________________
૧૮૦
ભવાદન કરતાં આ જીવને પ્રખર પુણ્યથી દશ વસ્તુઓ મળે છે. (૧) મનુષ્ય ભવ (૨) આર્યક્ષેત્ર (૩) ઉત્તમ કુળ (૪) પંચેન્દ્રિય પણું (૫) નિરોગી શરીરે (૬) જૈનધર્મની પ્રાપ્તિ (૮) સદ્ગુરુનો સંગ(૮) જિનવચનનું શ્રવણ (૯) વીતરાગના વચન પર શ્રદ્ધા (૧૦) સંયમમાં પુરુષાર્થ.“ - કવિ બદષભદાસે “સમકિત સાર' રાસની ઢાળઃ ૩માં કડી ૦૯ થી ૯૧ સુધીમાં દશ બોલની દુર્લભતા દર્શાવી છે.
અનંતા અનંત જીવો સિદ્ધ દશાને પામ્યા છે તેમાં ક્યારેક કોઈ એકાદ જીવ જ અપવાદ રહ્યો હશે જેણે લાંબો માર્ગ નહીં કાપ્યો હોય, જેમકે મરૂદેવા માતાનો જીવ અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળી, અનંત ભવ ન કરતાં કેળનો એક જ ભવ કરી બીજા ભવમાં મનુષ્યપણે જન્મી કેવળજ્ઞાન પામ્યા. વળી, કેવળજ્ઞાન પામ્યા પછી અંતમુહૂર્તમાંમોક્ષમાં પહોંચ્યા.
સંસારી જીવોની જીવન યાત્રા ક્રમે ક્રમે આગળ વધે છે. પ્રથમ સર્વ જીવો નિગોદમાં હોય છે. જ્યાં તેમની ચેતના અતિ અલ્પ માત્રામાં જાગૃત હોય છે. તેમની જ્ઞાન શક્તિ સુખ-દુઃખનું વેદન કરી શકે છે પણ વ્યક્ત ન કરી શકે. આપણા એક શ્વાસોશ્વાસ જેટલા કાળમાં નિગોદના જીવો સાડા સત્તર વાર જન્મ-મરણ કરે છે. આ ક્રમ અનંતકાળ સુધી અવિરતપણે ચાલુ રહે છે. એક પળની પણ શાંતિ નથી, “સર્વેનીવવિરૂછન્તિ નીવિડં નમરિબ્લિકું-સર્વ જીવો જીવન ઈચ્છે છે. મરવું કોઈને ગમતું નથી. આ છે પર્યાય લુબ્ધતાનું સચોટ ઉદાહરણ. નિગોદમાં ઘણો કાળ પસાર થયા પછી કોઈ એક જીવનું ભાવમન કિંચિત્ જાગૃત થતાં તેને પુણ્યનો બંધ થાય છે. એ પુણ્યના ધક્કાથી તે જીવ નિગોદમાંથી બહાર આવે છે. તેનું ઉત્થાન પ્રારંભ થાય છે. નિગોદના જીવોને દ્રવ્યમાન નથી પણ ભાવમનની ઉત્તમ કાર્યવાહી આત્મા સુધીની યાત્રાનો પ્રારંભ કરાવે છે.
- નિગોદમાંથી નીકળેલો જીવ સૂક્ષ્મ એકન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, સૌન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય; આ પ્રમાણે એક પછી એક યોનિમાં અનંત દુઃખો ભોગવતો, અકામનિર્જરા કરતો હળુકર્મી બની, પુણ્યરાશિ એકત્રિત થતાં મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરે છે. (ભવભાવના ગ્રંથમાં જીવન ૮૪ લાખ જીવાયોનીની યાત્રાનું વિશદ વર્ણન છે.)
મનુષ્યગતિમાં આવતા પહેલાં જીવને બીજી ત્રણ ગતિમાં અતિશય પરિભ્રમણ કરવું પડે છે. જુગલયિા મનુષ્ય તરીકે એક જ ભવ મળે. કર્મભૂમિના મનુષ્ય તરીકે લગોલગ સાત ભવ મનુષ્યના થાય. ગર્ભજ મનુષ્યનું ઉપજવાનું સ્થાન તીર્ચ્યુલોકમાં માત્ર અઢીદ્વીપ છે. મનુષ્ય પ્રાપ્તિમાં બાધક કારણોઃ ૧)એકેંદ્રિય થી પંચેન્દ્રિય સુધી ભિન્ન પ્રકારવાળી જાતિઓમાં જન્મ. ૨) દેવલોંક, નરક ભૂમિ તેમજ અસુરકારમાં જન્મ. ૩) તિર્યંચગતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયમાં જન્મ. ૪)ભોગ સાધનોની પ્રચુરતાને કારણે સંસારદશાથી અવિરક્તિ. ૫) મનુષ્યતરયોનિમાં સમૂઢતા(બેભાન દશા) તેમજ વેદનાનો સદ્ભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org