________________
૨૦૯
...૨૪૮
પ્રત્યેક દ્વારે સુવર્ણના તોરણ હોય. સોનાના ઘંટ અને સોનાની ધ્વજા લહેરાતી હોય. તેમાં પાંચ્યા જાતિના ઉત્તમ રત્નની બનેલી પ્રતિમા હોય. આવી રચના કોઈ એક કરાવે તેનાં કરતાં સંયમનું ફળ અધિક છે.
..૨૪૫,૨૪૬ એવા ઉત્તમ સંચમની પ્રાપ્તિ વિશે પ્રમાદ ન કરનાર શાશ્વત પદ પ્રાપ્ત કરે છે. મોક્ષ માર્ગ સંયમ વિના સુલભ નથી. વળી, સંયમમનુષ્યગતિમાં જ સુલભ છે.
..૨૪૦ સંયમધર્મની આરાધના માટે ઉચ્ચકુળની આવશ્યકતા જરૂરી નથી. જો હરિકેશ મુનિએ (ચાંડાલ કુલમાં જનમ્યા છતાં) અહંકાર ત્યાગી ઉત્કૃષ્ટ તપ કર્યું તેથી આકર્ષાઈ દેવ પણ ખેંચાઈને તેમની પાસે આવ્યો. તે દેવ મુનિની રાત્રિ-દિવસ સેવા કરતો હતો.
દુહા : ૧૬ નંદષણિ નીચ કુલઇ પણિ તપ સંયમ સાર; નૃપ વસુદેવ જ તે થયો, હરીવંશ કુલ શણગાર
૨૪૯ રાજસુતા વીધ્યાધરી, બોહોત્યરી સોય હજાર; કાહાન પીતા પરણ્યો સહી, અહો તપનું ફલ સાર
... ૨૫૦ અર્થ: ભલે નંદીષેણ મુનિ નીચા કુળમાં જન્મ્યા હતા પરંતુ તેમની તપશ્ચર્યા અને સંયમ ઉત્કૃષ્ટ કોટિના હતા. તેઓ મૃત્યુ પામી બીજા ભવમાં) વસુદેવ નામના રાજા બન્યા, જેઓ હરિવંશ નામના ક્ષત્રિયકુળના શણગાર હતા.
વિદ્યાધરોની બહોંતેર હજાર રાજ કન્યાઓ હતી. તેને શ્રી કૃષ્ણના પિતા વસુદેવ પરણ્યા. ખરેખર!તપનું ફળ અત્યુત્તમ છે.
...૨૫૦ વિવેચન રાસનાયક પ્રસ્તુત દુહા ઃ ૧૪-૧૫ અને ચોપાઈ : ૪માં સંયમની દુર્લભતા સમજાવી તેની મહત્તા દર્શાવે છે. - સંયમઃ * *
સર્વવિરતિ ધર્મ એ જૈનદર્શનનું મોક્ષપ્રાપકતત્ત્વ છે. સંચમને શાસ્ત્રીય ભાષામાં “ચારિત્ર' કહેવાય છે. ચય+રિક્ત = ચારિત્ર. ૧) કર્મોનો સમૂહ જેના દ્વારા ખાલી થાય તેને ચારિત્ર કહે છે. ૨) જે આવતા કર્મોને રોકે અથવા આઠ કર્મોનો ક્ષય કરે તે ચારિત્ર છે. ૩) સમિતિ અથવા સાવધાનીપૂર્વકયમ-નિયમોનું પાલન કરવું તે સંયમ છે. ૪) સ્વ સ્વભાવમાં રમણતા એ જ ચારિત્ર(સંયમ) છે.
સર્વસાવધયોગના ત્યાગપૂર્વક પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ મહાવ્રતોનું પાલન કરે તે ‘દ્રવ્ય ચારિત્ર' છે. દર્શન સપ્તક, અપ્રત્યાખ્યાનાવરણીય ચતુષ્ક અને પ્રત્યાખ્યાનાવરણીય ચતુષ્ક એમા પંદર પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં જીવનાં પરિણામ તે ભાવ ચારિત્ર' છે. જે ચારિત્ર દ્વારા કર્મનો આસવ આવતો અટકે છે. ચારિત્ર એ સંવર છે.
••૨૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org