________________
૧૯૦
એક શેર સરસવના દાણા નાખીને હલાવી નાખવામાં આવે. ત્યાર પછી એક ડોશીમાને એમાંથી સરસવના બધા દાણા જુદા કાઢી એકઠા કરવાનું કહે તો તે અશક્ય છે પરંતુ કોઈક વખત તેવું પણ બની શકે, પણ માનભવ એટલી સહેલાઈથી મળવો શક્ય નથી. (૪) ઘુતઃ
એક રાજ્યસભાના ૧૦૮ સ્તંભો છે. દરેક સ્તંભને ૧૦૮ખૂણા છે. એ રીતે જેટલા ખૂણા થાય એટલી વાર એક પણ વખત હાર્યા વિના, કંઈ પણ ઠગાઈ કે વિદ્યા વગર જુગારમાં જીતવું શક્ય તો નથી જ, છતાં ક્યારેક તે શક્ય બને પણ માનવજન્મ એટલો સહેલો નથી. (૫) રત્ન:
કોઈ એક ધનાઢ્ય વેપારી બહારગામ ગયો. તે દરમ્યાન તેના પુત્રએ કિંમતી રત્નો વેચી ખાધાં. એકની પાસેથી બીજા પાસે એમ કરતાં કરતાં એ રત્નો આખા દેશમાં ફેલાઈ ગયાં. વર્ષો પછી પાછા ફરેલા વેપારીને તેની જાણ થઈ, પરંતુ હવે તે રત્નો કઈ રીતે પાછાં મળે? છતાં કદાચ એવું જેટલી સહેલાઈથી શક્ય બને એટલી સહેલાઈથી માનવજન્મ મળવો શક્ય નથી. (૬) સ્વપ્ન:
મૂળદેવ નામના જુગારીને સ્વપ્ન આવ્યું કે પોતે ચંદ્રને ગળી રહ્યો છે. સ્વપ્નના પ્રભાવે સાતમે દિવસે તેને થોડા સમય માટે રાજ્ય મળ્યું પણ એવું સ્વપ્ન એને પુનઃ આવે અને પુનઃ તેને સાતમે દિવસે રાજ્ય મળે એ શક્ય નથી, છતાં ક્યારેક શક્ય બને પણ માનવ જન્મ મળવો એટલો સહેલો નથી. (૦) ચર્મઃ
એક લાખ યોજન પહોળા સરોવર પર ચામડા જેવી સેવાળ જામી છેઅંદર એક કાચબો સપરિવાર રહે છે. એક દિવસ પવનથી સેવાળમાં છિદ્ર પડ્યું. તે સમયે કાચબો ત્યાં જ હતો. કાચબાને છિદ્રમાંથી ચંદ્ર દેખાયો. તેને પોતાના પરિવારને બતાવવાનું મન થયું. તે પોતાના પરિવારને સરોવરમાંથી શોધીને લાવે છે, તે જ સમયે પવનથી સેવાળનું છિદ્ર પૂરાઈ ગયું. પુનઃ છિદ્ર પડે અને તે વખતે પૂર્ણિમાના ચંદ્રનો ઉદય હોય એ શક્ય નથી તેમ છતાં કોઈક વાર એ શક્ય બને પણ માનવ જન મળવો એટલો સહેલો નથી. (૮) ચક:
અહીં રાધાવેધનું દૃષ્ટાંત છે. રાધા નામની પૂતળીની આંખ નીચે આઠ ચક્રો ઉલટા સૂલટા ફરતાં હોય છે. એ ચકો અમુક રીતે આવે ત્યારે ક્ષણ માત્રને માટે રાધાની આંખ દેખાય. ધનુર્વિદ્યાના . જાણકાર તેલની કઢાઈમાં પ્રતિબિંબ જોઈ ઉપર બાણ એવી રીતે છોડે કે આઠે ચક્રોમાંથી પસાર થઈ રાધાની આખ વીંધે. આવો કુશળ રાધાવેધ બહુજ ગણતરીવાળા અને પૂરેપૂરી ચોક્કસાઈવાળા માણસથી પણ ક્યારેક જ સિદ્ધ થાય પણ માનવ ભવ એથી પણ વધુદુર્લભ છે. (૯) યુગ:
1 બે લાખ યોજન વિસ્તારવાળા વિશાળ સમુદ્રમાં એક કિનારે ગાડાનું ઘૂંસરું અને સામે કિનારે એમાં ભરાવવાનું સમોળ(ઊભું લાકડું, સામિલ) નાખવામાં આવે. એ સમોળ આપોઆપ ખસતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org