________________
૧૯૨
અને સરળ હોય તે મનુષ્ય યોનિમાંથી આવેલો હોય છે અને ફરીથી મનુષ્ય ગતિમાં જ જાય છે.
મનુષ્ય જન્મ મળ્યા પછી પણ મોક્ષગતિને યોગ્ય બીજી બધી સામગ્રી(વસ્તુ)ઓ મળવી પણ ઉત્તરોત્તર દુર્લભ છે.
“શ્રી સ્થાનાંગ સૂત્ર'ના ૬ઠ્ઠા સ્થાને કહ્યું છે, “વિશ્વના જીવોને છ વસ્તુઓ પ્રાપ્ત થવી દુર્લભ છે. (૧) મનુષ્યભવ (૨) આર્યક્ષેત્ર (૩) ઉત્તમ કુળમાં જન્મ (૪) કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ (૫) શ્રવણ કરેલા ધર્મ પર શ્રદ્ધા (૬) શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરેલા ધર્મપ્રમાણેનું આચરણ.”
આગિયા અને વીજળીના પ્રકાશ જેવો અત્યંત ચંચલ આ મનુષ્યભવ અગાધ સંસારરૂપી સમુદ્રમાં જો સરી પડશે તો ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે.
જયશેખરસૂરિએ ઉપદેશચિંતામણિ'માં કહ્યું છે:
दशाहिं उदाहरणेहिं दुलहं मणुयत्तणंजहाभणियम् ।
तह जाई कुलाईणिवि दिटुंतेहिं दुलहाई।। અર્થ: જેમ મનુષ્ય જન્મ દસ દષ્ટાંતે દુર્લભ કહ્યો છે તેમ જાતિ, કુલ વગેરે પણ દસ દષ્ટાંત પ્રમાણે દુર્લભ જાણવાં. અન્ય બોલોની દુર્લભતાઃ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના “દૂમપત્તય' નામના દસમા અધ્યનની ગા. ૧૬ થી ૧૮માં એક પછી એક પછી એક વસ્તુઓ પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે તે દર્શાવતાં ભગવાન મહાવીર કહે છે.
| દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ આર્યભૂમિ મળવી મુશ્કેલ છે. મનુષ્યની ઉત્પત્તિના અઢી દ્વીપના ૮૬ (૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપ) ક્ષેત્ર જુગલિયા મનુષ્યના છે. જે ધર્મ વિહીન છે. પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ છે. ત્યાં સદાકાળ જૈન ધર્મપ્રવર્તે છે. બાકીનાં પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દસ ક્ષેત્રમાં દસ ક્રોડાકોડી સાગરોપમ કાળમાંથી ફક્ત એક ક્રોડાક્રોડી સાગરોપમથી ઝાઝેરા કાળમાં જ ધર્મ છે.
પાંચ ભરત અને પાંચ ઈરવત એ દશ ક્ષેત્રમાંના એક એક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. બત્રીસ હજાર દેશમાંથી પણ ફક્ત સાડા પચ્ચીસ આર્ય દેશ છે. બાકીનાં અનાર્યદેશ છે. અનાર્ય દેશમાં ધર્મ સુલભ નથી. સાડાપચ્ચીસ આર્યદેશના નામ:
(૧) મગધદેશ (૨) અંગદેશ (૩) બંગ દેશ (૪) કલિંગ દેશ (૫) કાશી દેશ (૬) કોશલ દેશ (૦) કુરુ દેશ (૮) કુશાવર્ત દેશ (૯) પંચાળ દેશ (૧૦) જંગલ દેશ (૧૧) સોરઠ દેશ (૧૨) વિદેહ દેશ (૧૩) શાંડિલ્ય દેશ (૧૪) વત્સ દેશ (૧૫) મલય દેશ (૧૬)વચ્છ દેશ (૧૦) વરણ દેશ (૧૮) દશાર્ણ દેશ (૧૯) ચેદિ દેશ (૨૦) સિંધુ સૌવીર દેશ (૨૧) શૂરસેન દેશ (૨૨) બંગ દેશ (૨૩) પુરવર્તા દેશ (૨૪) કુણાલ દેશ (૨૫) લાટદેશ (૨૫TI) કેકૈય દેશ (અર્થો).
સંપૂર્ણલોકની અપેક્ષાએ આર્ય ક્ષેત્ર અલ્પ પ્રમાણમાં છે. આર્યક્ષેત્રમાં મનુષ્ય ભવ પ્રાપ્ત થયો મહાદુર્લભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org