________________
૧૯૯
. ૨૩૦
. ૨૩૮
દુહા ઃ ૧૪ કાયકલેસ જાણી કરઇ, શુધ પરૂપક જેહ; ઉપશમ સંયમ આદરઇ, મોક્ષ પંથ સાઘેહ
• ૨૩૬ અર્થ : સમજણપૂર્વક કાયાને કષ્ટ આપી વિશુદ્ધ આચરણ કરનારા જૈનધર્મની શુદ્ધ પ્રરૂપણા કરનારા, કષાયોને ઉપશાંત કરી સંયમમાં પુરુષાર્થ કરનારા મોક્ષમાર્ગને જીતે છે.
...૨૩૬ ઢાળ : ૧૩ મિથ્યાત્વ ધર્મ
(દેશી ઃ વીજય કરિ ધરિ આવીઆ) મોક્ષના પથ જ વણિ કહયા, ઉતકષ્ટો મુની ધરમ; શ્રાવક સંવેગ પાખીઉં, એણઇ ઘરમઇ હણઇ કરમ ચિહઇસ્ત લંગીઆ, કુલંગીઉ, દ્રવ્ય લંગી કહયો જેહ; ત્રણે મીથ્યાતીએ એ કહયા, સંસાર પંથ સાધેહ એ સંસાર સમુદ્ર વીષઇ, જીવ સમસ્ત અપાર; ભમ્યા દ્રવ્ય વ્યંગ લેઇ તયા, આય અનંતીવાર
.. ૨૩૯ અર્થ : મોક્ષમાર્ગ ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટ માર્ગને મુનિધર્મ (દીક્ષા) છે. બીજો શ્રાવકધર્મ અને ત્રીજો માર્ગ સંવેગપાક્ષિક (સાધુનો પક્ષ લેવાવાળાં) આ ધર્મથી કર્મ હણાય છે. ..૨૩૦
ગૃહસ્થલિંગી, કુલિંગી અને દ્રવ્યલિંગી આ ત્રણેને મિથ્યાત્વી કહ્યા છે. તેઓ સંસાર પથને સાધનાર એટલે સંસાર ભ્રમણ વધારનાર છે.
..૨૩૮ આ સંસાર સાગરને વિશે સમસ્ત જીવો મળીને અપાર જીવરાશિ છે. તેઓ દ્રવ્યલિંગ ધારણ કરી (આજ દિવસ સુધી) ચાર ગતિમાં અનંતીવાર જન્મ-મરણ કરી ભટકતાં રહ્યાં છે. ..૨૩૯
વિવેચન પ્રસ્તુત ઢાળ : ૧૩માં કવિ ધર્મની દુર્લભતા બતાવે છે. શાસ્ત્રના અવિરોધી વચનને અનુસરી, યથાર્થ મૈત્રી વગેરેના ભાવ સહિત આચરણ તે ધર્મ છે. ધર્મ એ અલૌકિક વસ્તુ છે. જીવને અભ્યદય, આત્મકલ્યાણ કરાવનાર એકમાત્ર સુધર્મ છે.
કષ, છેદ અને તાપની પરીક્ષામાં જે ધર્મ ઉત્તીર્ણ નીવડે તે જ સાચો ધર્મ કહેવાય છે. સુવર્ણને સૌ પ્રથમ પત્થર પર ઘસવામાં આવે છે, તે તેની કષ પરીક્ષા છે. પછી તેને કાપીને તપાસવામાં આવે છે, તે તેની છેદ પરીક્ષા છે. અંતે તેને અગ્નિમાં તપાવવામાં આવે છે, તે તેની તાપ પરીક્ષા છે; તેમ જે ધર્મમાં વિધિ-નિષેધ, ઉત્સર્ગ-અપવાદ અને અનેકાન્તનું યથાર્થ પ્રતિપાદન જોવા મળે તે કષશુદ્ધિ ધર્મ છે. જેમાં વિશ્વના સર્વ જીવો પ્રત્યે અહિંસક ભાવનું વિધાન હોય છે. શુદ્ધ આચરણનો માર્ગ બતાવેલ હોય તે છેદ શુદ્ધ ધર્મ છે. જે ધર્મ સ્યાદ્વાદથી યુક્ત હોય તે ધર્મ તાપ શુદ્ધ છે. કારણકે તે માન્યતામાં વિપરીત આગ્રહને સ્થાન નથી.
આવા શુદ્ધ ધર્મ દ્વારા કષાયો, મિથ્યાત્વ, આગ્રહ, કુતર્કના જાળા સહેલાઈથી દૂર થાય છે. ક્રમિક વિશુદ્ધિના બળે ગ્રંથિભેદ થઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org