________________
૬) મનુષ્યગતિ બાધક કર્મોનો ક્ષય ન થવો.
૭) મનુષ્યાયુ બંધને અનુરૂપ આત્મશુદ્ધિનો અભાવ.
જૈન દર્શન પ્રમાણે જીવની ચાર પ્રકારની ગતિ છે. (૧) મનુષ્ય (૨) તિર્યંચ (૩) દેવતા (૪) નારકી. તેમાં સંખ્યાની દૃષ્ટિએ મનુષ્ય સંખ્યાતા છે. દેવતા અને નારકીના જીવો અસંખ્યતા છે જ્યારે તિર્યંચગતિના જીવો અનંતા છે. જૈનદર્શનના ગણિતાનુયોગ પ્રમાણે એકથી ઓગણત્રીસ આંકડા (એકમ) સુધીની સંખ્યા ‘સંખ્યાતા' કહેવાય છે. ત્રીસથી વધુ કે ચોક્કસ આંકડો મળે નહિ એવી સંખ્યાને ‘અસંખ્યતા' કહેવાય છે. જે સંખ્યાને ગણવાનું ફાવે નહીં અને ગણતાં ક્યારેય પાર આવે નહીં તે ‘અનંતા' કહેવાય છે. મનુષ્યની સંખ્યા ૨૯ આંકડા સુધીની છે.
જ્યાં સુધી મોક્ષગતિ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી ચારે ગતિના જીવો એકગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પરિભ્રમણનો નિયમ છે. ‘દંડક પ્રકરણ’માં ચારે ગતિના જીવોની ગતિ-આગતિ કહી છે.
૧૮૮
માનવ ભવની મહત્તા ઃ
સુખવૈભવ, અવધિજ્ઞાન, દીર્ઘાયુષ્ય, વૈક્રિય શરીર, આકસ્મિક મૃત્યુનો અભાવ આ દૃષ્ટિએ મનુષ્યગતિ કરતાં દેવગતિ ચડિયાતી હોવા છતાં મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્યગતિ જ જોઈએ તેથી દેવો પણ મનુષ્ય ગતિને ઝંખે છે.
મનુષ્યગતિની શ્રેષ્ઠતા દર્શાવતાં ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છેઃ
माणसत्तं भवे मूलं लाभो देवगइ भवे ।
मूलच्छेएण जीवाणं णरगतिरि रक्त्तणं धुवं । ।
અર્થ: મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો એ મૂળધનની રક્ષા છે. દેવત્વ પ્રાપ્ત કરવું એ લાભ સ્વરૂપ છે. અને નરક તથા તિર્યંચગતિમાં જન્મ લેવો એ મૂળધન ખોઈ નાખવા બરાબર છે.
જીવનું પરમ લક્ષ્ય મુક્તિ છે. કેવળજ્ઞાન વિના મોક્ષ નથી. કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ શક્ય છે કારણકે ઘાતીકર્મના ક્ષય વિના કેવળજ્ઞાન ન થાય. ઘાતી કર્મોનો ક્ષય સર્વવિરતિ ધર્મ દ્વારા ફક્ત મનુષ્ય જ કરી શકે. દેવતા અને નારકી અવિરતિ છે. તિર્યંચ ગતિમાં દેશવિરતિ છે પણ સર્વવિરતિ નથી. આ પ્રમાણે કેવળજ્ઞાન માત્ર મનુષ્યને જ છે.
વળી, મનુષ્યના ઔદારિક શરીરમાં વજ્રૠષભનારચ સંઘયણ, કુંડલિની શક્તિ, વગેરે સૂક્ષ્મ શક્તિચક્રો અને ઉત્કૃષ્ટ ચિત્તશક્તિ રહેલી છે, જે કર્મોનો ક્ષય કરવામાં સહાયરૂપ
મૂલાધાર બને છે.
મનુષ્યની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે. તે લાંબા ભૂતકાળનો, પૂર્વના ભવોનો વિચાર કરી, ભૂલોનું પ્રાયશ્ચિત કરી શકે છે. તેવા દોષો ભવિષ્યમાં ન થાય તેની પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે વર્તી શકે છે, સ્વેચ્છાએ ત્યાગ-સંયમ સ્વીકારી શકે છે. સંવર અને નિર્જરા માટે મનુષ્યગતિમાં જ પૂરો અવકાશ છે એટલે દીર્ઘ કાલિકી (સ્મૃતિ, કલ્પના, તર્ક અને દૃષ્ટિવાદોપદેશિકી - દ્વાદશાંગીના જ્ઞાનની) સંજ્ઞા દ્વારા મનુષ્યગતિમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ મનુષ્યભવ પ્રાપ્ત કરવો દુર્લભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org