________________
૧૮૧
‘તત્ત્વ જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુ બોધ;
તો પામે સમકિતને વર્તે અંતર શોધ.” સદ્ગુરુની દેશનાથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. વાચક ઉમાસ્વાતિજી કહે છે: તાર્થ શ્રદ્ધાના સભ્યર્શનના - અર્થાત્ તત્વ શ્રદ્ધા એ જ સમ્યગદર્શન છે.
૧૧ સદીમાં આચાર્ય માનતુંગસૂરીશ્વરજીએ સમ્યક્દર્શનનું કારણ જિનોપદેશનો મહિમા દર્શાવતું લોકપ્રિય ધર્મસ્તોત્ર ભક્તામર સ્તોત્ર'માં કહ્યું છેઃ
आस्तांतवस्त वनमस्त समस्त दोष। तवत्संकथापिजगतांदुरितानि हति।। दूरे सहसकिरणःगुरुते प्रभव।
पद्माकरे सुजल जानि विकास भांति।।९।। અર્થ: જે રીતે અરુણોદયના સમયે સહસરશ્મિ સૂર્ય બહુ દૂર હોવા છતાં એનાં કોમળ કિરણોના પ્રકાશનો સ્પર્શ જ સરોવરમાં મૂરઝાયેલા કમળોને વિકસિત કરી દે છે, તેમ હે જિનેશ્વર દેવ! સમસ્ત પાપોનો નાશ કરવાવાળી આપની દેશના વિશે તો કહેવું જ શું? (શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાનની દેશનાને સમર્પિત થયેલ જીવાત્મા પોતાના પાપોનો નાશ કરી અવશ્ય ભગવાન બને છે.)
સમ્યગદર્શનનું એક કારણ જિનદર્શન અને જિનભક્તિ છે.
રોહિણેયકુમારનું અંતર વલોપાત કરવા લાગ્યું. “પિતાજીએ મને મોહવશ અમૃત તુલ્ય જિનવાણીના શ્રવણથી દૂર રાખ્યો, પરંતુ તે યોગ્ય ન થયું. જેનાથી હું દૂર રહ્યો તે જ જિનવાણીએ મને આજે જીવતદાન આપ્યુ છે. હું આગમવાણીથી વંચિત રહ્યો તેમાં મારી જ ભૂલ છે.'
રોહિણેયકુમારની દષ્ટિ પરથી અંધકારનો ઓછાયો દૂર થયો. ત્વમેવ સર્વાં નીસંવં, ને નિહિં પ્રવેદ્ય નો નાદ તેના અંતઃકરણમાં ગુંજવા લાગ્યો. જિનવચનની ઉપાદેયતાથી વિપરીત માન્યતાનું ખંડન થયું. આત્મા પર છવાયેલું મિથ્યાત્વનું સામ્રાજ્ય નાશ પામ્યું. જેમ પ્રકાશ આવતાં અંધકાર આપોઆપ દૂર થાય છે તેમ મિથ્યાત્વની ગાંઠતૂટતાં સમ્યબોધ(સમકિત) થયો.
“એક છે રાગ તુજ ઉપરે, તે મુજ સુરતરુકંદ;
નવિ ગણું તુજ વિણ અવરને, જો મિલે સુરનર વૃંદ.” અર્થ “હે પ્રભુ! હવે માત્ર તારા ઉપર જ રાગ છે. એ જ મારા માટે કલ્પવૃક્ષનું બીજ છે. દેવો અને માનવોના ટોળે ટોળા આવે તો પણ તારા સિવાય હું કોઈને ગણકારવાનો નથી.” રોહિણેયકુમારના આત્મપ્રદેશ અંતરનાદ ગુંજી ઉઠયો. આ છે સમ્યકત્વની ઝળહળતી પરિણતિ!
પરમાત્મા પ્રત્યેની અખંડ અને અવિહડ ભક્તિ શ્રદ્ધાને પ્રગટાવવામાં સહાયભૂત થઈ. તેનું હદય અગમ્ય ભાવોથી પુલકિત થયું. “સિંહનો સિંહ' આળસ મરડી ઊભો થયો. મિથ્યાત્વએ હાર કબૂલ કરી. આથમેલો સૂર્ય પુનઃ ઉગી નીકળ્યો!
| તીર્થકર પ્રત્યે બહુમાન થયા વિના તેમની આજ્ઞા(વચન) પ્રત્યે બહુમાન ન થાય. અભિન્ન ગ્રંથિ જીવને જિજ્ઞાસા પ્રત્યે બહુમાન ન હોય. ગ્રંથિ સ્થાને આવેલા અપુનર્બધક, માગભિમુખ, માર્ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org