________________
૧૫૯
...૨૨૪
પણિ મુઝનઇ ધકાર જ હોરી, વીર વચન તજી કીધી ચોરી; પંખીમાંહિ અધમ (જ)યમ કાગો, ભખઇ લીબોલી અંબનો ત્યાગો એક વનિ મુઝ થયો ઉધારો, બહુ વચના ફલ ગુણ લહઇ પારો; અસ્ય વીચારી જિન કની જાઇ, બઇ કર જોડી પ્રણમઇ પાઇ હું પાપી પીતાઇ વંચ્યો, સુકત સાર પોતિ નવિ સંચ્યો; તાહારૂં વચન ન સુણીઇં કાનઈં, તો ધ્યન જે સુણતા શુભ ધ્યાનઇ ભાવ વ્યના સુણ્યો તુઝ ઉપદેશો, રહયો જીવતો, ટલ્યો જ કલેસો; મરણ થકી રહ્યો અરીહંતો, ત્યમ ધરી રાખો સંસારિ બુડતો.
...૨૨૫ અર્થ: મહામંત્રી અભયકુમારે પ્રેમથી રોહિણેયકુમારને જતાં જતાં કહ્યું, “હે રોહિણેય !તું અત્યંત ગૂઢમાયા (મહામાયા) નો ત્યાગ કર નિશ્ચયથી તું અન્ય કોઈ નથી પરંતુરોહિણેય ચોર જ છે' ..૨૧૩
ચતુર રોહિણેયકુમારે તરત જ વળતાં પ્રશ્ન કર્યો, “મહામંત્રી ! જો એમ જ છે તો તમારાથી થાય કેમ ન થયો?'. આ પ્રમાણે કહી રોહિણેયકુમાર (રોહણ શેઠ) ઝડપથી ત્યાંથી ઉઠી ચાલવા લાગ્યો ત્યારે મહામંત્રી અભયકુમારે બે હાથ ફેલાવી શેઠને રોકતાં પૂછ્યું.
...૨૧૪ “જો તું સાચો શ્રાવક હતો તો જિનાલયમાં મને મળ્યો ત્યારે નમસ્કાર કેમ ન કર્યા?” રોહિણેયકુમાર (ઠાવકાઈપૂર્વક ઉત્તર આપતાં) કહ્યું, “મંત્રીશ્વર ! હું જિનનો સાચો ભક્ત છું. હું . જિનેશ્વરના ચરણો સિવાય અન્ય કોઈ જગ્યાએ મારું મસ્તક નમાવતો જ નથી તો ભલા! તમને હું શીશ. નમાવી વંદન કેમ કરું?”
" (મહામંત્રી અભયકુમાર રોહિણેયનો સચોટ ઉત્તર સાંભળી ક્ષણવાર માટે અવાસ્તબ્ધ બની ગયા. તેમણે રોહિણેયકુમારની બુદ્ધિ ચાતુર્યની મનોમન પ્રશંસા કરી. તેમણે વિચાર્યું, ‘ભલે મેં મારી બુદ્ધિ પ્રપંચથી ભલભલાને ભૂ ચાટતા કર્યા હોય પરંતુ હું રોહિણેયને ન પકડી શક્યો.'' તેમણે રોહિણેયકુમારને કહ્યું, “ધન્ય છે રોહિણેય ! તું મારી માયાજાળમાં કોઈ રીતે ન સપડાયો.” તું આજે "જિનવચન હૃદયે ધારણ કરવાથી જ મારા રચેલાષચંદ્રમાંથી આબાદ ઉગરી ગયો છે. .૨૧૬
- તું ખરેખર રોહિણેય જ છે ! તારા માયાવી ચારિત્રને કોણ પામી (ઓળખી)શકે? તું જ્યાં સુધી ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી હું તને કેમ બંદી બનાવી શકું? (તેને લાલચ આપતાં મંત્રીશ્વરે કહ્યું, ) જો તું તારી ભૂલો-અપરાધનો (ચોરીનો) એકરાર કરે તો તને અપાર સંપત્તિ આપી માલામાલ કરીશ.”
...૨૧૦ (રોહિણેયકુમાર ટસના મસ ન થયો.)મહામંત્રી અભયકુમારનું કંઈ જ ન ચાલ્યું ત્યારે રોહિણેયકુમારે સ્વગત વિચાર્યું કે, “કોઈ વાર વંચના કરવામાં ચતુર એવા પુરુષો વડે ડાહ્યા પુરુષો ઠગાય છે.”
...૨૧૮ - રોહિણેયકુમારની પરિણામ ધારામાં પરિવર્તન આવ્યું. તેણે વિચાર્યું, “મારા પિતાની શરત (હોડ) ને ધિક્કાર છે ! જેના અભંગ પાલનથી ભગવાન મહાવીર સ્વામીના વચનામૃતમાંથી (આજ * દિવસ સુધી) વંચિત રહ્યો. આજે વીર પ્રભુના ઉત્તમ વચનોથી છૂટી શક્યો છું, નહીં તો ન છૂટત. પ્રભુનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org