SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પલ્યોપમ પૃથ૮ (૨થી૯ પલ્યોપમ) જેટલી મોહનીય કર્મની સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિ ધર્મ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સર્વવિરતિ, ઉપશ્રમ શ્રેણી, ક્ષપથ શ્રેણીમાંના દરેકની પ્રાપ્તિ વખતે સંખ્યાતા-સંખ્યાતા સાગરોપમની સ્થિતિનો ઘટાડો જરૂરી બને છે. ભગવાને બે પ્રકારના ધર્મ કહ્યા છે. અણગાર ધર્મ, આગાર ધર્મ. દેશવિરતિઃ દેશ = અંશથી વિરતિને સ્વીકારે તેને દેશવિરતિ કહેવાય. શ્રાવકાચારનું વર્ણન પરિશિષ્ટ વિભાગ-૪માં છે. પાંચમા ગુણસ્થાનવાળો આત્મા દેશવિરતિ’ કહેવાય છે. દેવ, ગુરુ, ધર્મની ભક્તિ અને શ્રદ્ધા, જીવો પર અનુકંપા, સુપાત્ર દાન, સત્ શાસ્ત્રોનું શ્રવણ, બાર વ્રતનું પાલન, પ્રતિમા ધારણ વગેરે બાહ્ય-આત્યંતર ધર્મના પાલનથી જીવન આરાધનામય બનાવે છે. દેશવિરતિ ગુણસ્થાનકે રહેલા શ્રાવક યથાશક્તિ વ્રત-પ્રત્યાખ્યાન ધારણ કરતા હોવાથી સંયમસંયમ(સંયતાસંયત) કહેવાય છે. હજારો માઈલની યાત્રા કરતી વહેતી નદી રણપ્રદેશમાં આવી સમાઈ જાય છે. ઉપરથી તે લુપ્ત દેખાય છે પણ ખરેખર તે નષ્ટ થતી નથી. રણના ઊંડાણમાં જતાં તેનાં ક્યાંક ક્યાંક થોડા જળબિંદુઓ મળી આવે છે, જે નદીના આંશિક અસ્તિત્વના સૂચક છે. એ જ રીતે આદિનાથે પ્રવર્તન કરેલો નિવૃત્તિ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મ ઘણો કાળ પસાર થતાં લુપ્ત થઈ ગયો, પરંતુ જૈન પરંપરાના દરેક તીર્થકરોએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. ચતુર્વિધ સંઘમાં સાધુ-સાધી નિવૃત્તિ ધર્મનાં ઉપાસક છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા પ્રવૃત્તિધર્મના ઉપાસક છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્ને ધર્મને સમાન મહત્ત્વ અપાયું છે. સર્વવિરતિધર્મઃ દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાને અંશતઃ સંવરનું પાલન કરતો સાધક છઠ્ઠા ગુણ સ્થાનકે આવે છે. ત્યાં અનંત ગુણ વિશુદ્ધિ હોય છે. સંયમ ગ્રહણ કરતા સમયે ભાવ પરિણામની ઉચ્ચતમ અવસ્થાના કારણે મુમુક્ષ આત્મા સાતમા ગુણસ્થાનકને સ્પર્શે છે. પરંતુ અનાદિના અધ્યવસાયના કારણે સાતમે આવ્યા પછી ત્યાં જ ઠરી જાય એવું બનતું નથી, તેથી પાછો ફરે છે. બંને ગુણસ્થાનકોમાં જીવ ઘડિયાળના લોલકની માફક તથા ઝૂલાની માફક ફર્યા કરે છે. સાતમાએ સ્થિરતા વધતાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને આવી શ્રેણી માંડે છે. જો ક્ષપક શ્રેણી માંડે તો, આગળ વધતો જીવ બારમા ગુણસ્થાનકે પહોંચે છે. ત્યાં આવેલો જીવ પૂર્ણ વીતરાગતા પામે છે. વીતરાગતા વિના કેવળજ્ઞાનની યોગ્યતા આવતી નથી. આમ, નિગોદથી ઉપડેલો જીવ ગુણોનો વિકાસ સંસાર યાત્રાને સમાપ્ત કરી મુક્તિ મંઝીલે પહોંચે છે. ભારતીય સંસ્કૃતિ ત્યાગ પ્રધાન છે. ત્યાગ અને સંયમ પર દુનિયાના બધા ધર્મોએ ઓછાવત્તો ભાર મૂક્યો છે. સાંસ્કૃતિક દષ્ટિએ પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં પીરસ્ય સંસ્કૃતિમાં ત્યાગ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy