________________
૧૬૦
એક (થોડાં) વચન ઉપકારનું કારણ બન્યું છે.
.૨૧૯ જો વીર જિનેશ્વરના વચનો મારા કર્ણપટ પર પડ્યાં ન હોત તો આજે રોહિણેયકુમારનું મૃત્યુ અવશ્ય થાત. મેં ભગવાનના વચનો અનિચ્છાએ સાંભળ્યા હતાં, છતાં તે વચનો મારા પ્રાણોની રક્ષા કરી જીવનરૂપ બન્યા.
• ...૨૨૦ જેમ અનિચ્છાએ પીધેલું કડવું ઔષધસ્વાથ્યવર્ધક બની પોતાના આત્માને ખૂબ સુખ આપે છે, તેમ વીરવચનરૂપી ઉત્તમ ઔષધે મારાં ભવોભવનાં દુઃખો સમાપ્ત કર્યા છે.
૨૨૧ પરંતુ મારા જેવા પાપી, અધમ આત્માને ધિક્કાર છે ! મેં જિનેશ્વરની વાણીનો ત્યાગ કરી ખૂબ ચોરીઓ કરી છે. જેમ પક્ષીઓમાં કાગડો અધમ ગણાય છે, તેમ મેં અધમે કડવી લીંબોડી ખાઈ, મધુર આમ્રફળનો ત્યાગ કર્યો છે.
...૨૨૨ જો જિનેશ્વરનાં એક વચનથી હું આજે ઉગરી ગયો તો બહુલ વચનોનું ફળ કેટલું અમાપ, હશે ?' એવું વિચારી રોહિણેયકુમાર ઉતાવળો જિનેશ્વર ભગવાન મહાવીરસ્વામી પાસે દોડ્યો. તેણે ત્યાં જઈ બે હાથ જોડી પ્રભુના ચરણે નમસ્કાર કર્યા.
...૨૨૩ હે પરમાત્મા ! હું અધમ છું. મારા પિતાએ મને ઠગ્યો છે. મેં મારા પોતાના જીવનમાં કદી સુકૃત્યોનો સંચય કર્યો જ નથી. મેં તમારાં વચનો મારાં કર્ણપટ પર ઝીલ્યાં જ નથી. ધન્ય છે તેવા જીવાત્માઓને! જેઓ શુભધ્યાનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરે છે.
* ...૨૨૪ હે પ્રભુ ! મેં અનિચ્છાએ - ભાવ વિના તમારી દેશના સાંભળી, છતાં તેનાથી હું આજે, જીવનદાન પામ્યો છું. મારા સર્વ કલેશ (દુઃખ-પાપ) દૂર થયાં છે. હે અરિહંત પરમાત્મા ! જેમ તમે મને મૃત્યુ પછી બચાવ્યો તેમ હવે મને આ સંસાર સાગરમાંથી ડૂબતો બચાવો. * ૨૨૫
- વિવેચન પ્રસ્તુત ઢાળમાં કવિ રાસનાયકનું જિનવાણી દ્વારા હદયપરિવર્તન દર્શાવે છે. અહીં રાજગૃહી નગરીનાં રાજપુરુષોની કુશળ રાજનીતિના દર્શન થાય છે, તો બીજી તરફ નિરપરાધી સજાને પાત્ર ન બને તેની સંપૂર્ણ કાળજી રાખતાં મહામંત્રીની પ્રવીણતા દેખાય છે.
મગધ નરેશ શ્રેણિકે પોતાનો નિર્ણય જાહેર કર્યો કે, “તું ગમે તે હોય અમે સમ્માન સાથે તને મુક્ત કરીએ છીએ.” સેવકોએ બંદીવાનના બંધન ખોલી નાખ્યાં. રાસનાયક ઝડપથી ઘરભણી દોડયો.
મહામંત્રી અભયકુમારે રોહિણેયકુમારનો હાથ પકડી લેતાં કહ્યું, “રોહિણેય! હું સારી રીતે જાણું છું, કે તું રોહિણેય ચોર જ છે પરંતુ ધૈર્ય, બુદ્ધિમતા અને સાહસથી તેં સિદ્ધ કર્યું છે કે તું દુર્ણચંડ કિસાન (શ્રાવક) છે. રોહિણેયા!મગધનું ન્યાય સિંહાસન તને દંડિત કરવા માટે વિવશ છે તેથી તને પ્રેમ અને સૌહાર્દ સાથે વિદાય આપીએ છીએ. તેં મહામંત્રી અભયકુમારની યોજના પર આજે પાણી ફેરવી નાખ્યું છે.”
તે સમયની સમાજ વ્યવસ્થા અનુસાર ક્ષત્રિયોની સર્વોચ્ચ ફરજ પ્રજા અને ધર્મની રક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org