________________
૧૬૯
“જેણે દીઠું હશેગામ, પહોંચાડશે તે ધામ;
કરી દેશે બધું કામ, શાને આવડવું આમ”
શિવધામ પહોંચવાના માર્ગના જાણકાર સશુરુ રૂપી ભોમિયા વડે જીવરૂપી મુસાફર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે. કુગરનો સંગ૮૪ લાખ યોનિમાં દડાની જેમ અથડાવે છે.
“આ અપાર ભવમાં સાધ્ય વિનાના, રોગતણું વૈદું કરવા તત્ત્વજ્ઞાનના વૈદ વિવેકી, સમય જાણની કરપરવા..આ.”
કોઈ અનુભવી, સમયજ્ઞ અને ઉત્સાદ ભાવવૈદ્ય મળે તો જ સ્વનો પરિચય થાય. ભવરોગના રાજરોગને મટાડનારું અકસીર ઔષધ છે- સ્વની ઓળખ.
રાજરોગથી પણ ભયંકર, દીર્ઘકાળના ભવરોગને પારખનારા સદ્ગુરુ છે, જે સ્વની ઓળખ કરાવે છે. તસ્મસ મો ગુરુ વિધ્ધ સેવા- અર્થાત્ સદ્ગુરુ અને અનુભવ પુરુષની (સેવા) આશાનો સ્વીકાર કરનાર અવશ્ય સ્વ સાથે તન્મયતા કરી શકે છે.
સંત ભવ સાગરેદીપદાંડી સમા, જીવન નૌકા તણા ધ્રુવ તારા. સંત ચેતનભર્યાતીર્થક્ષેત્રો મહા, પુલ તે પાર ઉતારનારા.”
ભવસાગરમાં સદ્દગુરુ દીવાદાંડી અને ખેવટિયા સમાન છે. તેઓ તીર્થ સમાન પવિત્ર છે. તેમના સંગથી જીવાત્માભવ સાગર પાર કરે છે. સગુનાલક્ષણ : - સદ્ગરના લક્ષણ દર્શાવતાં શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહે છે
“આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ;
અપૂર્વવાણી પરમબ્રુત સદ્ગુરુલક્ષણ યોગ્ય” (સ્વાધ્યાય સંચય પૃ.૪૩) અર્થ : આત્મજ્ઞાની, સમતા રસમાં, ઝીલતા બહુસૂત્રી સંતો જ સાચા સંત છે.
ગંગા સતીએ બ્રહ્મજ્ઞાનીનાં લક્ષણો કહ્યાં છેઃ . “મેરૂ તો ડગે પણ જેનાં મન નવડગે, મરને ભાંગી પડેરે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોયે વણસે નાંહીને, સોઈ હરિજનનાં પરમાણજી, હરખને શોકની જેને નાવે હેડકી, ને આઠે પહોરે રેવે આનંદજી; નિત્ય ઝીલે રે સત્સંગમાં નેરે,તોડે મોહમાયા કેરા ફંદરે.”
આત્માનુભૂતિના આનંદને હાલતા સંતો જ સાચા મહાત્મા કહેવાય છે. તેમની છત્રછાયામાં રહેનાર અલખની ઓળખાણ કરી શકે છે.
તેવા આત્મજ્ઞાની ગુરુની મહત્તા દર્શાવતાં અવધૂતયોગી શ્રી આનંદઘનજી મ. કહે છે: “પ્રવચન અંજન જો સગુરુકરે, દેખે પરમ નિધાન હો જિનજી; હૃદય નયન નિહાળે જગધણી, મહિમામેરૂસમાન હોજિનજી”(સ્વાધ્યાય સંચય પૃ.૨૬૫)
સદ્ગુરુ આપ્તની વાણી દ્વારા દિવ્ય દષ્ટિનું અંજન આજે છે. આ અંજન બળવાન મિથ્યાત્વનો અંધકાર દૂર કરાવી શ્રદ્ધા (સમ્યકત્વ)નો પ્રકાશ કરાવે છે. પોતાની પાસે જ અતુલ સુખનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org