________________
૧૮૩
તેના હદયમાં શાંતિની મધુર-મધુર લહેરીઓ લહેરાવા માંડી.
પ્રભુના દેહનું તેજ જોઈ, રોહિણેયકુમાર સ્તબ્ધ થઈ ગયો. તે નાના બાળકની જેમ પરમાત્માના ચરણોમાં બેસી ગયો. પોતાની જાતને સમર્પિત કરતાં તેના હદયના ઉદ્ગારો વાણીરૂપે પ્રગટ થયા. “હે પ્રભુ! હે કરુણાસાગર! આપ અચિંત્ય શક્તિના ધારક છો. જે રીતે તમે મને મરણથી ઉગાર્યો છે તે જ રીતે તમે મને ભવ-ભ્રમણના ફેરામાંથી બચાવો. મને ભવ સમુદ્રમાંથી હાથ ઝાલી બહાર કાઢો. હે દેવાધિદેવ!મારા જેવાપાપાત્માને ઉગારો.”
કોઈ સાધુ કવિએ પણ ગાયું છેઃ “વીતરાગતારા દર્શને આવ્યો છું શુભ ભાવથી, લાવ્યો છું ભક્તિ ભેંટણું, સ્વીકારજો સદ્ભાવથી, ધન્ય ઘડી આ ધન્ય દિને છે, આવ્યો છું તારી કને,
કર જોડી વિનવું વિભુ, તારો પ્રભુ તારો મને.”
રોહિણેયકુમારને પ્રથમ જિનવાણી પ્રત્યેની રુચિ પ્રગટ થઈ. હવે જિનવાણીના ઉદ્ગોધક જિનદેવ(સુદેવ) પ્રત્યે અત્યંત અહોભાવપ્રગટ્યો.
સુદેવનું લક્ષણ વ્યાપક છે. પુરાણ'માં કહ્યા પ્રમાણેઃ निर्ममो नरहङकारो निस्संगो निःपरिग्रहः।
रागद्वेष विनिमुक्तं तं देवं ब्राह्मणा विदुः।।। અર્થ જે મમતા, અહંકાર, સંગ અને પરિગ્રહથી રહિત હોય, રાગ-દ્વેષથી મુક્ત હોય તેને બ્રાહ્મણો દેવ' કહે છે.
આવા ગુણો તેને જ પ્રગટે જેણે તપશ્ચર્યા વડે આત્માને તપાવ્યો છે તથા રાગ-દ્વેષનો ક્ષય કર્યો છે, તેવા પરમ વિભૂતિને જ‘સુદેવ' કહેવાય. આવા સુદેવના દર્શન થવા અત્યંત દુર્લભ છે.
દુહા : ૧૩. . મુઝ બુઝંતો રાખીઇ, તું તો પ્રવહણ સમાન્ય; વીર દીઇ ત્યાહા દેસના, સૂણતો સુધઇ ધ્યાન
.. ૨૨૬ અર્થ: હે અરિહંત પ્રભુ! તમે મધદરિયે ભયંકર તોફાનમાં ફસાયેલા મનુષ્યને ઉગારનારા વહાણ સમાન છો. મને ભવસાગરમાંથી બૂડતાં ઉગારો.” તે સમયે ભગવાન મહાવીર સ્વામીએ (તેની ભવિતવ્યતા જોઈ) દેશના-ઉપદેશ આપ્યો. રોહિણેયકુમાર (અત્યંત ઉત્કંઠાથી) શુદ્ધભાવે ધ્યાનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરવા લાગ્યો.
..૨૨૬ ઢાલ ઃ ૧૨ દસ બોલની દુર્લભતા.
| (દેશી ત્રપદીનો) વીર કહઇ ત્યાહા ધરમ કથાઇ, સૂણતા ઉલટ અંગ્ય ન માઇ; પૂરવ પાત્યગ જાઇ, હો રોહણ... આંચલી
... ૨૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org