________________
૧૮૫
પાંચ ઈન્દ્રિયોનો સંયોગ અને ધન પ્રાપ્તિ અત્યંત કઠિન છે. તેનાથી પણ વધુ દુષ્કર છે નિરોગી શરીરની પ્રાપ્તિ થવી. સદ્ગરનો મેળાપ થવો ખૂબજ દુર્લભ છે.
...૨૩૪ જીવાત્માને સૂબસિદ્ધાંત શ્રવણ થવું તેથી પણ વધુ દુષ્કર છે. વળી સદ્ગુરુના વચનો પર શ્રદ્ધા થવી અતિશય દુર્લભ છે. અને કદાચ શ્રદ્ધા થાય તો પણ તે પ્રમાણેનું કાર્ય કરવા માટે પુરુષાર્થ ઉપડવો (સંયમ પ્રાપ્ત થવો) અતિ અતિ દુર્લભ છે.
...૨૩૫ વિવેચન પ્રસ્તુત ત્રિપદીની ઢાળમાં કવિ વ્યવહારરાશિના જીવનું પરિભ્રમણ દર્શાવી દશબોલની દુર્લભતા બતાવે છે.
કડી ૨૨૬માં રોહિણેયકુમાર પરમાત્માને ‘પ્રવહણ-વહાણનું પાટિયું એવી ઉપમા આપે છે. સમદ્રમાં ભયંકર તોફાનમાં તણાતા માનવીને પ્રવહણ-પાટિયું હાથમાં આવતાં તેના સહારે સમદ્ર પાર ઉતરે છે, તેમ જન્મ-મરણરૂપ ભવસમુદ્ર અને વિષય-કષાયનાં તોફાનોની વચ્ચે ગોથા ખાતાં જીવાત્માને જિનેશ્વરદેવરૂપી પ્રવહણ તારનાર છે. - ભારત પ્રસિદ્ધ મહાપંડિત ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં પ્રવેશ્યા ઉગતો શત્રુ અને ઉગતો રોગડામી દેવો જોઈએ' એવી વિચારધારા લઈને આવ્યા હતા. દીવાની આસપાસ પ્રકાશ હોય પણ તેની નીચે અંધારું હોય, તેમ મહાજ્ઞાની ગૌતમના ચિત્તમાં આત્માના અસ્તિત્વ 'વિશે સંશય હતો. ભગવાન મહાવીર સ્વામી દ્વારા નિર્મળ જ્ઞાનના બળે એમની વર્ષો જૂની શંકા દૂર થતાં - ઇન્દ્રભૂતિ ગૌતમના હાથ આપોઆપ જોડાઈ ગયાં. તેમના મુખમાંથી ઉદ્ગારો સરી પડ્યાં, “ભગવન્! મને તમારા ઉરમાં લ્યો. આપના વચનો યથાર્થ છે. આપ મહાજ્ઞાની અને સર્વજ્ઞ છો. આપના શિષ્ય તરીકે મારો અને મારા ૫૦૦ શિષ્યોનો સ્વીકાર કરો.”
- ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીની શંકાઓનું સમાધાન કરતાં કહ્યું, “ઈન્દ્રભૂતિ ગૌતમ! પાંડિત્યનાં જાળાં દૂર કર. સત્યની ખોજ કર. સત્ય અંતરમાં બેઠું છે. એમાં ખોવાઈ જા.” - ભગવાન મહાવીરે પ્રત્યક્ષ, અનુભવ અને અવલોકનથી આત્મતત્વના અસ્તિત્વના પ્રતીતિકર પુરાવા આપ્યા. ઈન્દ્રભૂતિનો જીવ અંગેનો સંશય ધીરે ધીરે દૂર થયો. ઇન્દ્રભૂતિ ગૌતમ માટે ભગવાન મહાવીર ‘પ્રવહણ' સમાન બન્યા. તેવી જ રીતે ભગવાન મહાવીરનું સર્વગ્રાહી જ્ઞાન રોહિણેય કુમાર માટે વૈરાગ્યનું કારણ બન્યું. તેમની સરળ વાણી એના હદયમાં ઊંડે ઊતરી ગઈ.
જિનદેવની વાણીનો પ્રભાવ શ્રી સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિર સ્તોત્ર'માં કહે છે:
स्थाने गंभीरह्रदयोदधिसम्भवायाः। पीयूषतां तव गिरः समुदीरयन्ति ।।
. पीत्वा यतः परमसंमदसंगभाजो। भव्या व्रजन्तितरसाऽप्यजरामरत्वम्।। . અર્થ: હે સ્વામિન! ગંભીર હદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો અમૃતરૂપ કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રોતેન્દ્રિય વડે પાન કરીને ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org