________________
૧૮૪
સૂણ્ય રોહણીઆ કહઇ જિન ભુપો, જીવ સકલનું એહ સરુપો; ફરતો ચોગતિ કુપો.
હો રો. જે જગી જીવ વીવહારિ રાસી, જીવાયોનિ તેણઇ લાખ ચોરાસી; વાર અનંતી વાસી
હો રો... જીવ થયો સહી સુરપતિ સારો, નર્સ તણા દુખ લહયા અસારો; પસૂ થયો કઇ વારો
હો રો... ભમતા જીવ થયો નરનારી, પય કહીઇ મતિ ના વીસારી; રોહણ જુઉં વીચારી
હો રો. ... ભખ્ય અભખ્ય કરઇ, મદિ પીવઇ, પાપ કરઇ નર જયાહા પણિ જાવઇ; પરભાવિ પ્રાણી રીવઇ
હો રો. આ દૂલહો નરનો અવતારો, આરજ ખેત્ર ત્રણ ન લહઇ પારો; . દૂલહું કુલ જે સારો
હો રો.... ૨૩૩ દૂલહો ઇંદ્રી ધન સંયોગો, ફૂલહી કાયા અત્યહઇ નીરોગી; દૂલહો સહઇ ગુરૂ જ્યોગો.
- હો રો... ૨૩૪ દૂલહું સુત્ર તણું જ સુણેવું, દૂલહુ સદગુરુ વચન સધવું; દૂલ કાય કરવું
હો રો... ૨૩૫ અર્થ: ભગવાન મહાવીર સ્વામીએ તેને પ્રતિબોધવા ધર્મકથા કહી રોહિણેયકુમારના જિનવાણી સાંભળતાં રોમરાય પુલકિત બન્યા. તેના પૂર્વકૃત સંચિત પાપકર્મો ક્ષય થવા લાગ્યા. ...૨૨૦
| જિનરાજે મધુર વચને રોહિણેયને સંબોધતાં કહ્યું, “રોહિણેયકુમાર ! તું એકાગ્રતાપૂર્વક સાંભળ. વિશ્વના સર્વ જીવોનું સામાન્ય સ્વરૂપ તને કહું છું. સર્વ જીવો પાપ કર્મના કારણે ચતુર્ગતિ કૂપમાં પરિભ્રમણ કરે છે.
..૨૨૮ જગતમાં જે વ્યવહારરાશિના જીવો છે, તેમની ચોર્યાશી (૮૪) લાખ જીવાયોનિ છે. ત્યાં જીવે અનંતીવાર પડાવ નાંખ્યો છે.
...૨૨૯ ક્યારેક જીવ દેવલોકમાં ઈન્દ્ર (સુરપતિ) ની ઉત્તમ પદવી પામ્યો, તો ક્યારેક તે તિર્યંચ યોનિમાં જન્મી જનાવર (પશુ) થયો.
.૨૩૦ ભવાટવીમાં ભ્રમણ કરતાં તે ક્યારેક સ્ત્રી-પુરુષપણે અવતર્યો પરંતુ ક્યાંય તેણે પોતાના કુસંસ્કારોન છોડ્યાં. હેરોહિણેયકુમાર!આ સાંભળી તું વિચાર કર.
...૨૩૧ જીવે ભક્ષ્ય-અભક્ષ્ય આહાર કર્યો. માંસ-મદિરાનું ભક્ષણ કર્યું. જે ગતિમાં ગયો ત્યાં ત્યાં જીવે પાપકર્મ કર્યા તેથી તેણે પરભવમાં દુઃખ પ્રાપ્ત કર્યા. (તેના ફળ સ્વરૂપે) તે બીજા ભવમાં દુઃખ પામ્યો.
મનુષ્યનો અવતાર પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. આર્યક્ષેત્ર વિના સંસાર સાગર પાર ન કરી શકાય. વળી ઉચ્ચકુળમાં જન્મ થવો પણ દુર્લભ છે.
•..૨૩૩
...૨૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org