________________
૨૦૦
મોક્ષમાર્ગ ત્રણ પ્રકારે છે. (૧) સમકિતી (૨) દેશવિરતિ (૩) સર્વવિરતિ. ' (૧) સમકિતીઃ
સમ્યગદર્શન એ ભાવાત્મક વસ્તુ છે, અનુભૂતિનો વિષય છે. શાસ્ત્રકારો એ તેને ઓળખ પાંચ લક્ષણ બતાવ્યા છે.
(૧) શમ = શાન્ત, ક્રોધનો નિગ્રહ. (૨) સંવેગ = મોક્ષ પ્રત્યે રાગ. (૩) નિર્વેદ = સંસા પ્રત્યે ઉદ્વેગ. (૪) અનુકંપા = દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ. (૫) આસ્તિક્ય = વીતરાગ વચન પ અટલ શ્રદ્ધા.
| દર્શન સપ્તકના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી સમકિતની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શ ચોથા ગુણસ્થાનકે પ્રગટે છે.
જે સમ્યગદર્શનીને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોય તો વ્રત-પ્રત્યાખ્યાન કરી શકે માટે તેને અવિરતિ સમ્યગદષ્ટિ' કહેવાય છે. સમ્યગદર્શન પ્રાપ્તિનો ક્રમઃ
સમ્યગદર્શન પ્રાપ્તિ માટે પાંચ લબ્ધિ આવશ્યક છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ : આયુષ્ય કર્મ સિવાય સાતે કર્મોની સ્થિતિ ઓછી થતાં અંતઃક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ રહે છે. ત્યારે કર્મોના ક્ષયોપશમથી જીવને સખ્યત્વ પ્રાપ્ત કરવાની યોગ્યતા ઉત્પન્ન થાય છે તે ક્ષયોપશમ લબ્ધિ છે. (૨) વિશુદ્ધ લબ્ધિ ક્ષયોપશમ લબ્ધિ ઉપરાંત આત્માના પરિણામ વિશેષ સરળ-ભદ્ર બને તેને વિશુદ્ધ લબ્ધિ કહેવાય છે. (૩) દેશના લબ્ધિઃ ગુરના ઉપદેશથી શાસ્ત્ર શ્રવણ કરવાની અને સમજવાની ક્ષમતા પ્રગટે તે દેશના લબ્ધિ છે. (૪) પ્રાયોગ્ય લબ્ધિઃ સંજ્ઞીપણું, પર્યાપ્તપણું આદિ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી જીવની યોગ્યતાને પ્રાયોગ્ય લબ્ધિ કહે છે. (૫) કરણ લબ્ધિ આત્માના પરિણામ (વિર્ય) વિશેષને ‘કરણ' કહેવામાં આવે છે. તે પરિણામ ત્રણ પ્રકારના છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. યથાવૃત્તિકરણ:
જીવ આયુષ્ય કર્મ સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ એક ક્રોડાકોડી સાગરોપમમાં પલ્યોપ નો અસંખ્યાતમો ભાગ ધૂન કરે છે. આવી કર્મોની સ્થિતિ સંસારકાળમાં જીવ અનંતવાર કરે છે. અભવ્ય પણ અનંતીવાર આ કરણ કરે છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. અપૂર્વકરણ:
પૂર્વે જીવને ક્યારેય ન થયા હોય તેવા વિશુદ્ધ પરિણામને અપૂર્વકરણ કહે છે, આ કરણને પ્રાપ્ત થયેલો જીવ અપૂર્વ આત્માના વીર્યોલ્લાસના બળે વિશુદ્ધ પરિણામરૂપ પ્રબળ પુરુષાર્થ દ્વારા રાગદ્વેષની ગાંઠભેદે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org