________________
૧૫૦
નાશ કરી આત્માની અતુલ શક્તિ ઉત્પન્ન કરે છે. ધર્મ સ્વર્ગ અને શ્રેષ્ઠ દશાને પ્રાપ્ત કરાવનાર જ્યોતિ છે. આ લોકનું એકપણ ઊંચું સુખ એવું નથી જે ધર્મપ્રાપ્ત ન કરાવી શકે.
શ્રી દશવૈકાલિક સૂત્રમાં ધર્મનું ઉત્કૃષ્ટ ફળ દર્શાવતાં પૂવાચાર્ય કહે છે: दीपाहन्ति तमस्तोमरसो रोग महाभरम्।
सुधाबिन्दुर्विषावेगं, धर्मः पापभरंस्तथा।। અર્થ: દીપક અંધકારના સમૂહનો નાશ કરે છે. રસાયણ (ઔષધ) રોગના સમૂહનો નાશ કરે છે. સુધાબિંદુ વિષના વેગનો નાશ કરે છે, તેમ ધર્મપાપના સમૂહનો નાશ કરે છે.
ધર્મ એ મનુષ્યને મુક્તિનું સુખ અપાવનાર મનુષ્યનો ‘સખા’ મિત્ર છે. ઘર્મોરક્ષતિરક્ષિતઃાજે ધર્મને સાચવે છે, તે સર્વની ધર્મ રક્ષા કરે છે.
અર્જુનમાળી જેવા પ્રતિદિન સાત-સાત વ્યક્તિઓના ખૂન કરનાર પણ ધર્મનું શરણું સ્વીકારી મોક્ષપદ પામ્યા. આ અવસર્પિણી કાળના બારચક્રવર્તીમાંથી દશ ચક્રવર્તી ધર્મનું શરણું ગ્રહણ કરી મુક્તિપદ પામ્યા.
' ધર્મરૂપી દ્વીપનો સહારો મેળવી પ્રાણી સદ્ગતિ પામે અને અનુક્રમે ચોર્યાશી લાખ યોનિ. ઓળંગી જાય છે. શક્તસ્તવ-નમોઘુર્ણ સૂત્રમાં અરિહંત પરમાત્મા માટેઢીવોત્તા, સરળ-ગડ્ર-પઠ્ઠાઈ વિશેષણનો પ્રયોગ થયો છે. આ વિશેષણો અરિહંતપ્રરૂપિત ધર્મ માટે પ્રયોજાયેલાં છે, તે સાર્થક છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ માં અધ્યયનમાં અનાથી મુનિના અમૃત સમાગમથી મહારાજા શ્રેણિકને સમજાયું કે ધર્મનું શરણું સ્વીકારનાર પ્રાણી “સનાથ' બને છે. અનંત સંસારમાં પરિભ્રમણ કરનાર અજ્ઞાની પ્રાણીઓ અધર્મના કારણે અનાથ બને છે.
- ધર્મસંગ્રહ ગ્રંથ અનુસાર વ્યવહારનયથી ધર્મની શરૂઆત માર્ગાનુસારી (અપુનર્બલક) પણાથી થાય છે. નિશ્ચયથી ધર્મની શરૂઆત સમ્યગદર્શનની પ્રાપ્તિથી થાય છે જ્યારે શુદ્ધ નિશ્ચયનયથી જીવને ચૌદમા ગુણસ્થાનકે મન, વચન, કાયાના યોગોનું રૂંધન થતાં શુદ્ધ આત્મસ્વરૂપનાપ્રગટીકરણથી ધર્મની પ્રાપ્તિ થાય છે. (શ્રી અભિધાન ચિંતામણિ નામમાલા ગ્રંથ)
સમ્યગદર્શન અને સર્વવિરતિ ધર્મ મોક્ષપ્રાપકતત્ત્વો છે. જેમ સફેદ સંગના તાણા-વાણાંથી ભરેલા પટમાં લાલ-પીળા રંગના તાણા-વાણાં આવી જાય તો પટની સુંદરતા નષ્ટ થાય છે, તેમ ધર્મરૂપી શ્વેત વસ્ત્રમાં પ્રમાદ અને અવિરતિરૂપ લાલ-પીળા તાણાવાણાં આવી જાય તો ધર્મરૂપી પટની સુંદરતા નષ્ટ પામે છે.
સુશ્રાવક પણ મોક્ષ તરફ ગમન કરે છે, માટે જ સુસાધુથી પાછળ છે. શ્રાવક ચારિત્રધર્મનો. અત્યંત લાલચુ હોય. તેના અંતરમાં સદા જિનેશ્વરનું રટણ હોય છે?
“સસ્નેહી પ્યારારે સંયમ કબહી મીલે.” “શીતળ નહિછાયારે, આ સંસારની; રૂડી એકમાયા રે, જિન અણગારની”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org