________________
૧૯૩
આર્યદેશમાં જન્મ્યા પછી પણ ઉત્તમ કુળ મળવો બહુ જ મુશ્કેલ છે. ઘણા લોકો મનુષ્ય હોવા છતાં દસ્યુ અને મલેચ્છ જેવા નીચ કુળમાં જન્મે છે. નીચકુળમાં પાપ કર્મોની બહુલતા જોવા મળે છે. સંસારમાં કેટલાક જીવો તિર્યંચગતિ જેવું જીવન જીવે છે. મજૂર બની તેઓ ભારે વહન કરે છે. કૂતરાની જેમ હડધૂત થાય છે.
યથાશક્તિ તપ, જપ, ઈન્દ્રિય દમન, દયા, દાનાદિ ઉત્તમ સંસ્કારો હોય તેને ઉત્તમ કુળ કહેવાય છે. આવા કુળમાં જન્મ થવો મહામુશ્કેલ છે.
ઉત્તમકુળ મળી ગયા છતાં લાંબુ આયુષ્ય મળવું મહામુશ્કેલ છે. ત્રીજા, ચોથા આરાના મનુષ્યો ખૂબ લાંબા આયુષ્યવાળા હતા. એમના આયુષ્યની અપેક્ષાએ વર્તમાન આયુષ્ય અતિ અલ્પકાળનું છે. દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છે. કરોડ ઉપાય કર્યા છતાં કાળથી કોઈ બચી શક્યું નથી. લાંબી આવરદા મળવી એ પુણ્યની નિશાની છે પરંતુ તેમાં ધર્મકરણી કરવામાં પ્રમાદ કરનાર વ્યર્થ ગુમાવે છે.
- લાંબુ આયુષ્ય સંભવ છે કે પુણ્યના યોગથી મળ્યું પરંતુ પાંચ ઈન્દ્રિયોની પરિપૂર્ણતા અને નિરોગી કાયા મળવી અત્યંત દુર્લભ છે.
આપણા શરીરમાં પાંચ કરોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર, પાંચસો ચોરાસી (પ,૬૮,૯૯,૫૮૪) રોગો ગુપ્તપણે રહેલાં છે. પાપનો ઉદય થતાં રોગોનો હુમલો થાય છે, જે કાયાનો અવિનાશ કરે છે. વળી, અપંગ, ગાંડા કે વિકલાંગ લોકોનરક કે તિર્યંચ ગતિ જેવું દુઃખ વેઠે છે.
- રોગથી ઘેરાયેલો જીવ અસહ્ય પીડામાં ધર્મ ન કરી શકે. નિરોગી શરીર મળે તો દાન, જપ, તપ, ધ્યાન, સંવર વગેરેમોક્ષકરણી સધાય છે. આમ નિરોગી કાયા કે પંચેન્દ્રિયપણું મળવું કઠીન છે.
કોઈ કોઈ સ્થાને નિરોગી શરીરને બદલે “ધનની જોગવાઈ પણ ગણાવેલ છે. લક્ષ્મીની મહેર હોય અને સંતોષરૂપી ગુણ હોય તો નિશ્ચિતતાથી ધર્મધ્યાન કરી શકાય તેથી લક્ષ્મીની કૃપા થવી પણ દુર્લભ છે.
અગાઉના છ બોલની અનુકૂળતા જીવને અનંતીવાર મળી છતાં કાર્યસિદ્ધિ ન થઈ કારણકે સદ્દગુરુની સંગતિ થવી બહુ જ કઠણ છે. આ જગતમાં પાખંડી, દુરાચારી, સ્વાર્થી, ઢોંગી કુગુરુઓ* ઘણાં છે, જે ભોળા લોકોને ધર્મના નામે છેતરે છે.
સકલતીર્થ'માં કવિ કહે છે:
“અઢીદ્વીપમાં જે અણગાર, અઢારસહસશીલાંગના ઘાર;
પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે ભ્રષ્ટાચાર; . બાહ્ય અત્યંતરતા ઉજમાલ, તે મુનિ વંદુ ગુણ મણિમાલ.”
ભારતીય સંસ્કૃતિએ સાધુતાનો આદર્શ ઊંચો રાખ્યો છે તેથી જ ભારતીય સંસ્કૃતિ તેની સાધુતા વડે હજારો વર્ષથી ટકી શકી છે.
અવંદનીય સાધુઃ જુઓ પરિશિષ્ટ વિભાગ : ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org