________________
૨૦૦
જેમ મધ્યાહને સૂર્ય સમ પ્રદેશોમાં આવે છે ત્યારે બધા પદાર્થોની છાયા પોતાનામાં જ સમાઈ જાય છે, તેમ સદગુરુની કૃપાથી જો જીવ બાહ્ય પરિણતિ છોડી અંતર્મુખ બને તો અંતરંગમાં અનંતસુખનું ધામ, શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ પદપામે છે. આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે જ ખરું ચારિત્ર છે.
અચરમાવર્તકાળના જીવો ભાવચારિત્ર ન પામી શકે કારણ કે કાળલબ્ધિનો પ્રભાવ છે. ચરમાવર્તકાળનો અનંત કાળ પણ મોહ વશ પસાર થાય છે. ચારે ગતિના અનંત પરિભ્રમણ પછી અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં પ્રવેશેલો કોઈ ભવ્ય જીવાત્મા, મોહનીય કર્મની લઘુતા થતાં, સદ્ગરના ઉપદેશથી ક્ષયોપશમ જન્ચ સમ્યક્રચારિત્ર પ્રાપ્ત કરી શકે છે.
અકામ નિર્જરા દ્વારા કર્મોની સઘનતા ઓછી થતાં બે પુદ્ગલપરાવર્તન કાળે જીવને નિર્વિવકપણે ધર્મ સાંભળવાની ઈચ્છા થાય છે.
દોઢ પુદ્ગલપરાવર્તન કાળે પ્રથમ અપેક્ષાએ કંઈક શુદ્ધિ થવાથી ધાર્મિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરાવવાને અનુકૂળ માર્ગાનુસારીના ગુણોની પ્રાપ્તિ થાય છે. જીવાત્મા ધર્મના માર્ગમાં આવવાની તૈયારી કરે છે તે કાળને માર્ગસન્મુખ કાળ કહેવાય છે.
એક પુદ્ગલ પરાવર્તનકાળે રહે ત્યારે જીવાત્મા બીજા તમામ પ્રકારના આડંબર ધર્મોનો ત્યાગ કરી વીતરાંગ પ્રદર્શિત માર્ગ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા કરે છે. તેની મિથ્યાત્વ વાસના મંદ થવાથી અધ્યાત્મ વિષયક શુદ્ધાશુદ્ધની ઓળખાણ કરવાની ઈચ્છા થાય છે. આને ધર્મનો યૌવનકાળ છે.”
ધર્મયૌવનકાળમાં જ યથાપ્રવૃત્તિકરણનો પ્રારંભ થાય છે. આ સમયમાં જીવાત્મા આયુષ્ય સિવાયના બધા જ કર્મોની સ્થિતિ ફક્ત પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક દોડાદોડી સાગરોપમ જેટલી ઓછી કરી નાખે છે. કર્મોની સ્થિતિમાં બહુ મોટો ઘટાડો-લઘુતા કરે છે.
આવા અધ્યવસાયો સંસારમાં ભટકતા જીવોએ અનંતવાર કર્યા છે. આવી અવસ્થામાં જીવાત્મા અનેક વખત દ્રવ્ય ચારિત્ર મેળવી, નવ રૈવેયક સુધી જઈ આવ્યો છે. પરંતુ આત્માની સાથે સંબંધ ધરાવનારી અત્યંત ચીકાશવાળી, મજબૂત એવી અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ મોહનીયરૂપ રાગ-દ્વેષની ગાંઠ તોડી અલગ થવાની શક્તિ ન હોવાથી જીવાત્મા યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચી પાછો વળે છે. જ્યાં સુધી રાગ-દ્વેષની ગાંઠ ન તૂટે ત્યાં સુધી સમ્યક્ત્વ ન મળે. સમ્યક્ત્વ વિના સમ્યક્રચારિત્રા અસંભવ છે. પ્રસ્તુત ઢાળમાં કવિ સમ્યફચારિત્રની દુર્લભતા દર્શાવે છે.
દુહા ૧૫ સંચમની મહત્તા એક દિન સંયમ પાલતો, પામઇ મુગતિ નીધ્યાન; મુગતિ નહી તો સુર સહી, નીસચઇ રત્ન વીમાના મણિ કંચન રત્નઇ, ભરયું સાલિભદ્ર ઘર સાર; સીર ઠાકુર જાણી કરી, મુકયો નીજ પરીવાર
... ૨૪૧ તપ સંયમ નવી આદરઇ, સાલિભદ્ર કિહિ માય; તુલ પાણિ પદ સારિખા, નરના દાસ જ થાય.
••• ૨૪૦
... ૨૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org