________________
૧૦૬
.
.
૪
પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય ૧૨૫ ગાથાના સ્તવનમાં કહે છે:
ભાવસ્તવ જેહથી પામી જે દ્રવ્યસ્તવ એ તેણે કહી છે; દ્રવ્ય શબ્દ છે કારણ વાચી, ભ્રમે ન ભૂલો કર્મ નિકાચી.”
દ્રવ્ય સ્તવ ભાવ સ્તવનું કારણ બને છે. અનંતાનંત કાળની બહિર્ભાવની રમતોની આત્મ પર પટેલી ચોળમજીઠ રંગી અસરો ભૂંસવવાનું કાર્ય જિનવાણી સિવાય કોણ કરી શકે? જિનવાણીનું મંથન કરી, જ્ઞાનનો અગ્નિ ધખાવનાર સાધક અંધકારને ચીરી મોક્ષમાર્ગનો પ્રકાશ મેળવે છે. આવો સાધક સંસારરૂપી ભવ અટવીમાં ક્યાંય ભૂલો પડતો નથી. તેથી જ કહ્યું છે:
जहा सुइ ससुत्ता पडियाविन विणस्सइ।
तहाजीवे ससुत्ता संसारे न विणस्सइ।। અર્થ : જેમ દોરો પરોવેલી સોય, પડી જવાથી ખોવાઈ હોય તો પણ તે સહેલાઈથી જડી જાય છે, તેમ સમ્યગશ્રુતજ્ઞાનરૂપી દોરાથી પરોવાયેલો જીવ સંસારમાં ખોવાઈ જતો નથી.
શ્રી ધર્મદાસ ગણિવર ઉપદેશમાલા ગ્રંથ'માં દેશના (જિનવાણી)નું મહત્ત્વ દષ્ટાંત સહિત સમજાવે છે.
"दस दस दिवसे दिवसेधम्म बोहेइ अहव अहिअयरो।
इअनंदिसेणसत्ती तहविय से संजमविवत्ति ।। અર્થ : પ્રત્યેક દિવસે દસ કે તેથી વધુ આત્માઓને પ્રતિબોધ પમાડી સંયમ માર્ગે મોકલે તેવી નંદિષેણના આત્મામાં જબરી દેશનાશક્તિ હતી. ભલે તેઓ(નિકાચિત કર્મના ઉદયથી) ચારિત્રથી પતિત થયા, પરંતુ દેશના શક્તિના કારણે શ્રદ્ધાથી ચલિત ન થયા.
| દર્શન(શ્રદ્ધા)થી ભ્રષ્ટ આત્મા વાસ્તવમાં ભ્રષ્ટ અને સર્વથા પતિત છે. એવું ભક્ત પરિણા' ગ્રંથની ૬૫,૬૬ ગાથામાં કહ્યું છે.
સંબોધ સત્તરિ'માં શ્રદ્ધાનો મહિમા બતાવતાં કહ્યું છેઃ
दसण भट्ठो भट्ठो, दंसण भट्ठस्स नत्थि निव्वाणं।
सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति।। અર્થ દર્શન = સખ્યત્વ(શ્રદ્ધા). શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા સર્વથા ભ્રષ્ટ કહેવાય છે કારણકે શ્રદ્ધા ભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. આચરણ(ચારિત્ર) ભ્રષ્ટ સિદ્ધપદ પામી શકે પણ શ્રદ્ધારહિત જીવો સિદ્ધ પદપામી શકતા નથી.
આચરણ ભ્રષ્ટપણ જિનોપદેશથી પુનઃ ધર્મમાં સ્થિર થઈ શકે છે. મુનિ સુંદરસૂરિ ઉપદેશરત્નાકર'માં ભવ્યજીવોને ઉપદેશતાં કહે છે?
लहिऊण मोहजयसिरि, मिच्छह जई सिद्धि पुरवरे गंतुं। अक्खयसुहमणुभविउंता वरदंसण रहं भयह।।१।। सुअचरण वसहजुत्तो आवस्सग दाणमाइपत्थयणो। निच्छयववहारचक्को दंसणरहुनेइ जणु रिद्धिं ।।२।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org