________________
૧oo
અર્થ: જો તમે મોહ વિજયરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરી ઉત્તમ સ્થાન એવા સિદ્ધપુરમાં જવા અને અક્ષયસુખનો અનુભવ કરવા ઈચ્છતા હો તો સમ્યગદર્શનરૂપી શ્રેષ્ઠ રથમાં બેસો. જે ભૃત અને ચારિવ્યરૂપી બે બળદોથી યુક્ત છે. છ આવશ્યક દાન આદિ પાથેય સહિત અને નિશ્ચય-વ્યવહારરૂપી બે ચક્રવાળો છે. આ દર્શનરૂપી રથ મનુષ્યને મોક્ષપુરીમાં અવશ્ય લઈ જઈ મહાન ઋદ્ધિનો સ્વામી બનાવે છે.
સમ્યગદર્શનની સુરક્ષા જિનવાણીના શ્રવણ અને સદ્ધર્મના આચરણથી થાય છે. મગધપતિ શ્રેણિકનો રાજપુત્ર નંદિષેણ, જેણે પરમાત્મા મહાવીરની દેશના સાંભળી વૈરાગ્ય થતાં દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી વેશ્યાને ત્યાં ભૂલથી ગોચરી માટે આવી ચડયા. વેશ્યાને ધર્મલાભ કહ્યો. વેયાએ અર્થલાભ માંગ્યો. અહંકારમાં આવી નંદિષેણે સંકલ્પ કરીને તણખલું તોડ્યું. તપોલબ્ધિથી સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ નિકટસ્થ ક્ષેત્રપાલ દેવની સહાયથી) થઈ. વેશ્યાએ તેનો ભોગ કરવા આગ્રહભરી પ્રાર્થના કરી. પતનની મારી નિયતિ છે', એવું સમજી નંદિષેણે મહાત્માનો વેષ ઉતારી નાંખ્યો પરંતુ નિત્ય સવારે સાધુવેષની ઉપાધિને વંદન કરી તે ચોધાર આંસુએ રડતાં હતાં.
નંદિષેણ મુનિ દસ પૂર્વધર અને દેશનાલબ્ધિના ધારક હતા. વેશ્યાને ત્યાં રોજ સવારે ઘર ની બહાર ખાટલો નાંખીને રાહદારીઓને એવો વૈરાગ્ય સભર દેશના આપતા કે તેમાંથી ઓછામાં ઓછા દસ આત્માઓને પ્રતિબોધિ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષાર્થે મોકલતા. બાર બાર વર્ષની ઘોર તપશ્ચર્યા પછી નિકાચિત ચારિત્રમોહનીય કર્મનું પાપ તૂટયું.
કર્મની તાકાત પણ અપ્રતીમ છે. જ્યાં સુધી કર્મ અબાધાકાળમાં છે ત્યાં સુધી આત્માએ પૂરા શૌર્ય સાથે તેનો ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઉદયમાં આવેલા કર્મને સમભાવથી ભોગવવું તે શ્રેયસ્કર છે, અન્યથા નવું કર્મ બંધાય છે. તે કર્મ ઉદયમાં આવતાં જીવાત્માનું પારાવાર અહિત કરે છે.
* કર્મગ્રંથ'ની બીજી ગાથામાં મોદકના દષ્ટાંત સાથે મુનિ દેવચંદ્રજીએ કર્મબંધના ચાર સ્વરૂપ કહ્યાં છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ: (૧)પ્રકૃતિબંધ?
આત્માના જ્ઞાનાદિ ગુણોને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિ આપવાની શક્તિ (સ્વભાવ) ઉત્પન્ન થાય તેને પ્રકૃતિબંધ કહેવાય. દા.ત. સૂંઠ, મરી વગેરે વાયુનાશક દ્રવ્યથી બનાવેલાં લાડુનો સ્વભાવ વાયુને શાંત કરવાનો છે, તેમ જ્ઞાન, જ્ઞાનીની આશાતના કરવાથી જ્ઞાનગુણને ઢાંકવાનો સ્વભાવ ઉત્પન્ન થાય તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. પ્રકૃતિ બંધનું કારણ યોગ (મન, વચન, કાયાની પ્રવૃત્તિ) છે. શુભ યોગથી પુણ્ય અને અશુભ યોગથી પાપપ્રકૃતિ બંધાય છે.
(૨) રિતિબંધ
તે સ્વભાવ અમુક સમય સુધી કર્મદલિરૂપે આત્મા સાથે ટકી રહેશે તેનો તે જ સમયે નિર્ણય થાય છે. તેને સ્થિતિ કહે છે. દા.ત. ચુરમાના લાડુ એક-બે દિવસ, ગુંદરનો લાડુ અઠવાડિયા સુધી, સૂંઠનો લાડુ પંદર દિવસ સુધી રહે છે, તેમ નામ-ગોત્ર કર્મનાં પુદ્ગલો વધુમાં વધુ ૨૦ ક્રોડાકોડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org