________________
૨૦૩
સંયમનો મહિમા વિશેષ છે. શ્રમણ પરંપરાએ સર્વત્યાગને મહત્વ આપ્યું છે.
ઈન્દ્રિયાર્થ પદાર્થ દ્વારા મળતું સુખ સ્થળ, ક્ષણિક અને સુખાભાસ છે. સંચમમાં રહેલું સુખ ચડિયાતું છે એવો ઊંડો અનુભવ થાય ત્યારે જ સાચા સુખની પ્રતીતિ થાય છે, તેથી જ એક એકતીર્થકર સાથે સેંકડો, હજારો વ્યક્તિઓ શ્રમણદીક્ષાનો સ્વીકાર કરતા હતા, એવું ઈતિહાસ કહે છે.
જીવને સંયમમાં રાખવા સર્વ પ્રથમ ઈન્દ્રિો તથા મનનું નિયંત્રણ આવશ્યક છે. ઈન્દ્રિયો પર સંયમ મેળવ્યા પછી ચિત્ત પરનો સંયમ સરળ બને છે. જે સરોવરનું જળ નિર્મળ અને પારદર્શક હોય તેમાં હિંસક જળચર રહેતાં નથી તેવી જ રીતે જે માનવીનું હદય સરળ અને પારદર્શક બન્યું છે તેમાં છોધાદિ કષાયોરૂપી હિંસક જળચરો રહી શકતા નથી.
સંયમ એ જીવન જીવવાની કળા છે. સંયમ એટલે આશ્રવનો નિરોધ, સંયમ એટલે ઈન્દ્રિયો અને ચિત્ત પર વિજય મેળવી આત્મામાં લીન થવાનું અમોઘ સાધન.
આચારાંગનિર્યુક્તિ'માં કહ્યું છે.
लोगस्स सारं धम्मो, धम्मच नाणसारयं बिंति।
नाणं संजमसारं,संजमसारंच निव्वाणं।। અર્થઃ સંસારનો સાર ધર્મ છે. ધર્મનો સાર જ્ઞાન છે. જ્ઞાનનો સાર સંયમ છે અને સંયમનો સાર નિર્વાણ છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર'ની પ્રથમ ગાથામાં શ્રી શય્યભવસૂરિ કહે છે:
ઘગ્ગોમંગનમુવિટું, હિંસા સંગમોતવો” ઉત્કૃત ધર્મમંગલમાં અહિંસા અને તપની સાથે સંયમનો સમાવેશ થયો છે.
મહાવ્રત, સમિતિ ગુપ્તિ, યતિધર્મ, તપ, ચારિત્ર્ય, વૈરાગ્ય, નિગ્રહ, સંયમ વગેરે શબ્દો સંયમ તરીકે ઓળખાય છે, જેમાં સંવરની સાધના છે. (શ્રમણાચારનું વર્ણન પરિશિષ્ટ- ૬માં છે.) ધર્મની દુર્લભતાઃ
જૈનદર્શનનો એકડો સમ્યગદર્શનથી ચૂંટાયો છે. આગળ વધી સાધક સંયમ સ્વીકારે છે સંયમ વિના શ્રેણી પર ચઢાતું નથી અને શ્રેણી વિના નિર્વાણ અસંભવ છે.
___लब्भन्ति विमला भोए, लढभन्ति सुरसंपया।
નુતમન્તિપુત્તમિત્ત, 3ગોધખોનનભાા (નવલ નિત્ય સ્વાધ્યાય, પૃ.૧૦૮). અર્થ: ભવાંતરમાં દરેક પ્રાણીઓએ દેવતાના, મનુષ્યોના અનેક ભવો કરીને પાંચે ઈન્દ્રિયોનો ભોગવટો કર્યો છે. દેવતાની બદ્ધિ પણ અનંતવાર મળી. પુત્ર, મિત્ર અને સ્વજનનું સુખ પણ અનંતી વખત મળ્યું છતાં સાચું સુખ પ્રાપ્ત ન થયું. અર્થાત શાશ્વત સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે પરંતુ ઉત્તમ ધર્મ (અણગાર ધર્મ) પ્રાપ્ત થવો મહાદુર્લભ છે.
ધર્મની દુર્લભતા અંગે પૂ. સંતબાલજી પણ કહે છે:
“મનોરમ્ય મળે ભોગો, સંપત્તિ દેવની મળે, પુત્ર મિત્ર મળે તો યે, એકધર્મન સાંપડે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org