________________
૧૯૧
ખસતું આવી ધૂંસારામાં ભરાઈ જાય એવું બને જ નહિ, છતાં ક્યારેક એ શક્ય બને પણ માનવ ભવ એટલી સહેલાઈથી મળે નહીં. (૧૦) પરમાણું:
એક વિશાળ સ્તંભનો ચૂરો કરી પહાડ પરથી ઉડાવવામાં આવે પછી એ બધો ચૂરો ભેગો. કરી આપવાનું કહેવામાં આવે તો તે અશક્ય છે પરંતુ કદાચ કોઈ કાળે એ શક્ય બને પણ માનવભવા એટલી સહેલાઈથી મળે નહીં.
એકદમ નિર્ધન માણસને ધન મેળવવા માટે જે પરિશ્રમ કરવો પડે અને તેની ધનની. દુર્લભતા સમજાય તેટલી દુર્લભતા ગર્ભશ્રીમંતને ન સમજાય, તેમ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થઈ ગયો છે તેથી તેની દુર્લભતા સમજાતી નથી.
આવો દુર્લભ મનુષ્યભવ અજ્ઞાની જીવો વ્યર્થ ગુમાવે છે. તેઓ સોનાની થાળીમાં માટી ભરી રહ્યા છે, અમૃતથી પગ ધોઈ રહ્યા છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભારો ભરી રહ્યા છે અને ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા ફેંકી રહ્યા છે તેથી જ કહ્યું છેઃ
કુર્તમંપ્રાપ્યમાનુષ્ય, હરિયä મુર્ઘવમા/(પાર્થચરિત્ર) અર્થ: દુર્લભ મનુષ્ય જન્મ મેળવી એને વ્યર્થન ગુમાવી દેશો.
મનુષ્ય ગતિ પ્રાપ્ત કરાવનાર ચાર કારણો “શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યાં છેઃ
चउहिं ठाणहिं जीवा मणुसत्तए कम्मं पगरेंतितंजहा-पगइभद्रभयाए,
पगइविणीययाए, साणुक्कोसयाए अमच्छरियाए। અર્થ : ચાર કારણોથી જીવ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. (૧) સરળ પ્રકૃતિ (૨) વિનીતા પ્રકૃતિથી (૩) દયાભાવથી (૪) મત્સરના અભાવથી.
“कम्माणंतु पहाणाए, आणुपुव्वीं कयाइउ।
जीवा सोहिमणुप्पत्ता, आययंतिमणुस्सयं।। અર્થ: અનુક્રમે કર્મોનો ક્ષય કરતાં કરતાં શુદ્ધિને પ્રાપ્ત કરીને જીવો ઘણા દીર્ઘકાળ પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે.
ધર્મકલ્પદ્રુમ'માં કહ્યું છેઃ
अनुलोमो विनीतश्च दयादानरुचिर्मूदुः।
सहर्षो मध्यदर्शी च मनुष्यादागतो नरः।। અર્થ: જે બધાની સાથે અનુકૂળ થઈ રહે, વિનયવાન હોય, દયા અને દાનની રુચિવાળો હોય, સ્વભાવે કોમળ, હર્ષવાળો, મધ્યદષ્ટિવાળો જીવમનુષ્યગતિમાંથી આવેલો છે એમ જાણવું.
“વિવેકવિલાસ'માં થોડા શબ્દફેર સાથે કહ્યું છે:
નિષ્ણઃ સોઢાનીકાન્તોસક્ષઃ |ઃ સદા/
__ मर्त्ययोनिसमुद्भूतो भवी तत्र पुनः पुमान् ।। અર્થઃ જે મનુષ્ય હંમેશાં નિર્દભ હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઈન્દ્રિય વિજેતા હોય, ડાહ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org