________________
૧૮૨
પતિત, સકૃબંધક, દૂરભવ્ય અને અભિવ્ય જીવોને જિનાજ્ઞા દ્રવ્યથી હોય છે, ભાવથી ન હોય. . '
બાળકને ઊંઘાડવા માટે માતા કથા કહે છે. તે સ્થિતિમાં બાળક કથાનો આસ્વાદ માણ. નથી ફક્ત ઊંઘ લાવવા કથા સાંભળે છે; તેમ અચરમાવર્ત કાળમાં જીવાત્મા જિનવાણીનું શ્રવણ ફક્ત કન્દ્રિયના રસિક બની સાંભળે પરંતુ તેમાં શ્રવણ, ગ્રહણ, ધારણા આદિ ન હોય. તે ફક્ત ઓઘસંજ્ઞાએ જિનવાણીનું શ્રવણ કરે છે.
ભલે, રોહિણેય કુમારે ઓઘસંજ્ઞાએ જિનવાણીનું શ્રવણ કર્યું પરંતુ ત્યાર પછી તે શબ્દોને ભૂલવાના પ્રયત્નો કરવાની મથામણમાં તે શબ્દો ધારણારૂપે પરિણમ્યા. ધારણામાં પહોંચેલા શબ્દો ઘણા સમય પછી પણ નિમિત્ત મળતાં સ્મૃતિમાન થાય છે.
ચરમાવર્તકાળનું મુખ્ય લક્ષણ છે મુક્તિનો અહેષ. સંસારનો સાચો વૈરાગી કદાગ્રહરહિત જીવ તે અપુનર્ભધક; મુક્તિની સાચી જિજ્ઞાસા તે ચરમ યથાપ્રવૃત્તિકરણ; મોક્ષને આંશિકપણે ઓળખે એટલે યોગવંચકપણું; મુક્તિનો સાચો રાગ પ્રગટે એટલે બોધિબીજ. આ બધી ઉત્તરોત્તર વૃદ્ધિગત ભૂમિકાઓ છે. રાસનાયક ચરાચર્યકાળનો જીવાત્મા છે.
અનોખી અનુભૂતિ માણી રહેલા રોહિણેયકુમારનું હદય દ્રવી ઉઠ્યું. ઘડીભર પહેલાં જ્યાં વેરની તાતી તલવારો વીંઝાતી હતી, રાજગૃહીના પ્રજાજનોને પોતાની ધાકથી આતંકિત કરતો હતો, રાજસેવકોને હાથતાળી આપી વિજળી વેગે ચાલી જનારા રોહિણેયકુમારમાં પળભરમાં અણધારી હૈયાપલટ થઈ. સાત્વિકતાએ શૈતાનિયતતાને દબાવી દીધી. તેની વેરની આગ ઠરવા લાગી. દ્વેષના દાવાનળે વિદાય લીધી. તેની આંખની પાંપણ પાછળ પશ્ચાતાપનો અષાઢી વાદળ ઝળુભાઈ રહ્યો હતો. પળવારમાં જ એ વાદળ ચોધારે વરસવા લાગ્યા.
એ અશ્રુવર્ષાથી એના અંતરની આગ શમી ગઈ. રોહિણેયકુમારને પોતાના પાપકર્મો પ્રત્યે. ધિક્કાર વછૂટ્યો. તેમનોમન પોતાના દુષ્કૃત્યની ગહ કરવા લાગ્યો.
ચરમાવર્તકાળમાં આવેલો જીવ દુષ્કૃત્યની ગહ, સુકૃત્યોની અનુમોદન અને અરિહંતાદિના શરણથી તથા ભવ્યતાનો પરિપાક કરવા વડે મોક્ષની નિકટ જઈ શકે છે. ચરમાવર્તકાળમાં પણ ભારે કર્મીને શાસન મળતું નથી. કર્મલઘુતાથી, શુભ, પુષ્ટનિમિત્ત મળે છે. દેવ-ગુરુના ઉપદેશને ઝીલ્યા પછી જીવ પુરુષાર્થને યોગ્ય બને છે.
રોહિણેયકુમારને પોતાને મળેલી શક્તિનો અવળે માર્ગે કરેલો દુરુપયોગ ખટકવા લાગ્યો. તેને અભયકુમારના વચનો યાદ આવ્યા. પોતાની શક્તિનો સદુપયોગ શી રીતે કરું?' તેના મગજમાં વિજળીની જેમ ઝબકારો થયો. તેને પરમાત્મા યાદ આવ્યા.
તે સમવસરણ તરફ દોડ્યો. એના મનમાં દર્શનની ઉત્સુકતા જાગી. સાવ ટૂંકો માર્ગ પણ તેને આજે અતિ લાંબો જણાયો. રોહિણેયકુમાર પ્રભુ મહાવીર પાસે આવ્યો. તેનો જન્મ જન્માંતરના યોગનો પરિપાક થયો. પ્રભુદર્શનની ઝંખના પૂરી થયાનો હર્ષાવેશ અનુભવી રહ્યો. તે પ્રભુની વધુ નજીક આવ્યો. પ્રભુનાં કરુણાભીનાં નયનો સાથે રોહિણેયકુમારની આંખો મળી. આંખો મળતાં જ એકાએક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org