________________
૨૦૮
૨૪૩
સાલિભદ્ર સુંદર સુખી, તાપ ખમ્યો નવી જાત; અસઇ અસ્યો તપ આદરયો, નવિ ઉલખતી માત
" ... ૨૪૩ અર્થઃ એક દિવસનું સંયમનું શુદ્ધપણે પાલન કરનાર જીવાત્મા પણ મુક્તિરૂપી નિધાન પામી શકે છે. (કદાચ તે જીવાત્માનો સંસાર કાળ બાકી હોય તો) તે નિર્વાણ પ્રાપ્ત ન કરી શકે તો દેવપણે રત્નના બનેલા વિમાનમાં અવશ્ય ઉત્પન્ન થાય છે.
...૨૪૦ રાજગૃહી નગરીના શ્રીમંત શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની હવેલીમાં રત્નો અને સુવર્ણોની કોઈ કમી ન હતી, છતાં પોતાના માથે નાથ (સ્વામી) શબ્દ સાંભળતાં (સ્વયંના નાથ બનવા) પોતાનો પ્રિયા પરિવાર પરિહર્યો.
..૨૪૧ શાલિભદ્રની માતાએ પુત્રના સુકોમળ શરીર અને સંયમની કઠોરતા આ જોઈ) પુત્રને વારતાં કહ્યું “બેટા શાલિભદ્ર! તું તપ અને સંયમ ન આદરીશ કારણકે તારા પગ અને હાથ આંકડાના રૂજેવાં અત્યંત કોમળ છે. અહીં તારી સેવામાં અનેક ચાકરો છે.”
...૨૪ર (દઢ વૈરાગી શાલિભદ્રએ સંયમ સ્વીકાર્યો.) તેઓ સ્વરૂપવાન અને સુખી સંપન્ન હતા. (ગોચરી અને વિહાર જતાં) તેઓ ગ્રીષ્મઋતુનો તાપ સહન ન કરી શક્યા. જ્યારે સંયમનું પાલન કરવું અસહ્ય બન્યું ત્યારે તેમણે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. શરીર કૃશ થતાં ગોચરીએ આવેલા શાલિભદ્રમુનિને તેમની માતાએ ન ઓળખ્યા.
ચોપાઇ: ૪ *દીવસ પાખ માસ વરસ વહી, ગયાં પૂણ્ય પાખઇ લેખઇ નહી; સંયમ ચોખું પાડ્યું જદા, સોય દીવશ લેખઇ ગણ્ય સદા પાવડી મણિ કંચન તણાં, હેમ ભુવનનિં બહુ બારણા; ઉંચો થંભ નઇ સહઇસઇ કરી, સોવન તલઇ જાણૂં સરગપુરી તોરણ કનકના ઘંટ ધજાય, પાચ્ય રત્ન તણી પ્રતીમાય; રચના એહેવી કો એક કરાય, તેહથી તપ સંયમ અદીકાંયા એહેવાં સાર સંયમ નઇ વીષ, મ કરિ પ્રમાદ પદવી લઇ અખઇ; મોખ્ય પંથ સંયમ વીન નહીં, સંયમ માનવની ગતિ જ યહી. ધરમમાહિ નહી કુલ પરધાન, જો હરિકેસી મુકી માન; તપના ખેંચ્યા આવઇ દેવ, રાતિ દીવશ સુર કરતા સેવા
.. ૨૪૮ અર્થ: સંયમ વિનાનાં દિવસ, પખવાડિયું, માસ, વર્ષ જે વીતે છે, તે પુણ્ય કર્યા વિનાનાં લેખામાં આવતા નથી પરંતુ જે દિવસે ચોકખું સંયમ જીવન પાળ્યું તે દિવસ હંમેશાં ગણતરીમાં ગણાય છે...૨૪૪
એક જિનમંદિર બનાવે તે કરતાં તપ-સંયમનું ફળ અધિકું છે. તે જિનમંદિર કેવું હોય? તેનાં પગથીયાં (પાવડિયા) મણિ, સુવર્ણનાં હોય. તેના ઘણાં દ્વારો હોય. તે દ્વારો સોનાના હોય. જેમાં હજારો ઊંચા થાંભલા હોય. તેનું ભોંયતળીયું સોનાનું હોય. જાણે સ્વર્ગપુરી ન હોય ! આ ભુવનના * નોંધ :- શ્રી શ્રેણિકરાસની કડી-૦૦૯ થી ૦૮૧ અને રોહિણેય રાસની કડી - ૨૪૨ થી ૨૪૪ સમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org