________________
૧૬૮
સદ્ગુરુનો મહિમા
શ્રીમદ્રાજચંદ્રજી આત્મસિદ્ધિ શાસ્ત્રની કડી ૧૧માં કહે છેઃ
“પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મ વિચાર'' (સ્વાધ્યાય સંચય : પૃ.૪૩)
જિનેશ્વરનો માર્ગ ઉત્તમ હોવા છતાં માર્ગ બતાવનાર ગુરૂપ્રથમ સ્થાને છે તેથી તેમનો પ્રત્યા ઉપકાર છે, પછી જિનેશ્વરનો માર્ગ છે. નવકાર મહામંત્રમાં પણ પ્રથમનમોઝરિહંતાણં પછી નમો સિદ્ધા
દરેક પંથમાં ગુરુને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. સંત કબીરે ગુરુ પદને ભગવાનથી પ્રથમ દર્શાવેલ છેઃ
“ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગૂપાય;
બલિહારી ગુરુદેવ કી, ગોવિંદ દિયો બતાય.”
જેમ મોટી મોટી કંપનીઓના ઉત્પાદનનો વિજય પ્રતિનિધિઓ દ્વારા થાય છે, તેમ અહંતજિનધર્મના એજન્ટ, સેલ્સમેન કે રિએજેન્ટેટિવ સદ્ગ(નિર્ચથ) છે. .
શ્રીમદ્રાજચંદ્રજીઓ મૂળ માર્ગરહસ્ય’ સ્તવનની છઠ્ઠી કડીમાં કહ્યું છે:
છે દેહાદિથી ભિન્ન આભારે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગર ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ”(સ્વાધ્યાય સંચય પૃ.૩૦)
ભેદજ્ઞાન પણ ગુરુના માધ્યમથી થાય છે. ગુરુના આધાર વિના માનદિક હઠીલા શત્રુઓને તગડી શકાય નહીં.
“માનાદિકશત્રુ મહા, નિજ જીંદેન મરાય;
જાતા સદ્ગુરુશરણમાં, અલ્પપ્રયાસે જાય.(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ક.૧૮) તેમાં પૂર્વે પણ કહ્યું છે:
“પ્રત્યક્ષ સગુરુયોગથી સ્વછંદતે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.”(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ક.૧૬)
જેવી રીતે મેલથી અરીસાની પ્રતિબિંબક શક્તિ ઢંકાઈ જાય છે, તેમ મોહથી કાળાશથી આત્માની જ્ઞાનશક્તિ કુંઠિત બને છે ત્યારે સદ્ગુરુપુદ્ગલની રચનાને બાજીગરની બાજી સમજાવી જડ પ્રત્યેનો રાગ છોડાવે છે.
મહોપાધ્યાય યશોવિજયજીએ ગુરુતત્વવિનિશ્ચય'માં ગુરુનો મહિમા ગાયો છે. અમારા જેવા મૂર્ખાઓ લોકસમુદાયમાં પૂજાયા છે, તેનું મુખ્ય કારણ ગુરુકૃપા છે.”
એક સ્થળે કહ્યું છેઃ
“પ્રભુસેવા સોલહ વરસ ગુરુસેવા પલ ચાર;
તો ભી નહિ બરાબરી વેદન કીઓ વિચાર” શ્રી નાનચંદ્રજી સ્વામી પડકાર ફેંકી ભવ્ય જીવોને શિખામણ આપતાં કહે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org