________________
૧૦૦
ભંડાર રહેલો છે તેનું જીવાત્માને માર્ગદર્શન આપી જ્ઞાન કરાવે છે.
શ્રી રાયપસેણિય સૂત્ર અનુસાર પરમ અધર્મી, નાસ્તિક અને તર્ક કરવામાં પ્રવીણ એક પ્રદેશી રાજાને કેશી શ્રમણના સત્સંગથી વિવેક જ્ઞાન ઉત્પન્ન થતાં બોધ થયો.
બંધક સંન્યાસીના ૫૦૦ શિષ્યો, અર્જુન માળી, દઢપ્રહારી, ચિલાતિપુત્ર જેવા અને આત્માઓ સત્સંગથી પ્રબુદ્ધ થયા.
આ જગતમાં જ્ઞાનદાતા ગુરુનો ઉપકાર અવર્ણનીય છે. ઉપદેશમાલા' ગ્રંથમાં કહ્યું છે
"सयलमि वि जीवलोए तेण इह घोसिओ अमाघाओ।
इक्कं पिजो दुहत्तं सत्तं बोहेइ जिणवयणे।। અર્થ: આ વિશ્વમાં જ્ઞાનદાતા ગુરુ એક પણ સંસારી જીવને જિનવચન અત્યંત ઉપાદેય છે, એનું સમજાવી તેને સાધુ બનાવે છે. તે ગુરુ ચૌદ રાજલોકમાં અમારિ (અમાઘાત)ની ઘોષણા કરે છે. (સાધુ બનેલો જીવાત્મા છ કાયનો પ્રતિપાલક હોવાથી ચૌદ રાજલૌકના સર્વ જીવોની હિંસા છોડે છે, તેથી પ્રતિબોધપમાડનાર ગુરુને તમામ જીવોના‘અમારિ’નો લાભ મળે છે.)
સિદ્ધિ મેળવવામાં સંસાર તારક ગુરુ મુખ્ય છે. ગુરુદત્ત શ્રુતનો વિનય કરવો એ ગુરુનો વિનય છે.
અવનામિની અને ઉન્નામિની વિદ્યા મેળવવા મહારાજા શ્રેણિકે એક ચાંડાલનો ઉત્કૃષ્ટ વિનય કર્યો. તેને સિંહાસન પર બેસાડી પોતે ધરતી પર ઊભા રહી વિદ્યા શીખ્યા!
લૌકિક વિદ્યા સંપાદન કરવા જેમ ગુરુનો ઉત્તમ પ્રકારે વિનય કરવો પડે તેમ લોકોત્તર વિધા (સમ્યગદર્શન) પ્રાપ્ત કરવા સદ્ગુરુનો અનન્ય વિનય કરવો જોઈએ. સમયગદર્શન અપાવનાર ગુરુનો ઉપકાર અવર્ણનીય છે, એવું શ્રી ઉપદેશમાલા' ગ્રંથમાં કહે છે?
“सम्मत्त दायगाणंदुप्पडियारं भवेसुबहुए।
सव्वगुणमेलियाहि वि उवयार सहस्सकोडिहिं ।।२६९।। અર્થ: ગુરુ પર શિષ્ય ઘણા ભવોમાં દોડો ઉપકાર કરે, ગુરુએ કરેલ સર્વ ઉપકારોની સામે સમ્યક્ત્વના દાતા ગુરુનો ઉપકાર વાળવો અતિ મુશ્કેલ છે.
એક ક્ષણ પણ જીવાત્માને સમ્યગદર્શનની સ્પર્શના થઈ જાય તો તે જીવનો અનંતાનંત ભવોનો સંસાર મર્યાદિત બને છે.
ભગવાન મહાવીરે કટુવચન બોલવાવાળ ગૌતમને, અવિનીત ગોશાલકને તથા મહાવિષધર ચંડકૌશિકને સમ્યકત્વ રત્ન પ્રદાન કરી નિહાલ કર્યા. ચંદનબાળા જેવી મહાસતીજીને ૩૬૦૦૦ સાધ્વીજીઓના અગ્રયણી બનાવી પ્રમુખ સ્થાન આપ્યું.
શ્રદ્ધા એ જીવનની કરોડરજુ છે. કરોડરજ્જુ વિના શરીર ગતિમાન ન થાય, તેમ શ્રદ્ધા વિના જીવ અધ્યાત્મના માર્ગે ગતિમાન ન થાય. શ્રદ્ધાવાન અટલ વિશ્વાસથી લક્ષ્યની પ્રાપ્તિ કરે છે.
મિથ્યાત્વ દશાની તળેટી છોડી મોક્ષરૂપી શિખરને સર કરવા ગુરૂપી સીડીની જરૂર છે. સદગુરુ મોક્ષમાર્ગની અભિમુખતા લાવવા દ્વારા મોક્ષ સાથે સંયોગ કરાવે છે. તેઓ તિન્નાનું તારયાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org