________________
૨૦૪
સંત કબીર આત્મજ્ઞાનને સાચો ધર્મ કહે છે?
આત્મજ્ઞાન વિના સૂના ક્યા મથુરા ક્યા કાશી;
ભીતર વસ્તુધરી નહિ, સૂઝત બાહરદેખન જાણી! અર્થ: આત્મજ્ઞાન (આત્માનુભૂતિરૂપ) વિના ભક્તિ, તીર્થયાત્રા સર્વ વ્યર્થ છે. માનવી (ક્રિયાકાંડો) બાહ્યોપચારમાં રચ્યોપચ્યો રહેવાનું છોડી જો અંદર ડોકિયું કરે તો એને આત્મોદ્ધારનો કીમિયો સ્વતઃ જડી જાય!
બળવાન મોહનીય કર્મ આત્માના સ્વાદને ચાખવા દેતું નથી તેથી જ સત્ય ધર્મની પ્રાપ્તિ થતી નથી. સંયમ એ દીનતાનો ત્યાગ અને સ્વાધીનતાનું સુખ અનુભવવાનો માર્ગ છે. સંયમ એ મહાન લાભનું કારણ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના નવમા અધ્યયનમાં કહ્યું છે:
"मासे मासे उजो बाले, कुसग्गेणं तुंभुंजए।
- न सो सुयरवायधम्मस्स, कलं अग्घइ सोलसि।। અર્થ: જે અજ્ઞાની ઉગ્ર તપસ્વીઓ, માસ માસના ઉપવાસ તપ કરે છે અને પારણામાં સોયની અણી પર રહે એટલો જ આહાર કરે છતાં તેઓ સમ્યક્ ચરિત્રરૂપી મુનિધર્મના સોળમા ભાગનું ફળ પામી શકતા નથી અર્થાત તેનું તપ સમ્મચારિત્રની સોળમી કળા બરાબર પણ થઈ શકતું નથી.
મિથ્યાત્વી આખો જન્મારો માસક્ષમણના પારણે માસક્ષમણની તપશ્ચર્યા કરે અને જે ફળા પામે તે ફળથી સમ્યકત્વી જીવની એક નવકારશીનું ફળ વધી જાય છે. વળી, દેશવિરતિનાં આખા જન્મારાનાં પચ્ચખાણનાં ફળ કરતાં દીક્ષા લીધેલા સંયમીની એક ઘડી વધી જાય. કેટલું અમૂલ્ય છે સંયમ!
મરૂદેવા માતા ગૃહસ્થવેશમાં હોવા છતાં હાથીની અંબાડી પર પોતાના તીર્થકર પુત્ર ઋષભદેવના સમવસરણમાં પરિણામોની તીવ્રતમ વિશુદ્ધિ કરતાં એક અંતર્મુહૂર્તમાં ક્ષપક શ્રેણી પર ચઢી કેવળજ્ઞાન પામ્યાં.
ભરત ચક્રવર્તીને અરીસાભુવનમાં વીંટી ઉતારતાં અન્યત્વ ભાવના ભાવમાં ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન થયું.
પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ઈલાચીપુત્ર, કૃતપુય વગેરે તપ, સંચમની સાધના કર્યા વિના કેવળજ્ઞાન પામ્યા. આવી ઘટનાઓ કવચિત્ જ થાય છે. એ અપવાદ માર્ગ છે. ઉત્સર્ગ માર્ગ તો એક જ છે. મોક્ષપદની પ્રાપ્તિ સંયમ વિના અસંભવ છે
કવિ કડી-૨૩૮માં ગૃહસ્થલિંગ, કુલિંગ અને દ્રવ્ય લિંગીને મિથ્યાત્વી કહે છે. ૧) દ્રવ્યલિંગ = માત્ર બાહ્ય પરિવેશ. જેમાં આંતરિક પરિણતિ જિનધર્મથી વિપરીત છે, તેથી તેની ગણના મિથ્યાત્વમાં થાય છે. ૨) કુલિંગ = અસઆચરણ, યમ-નિયમનો ભંગ, અતિચારોનું સેવન, દોષો તરફ દુર્લક્ષ્ય. અતિશય દોષોનું સેવન કરનાર અંતે સદાચારથી સંપૂર્ણ વિરમે છે. તેના ભાવો જિનધર્મથી તદ્ન વિપરીત છે. ૩) ગૃહસ્થલિંગ = ગૃહસ્થ = સંસાર ભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org