________________
૨૧૦
સંયમ જીવનની સફળતાનો મહત્ત્વનો પાયો ઉત્સાહ છે. શ્રી આચારાંગ સૂત્ર કહે છે-નાણ સદ્ધાનિસ્વંતો તામેવશુપાતિજ્ઞા અર્થાત્ શ્રદ્ધા, જિનવચન અને ગુરુઆજ્ઞા ખાતર પોતાની તમામ ઈચ્છાઓનું વિલીનીકરણ કરવાનો અદમ્ય ઉત્સાહ તે સંયમ છે. ઉત્સાહ સત્ત્વને પ્રવર્ધમાન કરે છે. સત્ત્વથી જ પરિષહ અને ઉપસર્ગોની વચ્ચે સંયમ અખંડિત રહે છે.
કૃષ્ણ વાસુદેવના પુત્ર ઢંઢણકુમાર નેમિનાથ ભગવાનની દેશના સાંભળી પ્રબુદ્ધ બન્યા. હતા. તેમણે સર્વવિરતી ધર્મ સ્વીકાર્યો. કૃષ્ણ વાસુદેવના પુત્ર અને નેમિનાથ ભગવાનના શિષ્ય તરીકે પ્રજામાં પ્રસિદ્ધ હોવા છતાં પૂર્વના નિકાચિત કર્મના ઉદયના કારણે શુદ્ધ ભિક્ષા ન મળતી. અશુદ્ધ ભિક્ષા તેઓ સ્વીકારતા જ નહીં. બીજા સાધુઓની લાવેલી ભિક્ષા પણ તેઓ લેતા નહીં. તેમનો “સ્વલબ્ધિની. ભિક્ષા'નો અભિગ્રહ હતો. કેટલાય દિવસો સુધી શુદ્ધ નિદોર્ષ આહાર ન મળ્યો. તેમણે વિચિત્ર કર્મોદય છતાં વૈભવી ગૃહસ્થીકાળને કદી યાદ ન કર્યો, કે ન સંચમથી પલાયનવૃત્તિ અપનાવી. કર્મોના વિષમ ઉદયોને સહન કરી અંતે ગોચરીમાં પરલબ્ધિથી મળેલો લાડુનો ચૂરો કરતાં કરતાં કર્મોનો ચૂરો કરી. કેવળજ્ઞાન અને કેવળદર્શન મેળવ્યું.
પ્રસિદ્ધ, પ્રશંસા, પતન, પાપ, પરલોકનો સતત ડર હોય તેને જ સંયમી કહેવાય. રવાં નાઢિપંડિઅર્થાત જીવનની પ્રત્યેક ક્ષણે જાગૃત રહે તે જ પંડિત (જ્ઞાની-સંયમી) છે.
જૈનશાસનમાં શાલિભદ્ર શ્રેષ્ઠી સુપ્રસિદ્ધ છે. ત્રિ. શુ. પુ. ચ. માંતે અધિકાર છે- એમના મહેલમાં પ્રતિદિન ૯૯ પેટીઓનું અવતરણ સ્વર્ગથી થતું હતું આ વાતથી જૈનો પરિચિત છે. મગધેશ્વર શ્રેણિકની સંપત્તિની તુલનામાં શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની સંપત્તિ સૌથી વધુ હતી. શાલિભદ્રની હવેલી સુવર્ણ, હીરા અને મણિરત્નોથી સુશોભિત હતી. પોતાને માથે ‘ઠાકુર-નાથ” જેવા વેણ સાંભળી શાલિભદ્ર પ્રબુદ્ધ થયા. તેમણે માતા પાસેથી દીક્ષાની અનુમતિ માંગી.
શાલિભદ્રએ સંસાર અવસ્થામાં કદી તાપ પણ વેક્યો ન હતો. અરે સાતમાળની હવેલીથી, નીચે પણ કદી આવ્યા ન હતા. કેવી ઠંડી અને કેવી ગરમી તેની પણ ખબર ન હતી. તેમનું શરીર અત્યંત સુકોમલ હતું. તેમના પગ અને હાથ આકડાના રૂજેવાં અત્યંત પોચાં અને નરમ (મુલાયમ) હતાં. તેમની સેવામાં અનેક નોકરો હતાં. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય એવી દોમદોમ સાહેબી વચ્ચે ઉછરેલા શાલિભદ્રથી સંયમના કઠીન પરિષહ સહન કરવાં તે મીણના દાંત વડે લોઢાના ચણા ચાવવા બરાબર અત્યંત દુષ્કર કાર્ય હતું. માતાએ તેમને ઘણી રીતે સમજાવ્યા પણ વૈરાગ્ય દઢ હતો તેથી શાલિભદ્ર સંચમ સ્વીકારીને જ રહ્યા.
સુકોમળ, સોહામણા અને સુખી શાલિભદ્રથી ગ્રીષ્મઋતુઓનો આકરો તાપ સહન ન થયો ત્યારે તપશ્ચર્યા આદરી. માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યાથી તેમના દેહની કાંતિ વિલય પામી. કાયા કૃશ થઈ જતાં પોતાના જ ઘરે ગોચરી વહોરવા પધારેલા દીકરા(મુનિ)ને ભદ્રા માતા ઓળખી જ શક્યા નહીં!!
કર્મસત્તા પર વિજય મેળવી પોતાના “નાથ” બનવા નીકળેલા શાલિભદ્ર મુનિએ દેહની નિર્બળતા જાણી વૈભારગિરિ પર્વત પર જઈ અનશન કર્યું. શાલિભદ્ર મુનિ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org