________________
૨૧૪
મસ્તક મુંડાવવાથી શ્રમણ ન થવાય. “ન ડોંગરેજી વંભળો અર્થાત ઓમકારના જાપ જપવાથી બ્રાહ્મણ ન થવાય. કુશ-ચીરના પહેરવેશથી તાપસ ન કહેવાય, અરયમાં રહેવાથી મુનિ ન કહેવાય પરંતુ સમભાવથી શ્રમણ, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ, જ્ઞાનની ઉપાસના કરવાથી મુનિ અને તપશ્વર્યામાં રત રહેવાથી તાપસ કહેવાય છે.”
નિગ્રંથ પ્રવચન ભાષ્ય પૃ. ૨૮૯ માં કહ્યું છે, એક વ્યક્તિ કુશીલ, અજ્ઞાન અને પ્રકૃતિથી તમોગુણી હોવા છતાં પણ કેટલાક વર્ણ (જ્ઞાતી-જાતિ) માં જન્મ લેવાના કારણે ઉંચી અને પૂજ્ય ગણવામાં આવે છે જયારે બીજી વ્યક્તિ સુશીલ, જ્ઞાની અને સદ્ગણી હોવા છતાં અમુક કુળમાં જન્મ લેવાના કારણે નીચ અને તિરસ્કૃત સમજવામાં આવે છે.
ભગવાન મહાવીર સમત્વ યોગના સાધક અને પ્રતિપાદક હતા. તેમના શાસનમાં શૂદ્ર અને ચાંડાલ જાતિના પુરુષો પણ દીક્ષિત થયા છે. તે સાધકોએ બ્રાહ્મણો અને ક્ષત્રિયો જેટલી જ ઉચ્ચતા મેળવી છે. તેમના સંઘમાં દીક્ષિત થયેલા મુનિઓને કોઇને ગોત્રથી સંબોધન કરવાની મનાઈ હતી. “
ભગવાન મહાવીરે જાતિવાદને નિર્મૂળ કરવાના હેતુથી ઉપદેશતાં કહ્યું, “આર્યો! નિJથે પ્રજ્ઞા, તપ, ગોત્ર અને આજીવિકાનો કદી મદ ન કરવો જોઈએ. આવો મદ ન કરનાર સાધક બધાં ગોત્રથી મુકત બની અગોત્ર એવી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે."*
આ જીવે અનંતીવાર ઉચ્ચ અને નીચ ગોત્રનો અનુભવ કર્યો છે, તેથી કોઇ જીવ કોઇથી હીના નથી કે નથી અતિરિક્ત. જાતિ કે વર્ણને મહત્ત્વ આપવાને બદલે ગુણોનો પુરસ્કાર કરતાં જૈનધર્મે જનસમુહમાં અનોખી ચાહના મેળવી.
ભગવાન મહાવીરના સમયમાં જાતિવાદથી પીડિત સમાજને એક નવી દષ્ટિ મળી. પ્રભુના સમતાના સ્વરને પ્રાજ્ઞ મુનિઓએ ઝીલી લીધાં. ભગવાન મહાવીરના જાતિ સમન્વયના સિદ્ધાંતની પૂર્તિ *હરિકેશી મુનિનું દષ્ટાંત કરે છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના બારમા અધ્યયનમાં આ કથાપ્રસ્તુત છે.
- હરિકેશી મુનિ હલકા કુળમાં જન્મ્યા છતાં ઉત્કૃષ્ટ સંયમનું નિર્દોષ પાલન કરી, ઉગ્ર તપશ્ચરણ કરી સમસ્ત કર્મોને ખેરવી નાખ્યાં. તેમની ધર્મ સાધનામાં જાતિ અવરોધક ન બની શકી. અહીં સ્પષ્ટ થાય છે કે, મુનષ્ય જાતિથી નહી પરંતુ કર્મ(ગુણો)થી મહાન છે.
- હરિકેશી મુનિની જેમ નંદીષેણ મુનિ પણ નીચ કુળમાં જન્મ્યા હતા. તેમનું કથાનક 'ભરતેશ્વરની કથાઓમાં સંગ્રહિત છે, જેનું કવિ નામનિર્દેશન કરે છે. મગધ દેશના નંદીવર્ધન ગામમાં નંદીષેણ રહેતો હતો. તેના શરીરનાં અગોપાંગ વાંકા વળેલા, દાંત કાળા અને આકાર બેડોળ હતો. લોકો તેને જોઇને મોટું વાંકું કરતા હતા. બાળપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં મોસાળમાં રહ્યો. નગરનાં યુવાનોનાં લગ્ન થતાં જોઇ નંદીષણને લગ્ન કરવાનું મન થયું પરંતુ કદરૂપીપણું અને દુર્ગધીપણાના કારણે કોઇ નારી લગ્ન કરવા તૈયાર ન થઈ. અંતે કટાળીને પર્વત પર જઇ નંદીષેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે તેને અચાનક જૈન મુનિનો ભેટો થયો. મુનિના ધર્મોપદેશથી નંદીષેણે *હરિકેશી મુનિ જુઓ પરિશિષ્ટ વિભાગ - ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org