________________
૧o૯
અબાધાકાળ' હોય છે. દા.ત. મોહનીય કર્મની સ્થિતિ ૦૦ ક્રોડાકોડી સાગરોપમની છે તો તેનો ઉત્કૃષ્ટ અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. (૪) ઉદય ઃ અબાધાકાળ પૂર્ણ થતાં જે કર્મ ફળ આપવા માંડે છે, તેનો અનુભવ થાય છે; તે ઉદય છે. (૫) ઉદીરણા : નિશ્ચિત સમય પહેલાં કર્મનું ઉદયમાં લાવવું તેને ઉદીરણા કહે છે આત્માના પ્રયત્ન વિશેષથી કર્મપુદ્ગલોને નિયત સમય પહેલાં ફળ આપવા સન્મુખ બનાવે તે ઉદીરણા છે. (૬) ઉપશમન : કર્મો સત્તામાં હોવા છતાં પણ આત્માના પ્રયત્ન વિશેષથી ઉદયમાં ન આવી શકે તેવાં નિર્બળ બનાવી દેવાં તે ઉપશમન છે. જેવી રીતે અંગારાને રાખથી ઢાંકી દેતાં તે પોતાનું કાર્ય ન કરી શકે પરંતુ જેવી રાખ દૂર કરવામાં આવે કે તરત જ અંગારા દઝાડવા, બાળવા લાગે છે. તે જ પ્રમાણે ઉપશમભાવ દૂર થતાં જ કષાયો ઉદયમાં આવી પોતાનું ફળ બતાવે છે.
આ અવસ્થામાં ઉદ્વર્તન, અપવર્તન અને સંક્રમણની સંભાવના છે, પરંતુ ઉદય અને ઉદીરણાનો સંભવ નથી. ઉપશમન માત્ર દર્શનમોહનીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મનો જ થાય છે. (૦) ઉદ્વર્તન (ઉત્કર્ષ) : આત્માના પ્રયત્ન વિશેષથી બંધાયેલી કર્મની સ્થિતિ, પ્રદેશ, અનુભાગ (રસ)ને વધારવા તે ઉદ્વર્તન છે. (૮) અપવર્તન (અપકર્ષ): આત્માના પ્રયત્ન વિશેષથી બંધાયેલી કર્મની સ્થિતિ, પ્રદેશ અને રસને ઘડાડવા તે અપવર્તન છે. (૯) સંક્રમણ આત્માના પ્રયત્ન વિશેષથી સત્તામાં પડેલી કર્મ પ્રકૃતિનું અન્ય સજાતીય કર્મ પ્રકૃતિમાં પરિવર્તિત થવાની પ્રક્રિયા તે સંક્રમણ છે. દા.ત. શાતા વેદનીયનું અશાતા વેદનીયમાં ફેરવાઈ જવું. સંક્રમણમાં એવી વિશેષતા છે કે મૂળ પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી. દા.ત. જ્ઞાનાવરણીય કર્મનું દર્શનાવરણીય કર્મમાં સંક્રમણ ન થાય. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિમાં સંક્રમણ ન થાય. દર્શન મોહનીયનું ચારિત્ર મોહનીયમાં સંક્રમણ થતું નથી. જ્યારે દર્શન મોહનીયના ભેદોમાં તથા ચારિત્રા મોહનીયના ભેદોમાં પરસ્પર સંક્રમણ થાય છે. (૧૦) નિધત્ત ઃ જે કર્મની ઉદીરણા અને સંક્રમણ ન થઈ શકે પરંતુ ઉદ્વર્તન અને અપવર્તનની સંભાવના હોય તે કર્મ નિધન છે. ૧૧) નિકાચિતઃ જેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ અને ઉદીરણા આ ચારે અવસ્થાનો અભાવ હોય. ડેનિકાચિત છે. આત્માએ જે રીતે કર્મ બાંધ્યા હોય તે જ રીતે ભોગવ્યા વિના નિર્જરા થતી નથી અર્થાત્ જેના વિપાકને અવશ્ય ભોગવવો જ પડે છે તે કર્મનિકાચિત છે. કર્મબંધની અવસ્થા
| કર્મ બાંધતી વખતે તેમાં રસ અને સ્થિતિની તારતમ્યતા દર્શાવવા કર્મબંધની ચાર અવસ્થા દર્શાવી છે. (૧) સૃષ્ટ(૨) બદ્ધ (૩) નિધત્ત (૪) નિકાચિત. ૧) જેમ વિખરાયેલી સોયોને સરળતાથી ભેગી કરી અલગ કરી શકાય છે. એ જ રીતે જે કર્મ આત્મા સાથે સ્પષ્ટ છે તે પ્રતિક્રમણ, આલોચના, નિંદા આદિ અા પ્રયત્નથી આત્માથી અલગ થઈ શકે તે કૃષ્ટ કહે છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org