા દ્વિન ૩યતો જન્મથી તો સર્વ શુદ્ર જ જન્મે છે પરંતુ સારા સંસ્કારો પ્રાપ્ત કરનાર જીવાત્મા “બ્રાહ્મણ' કહેવાય છે. સદ્ધર્મ અને સુસંસ્કારવાન જિનોપાસક જ જૈન' કહી શકાય. જૈન ધર્મ ઉદ્ઘોષણા કરે છે કે, કોઇપણ વર્ણ, જાતિ, કુળ, દેશ, વેશ, લિંગનો વ્યક્તિ જો વિતત્ત્વની નિર્મળ આરાધના કરે તો, સિદ્ધપદમેળવે છે.”
ચોપાઇ ૫ મુમુક્ષુની ક્ષમાપના અહીત હીત પ્રાણીનંઇ જેહ, જિન કાઇઇ નવી વાર તેહ; નવી અદરાવઇ જિનવર કહી, બલઈ હાથ ગ્રહી વારઇ નહી પણિ ઉપદેશ જિન એહેવો દે, સુણતા હોઇ સૂર ઠાકુર તેહ; વીર વચન તે દીસઇ અમ્યું, તો માનવના ભવનું કહ્યું
... ૨૫૨ હીત ઉપદેશ મહીમા જાણીઉં, ઇંદ્રપણું પામ્યો વાણીઉં; કારતીગ સેઠિ હરીનો અવતાર, સુધરમ રીધ તણો નહી પાર ઇંદ્ર સમી રીધિ કહી જેહ, ભરત ચક્રવતી પામ્યો તેહ; માનવ લોકનો સ્વામી કહયો, હીત ઉપદેશ કરયાર્થિ થયો. કરણ તણા સુખનું કરનાહાર, વીર વચન અમૃત પઇસાર; પામીનઇ આતમ હીત કરો, અહીતપણ્ મમ કો આદરો ચોરી વંચના કુડ કપટ, જે પરદાર ટ્યતા વટ; તેહેનઇ તેહ જ અહીત બહુ કરઇ, વલી વઇર માનવ તીહા ધરઇ
• ૨૫૧
••• ૨૫૩
•. ૨૫૪
... ૨૫૫
••• ૨૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org