________________
૨૦૬
૧૨) સ્વચંબુદ્ધ સિદ્ધાઃ ગુરુના ઉપદેશ વિના સ્વયં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રતિબોધ પામે.
છે. દા.ત. કપિલ કેવળી. ૧૩) બુદ્ધબોહી સિદ્ધા : ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પ્રગટ થતાં મોક્ષે જાય છે.
દા.ત. સુધર્માસ્વામી આદિ. ૧૪) એક સિદ્ધા : એક સમયમાં એક જ જીવ સિદ્ધ થાય છે. દા.ત. મહાવીર સ્વામી.. ૧૫) અનેકસિદ્ધાઃ એક સમયમાં ઘણાં જીવો સિદ્ધ થાય છે. દા.ત. ભગવાન વિષભદેવ સાથે.
દશ હજારમુનિઓ મોક્ષે ગયા. એક સમયે જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ૧૦૮
જીવો મોક્ષે જાય છે. અન્યલિંગ, સ્વલિંગ કે ગૃહસ્થલિંગમાં પણ ભાવશુદ્ધિ તો જૈન દર્શન અનુસાર જ જોઈએ. તેવા જીવો ભાવશુદ્ધિથી કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પામી સ્વાભાવિક ઉર્ધ્વગતિથી લોકના અગ્રભાગે સિદ્ધશિલામાં પહોંચી સદાકાળ સ્થિર રહે છે.
દ્રવ્યલિંગ, કુલિંગ અને ગૃહસ્થલિંગમાં જીવોનો અવળો પુરુષાર્થ (જિનમતથી વિપરીત પ્રરૂપણા) હોવાથી મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સ્વઘરમાં જતાં જીવાત્માને અટકાવે છે.
સંતવાણી કહે છે:
હમ તો કબ હું નિજ ઘર આયે, પરઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેકધરાયે. પરમપદ નિજપદમાની મગન હૈ, પરનતિ લપટાયે;
શુદ્ધ બુદ્ધ સુખકંદમનોહર, ચેતન-ભાવ ન જાયે...હમ.”
પરિણામની વિષમતા, સવિશેષ કષાય પ્રવર્તતા હોય તેને આત્મ તત્ત્વની ઓળખ શી રીતે થાય?પર પરિણતિમાં લપેટાયેલો સ્વને ક્યાંથી શોધી શકે?
“યમ નિયમ સંયમ આપ, કિયો પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો;
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુન પર્યો.”
મોક્ષમાર્ગ સરળ અને સુલભ હોવા છતાં તેની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, અનંત કાળચક્રમાં દ્રવ્યથી સાધુપણું અનંતવાર આ જીવાત્માએ પ્રાપ્ત કર્યું છે. ભવચક્રમાં મોહપત્તિ અને ઓઘાનામેરૂપર્વત જેટલા મોટા ઢગલાઓ આ જીવાત્માએ કર્યા છે, પરંતુ સંસારનો છેડોન આવ્યો!
આ સમસ્ત સંસારનું, જન્મ-મરણરૂપ પરિભ્રમણનું મૂળ કારણ મોહભાવ, પરમાં મમત્વ તેના કારણે ઉત્પન્ન થયેલ રાગ-દ્વેષરૂપ વિભાવ છે. તેનો ક્ષય કરવા શ્રીમદ્જી ઈચ્છે છે જે જન યોગી', આ રચનામાં સૂર્યનું દષ્ટાંત આપે છે.
“આથે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
લોકતાં, વિલય થતાં નહિ વાર.” (સ્વાધ્યાય સંચય પૃ.૪૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org