________________
૨૧૨
કરાવી મોક્ષપદ અપાવે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના અ.૫, ગા.૧૯ અને ૨૦માં ભગવાન મહાવીરે સાધનાનું મૂલ્ય સંયમને આપ્યું છે. તેમણે સંયમયુક્ત ગૃહસ્થ અને સાધુને શ્રેષ્ઠ કહ્યાં છે.
સંયમ એ આત્મપરિણતિરૂપ છે. તે બધા ભિક્ષુકો કે બધા ગૃહસ્થોમાં ન હોય. ગૃહસ્થા વિવિધ પ્રકારે શીલસંપન્ન હોય છે. બધા જ સાધુઓનાં શીલ સમાન નથી હોતાં. કેટલાક ભિક્ષુકોથી ગૃહસ્થનો સંયમ અનુત્તર હોય છે. બધા જ ગૃહસ્થોથી ભિક્ષુનો સંયમ અનુત્તર હોય છે.”
સાધુત્વની પ્રતિમા બાહ્ય વેશ, પરિવેશ, જાતિથી દૂર હટી અંતર આલોકની વેદી પર પ્રતિષ્ઠિત છે.
તેથી જ મહાત્મા યશોવિજયજીએ ‘શાંતિનાથ સ્તવન'માં કહ્યું છેઃ “તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહિ જ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી; એહથી રે જાયે સઘળાં રેપાપ, ધ્યાતા રેગ્યેય સ્વરૂપ હોવે પછે જી.”(સ્વાધ્યાય સંચય: પૃ. ૨૦૨)
ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકરૂપતાની ચરમસીમા એ જ ચારિત્ર ધર્મની સિદ્ધિ છે. આવા ઉત્કૃષ્ટ ધર્મની બરોબરી કોઈ કાળે ન થઈ શકે. ફક્ત બે ઘડીની એક શુદ્ધ સામાયિકનું મૂલ્ય મગધ નરેશ શ્રેણિક ન આંકી શક્યા તો જાવજીવનું સંવર વ્રતનું મૂલ્ય કેટલું અગાધ હશે? જેની કિંમત અવર્ણનીય જ હોય. કવિ કડી ૨૪૬-૨૪૦માં સંયમનું ફળ દર્શાવતાં કહે છે?
કોઈ એક જિન ભક્ત એક જિનાલયનું નિર્માણ કરાવે તે કરતાં પણ તપ અને સંયમનું ફળ અધિક છે. આ જિનાલયનું સ્વરૂપ દર્શાવતાં કવિ કહે છે કે, જિનાલયનાં સોપાન મણિરત્ન અને સુવર્ણનાં હોય, તેનાં ઘણાં દ્વાર હોય, તે દ્વાર સોનાનાં બનેલાં હોય, તેમાં હજારો ઊંચા સુવર્ણના થાંભલા હોય, તે જિનાલયનું ભોંયતળિયું સુવર્ણનું બનેલું હોય, જાણે કોઈ અમરાપુરીનો મહેલ જ ન હોય! એવા અપૂર્વ સૌંદર્યવાન, મણિરત્નો અને સુવર્ણથી ખચિત સોનાના મહાકાય ઘંટ અને જિનાલયની ઉપર સુવર્ણની ધ્વજા લહેરાતી હોય, વળી આ જિનાલયમાં પાંચ પ્રકારનાં ઉત્તમ રત્નોની બનેલી જિનપ્રતિમા હોય.
આમ, આવા ઉત્તમ સુવર્ણમય જિનાલયની પ્રતિષ્ઠા કરાવનાર ભક્તને જે પુણ્ય મળે તે કરતાં તપયુક્ત સંયમનું ફળ અનેકગણું અધિક છે.
આવા અત્યુત્તમ સંયમનું યથાતથ્ય પાલન કરનાર જીવાત્મા ભવસાગર ઓળંગી જાય છે. આવા શ્રેષ્ઠ સાધુની ભારોભાર અનુમોદના કરવાથી આત્મગુણો સંક્રાન્ત પામે છે.
સાચા સંતથી સરિ ગયાં, કૈક જીવોના કાજ;
એવા સંતને સેવવા, અવસર આવિયો છે આજ.”
પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અ૫ક્ષણોમાં પ્રમાદવશ હીચમાન પરિણામે સાતમી નરકના દલિકો સંગ્રહિત કર્યા, તો વળતી જ પળે અપ્રમાદપણે વર્ધમાન પરિણામથી ચૌદ રાજલોકના ઉદ્ગલોકમાં રહેલા સર્વાર્થસિદ્ધ વિમાનના સુખને ઓળંગી કેવળજ્ઞાન- કેવળદર્શનને પ્રાપ્ત કર્યા.
ધર્મરુચિ અણગારને માસક્ષમણના પારણે નાગશ્રી બ્રાહ્મણીએ કડવી ઝેરી તુંબડીનું શાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org