________________
૧૫૬
શ્રી ઉત્તરાધ્યન સૂત્ર'ના ૨૩મા અધ્યયનમાં ગૌતમસ્વામીએ કેશીશ્રમણને ધર્મનું મહાભ્ય બતાવતાં કહ્યું :
जरामरणवेगेण, वुज्झमाणाण पाणिणं ।
ઘન્મોતીવોપાય,ગસરામુત્તમે IT(ગા.૬૮, પૃ.૫૫) અર્થ જરા અને મરણના વેગમાં તણાતા પ્રાણીઓ માટે ધર્મ દ્વીપ છે, પ્રતિષ્ઠાન-આધારરૂપ છે, ગતિ છે તથા ઉત્તમ શરણરૂપ છે.
ધર્મના પ્રભાવથી દેવલોકનાં સુખો મળે છે, એવું ઉપદેશમાલા'ના રચયિતા કહે છેઃ ___ दिव्वालंकार विभूसणाइंरयणुज्जलाणिय धराइं।
વં મોગસમુદો સુરત્નોગસમોવડો રૂ6યં ર૭૭Tી. અર્થ: દેવલોકની અંદર ઉત્કૃષ્ટ કોટિના રત્નાદિયુક્ત અલંકારોથી યુક્ત આભૂષણો હોય છે. વળી, રત્નજડિત દિવાલોના આવાસો હોય છે. (અરે, પગની મોજડી પણ રત્નની હોય છે.) શરીરનું ઉત્કૃષ્ટ સૌંદર્ય હોય છે. કામભોગનું પ્રખર સુખ હોય છે. આ બધું મનુષ્યલોકમાં કલ્પી પણ શકાય નહિ પરંતુ જો ઉત્તમ કોટિનો ધર્મ કરવામાં આવે તો મનુષ્યલોકમાં પણ દેવલોક જેવાં ભોગસુખો જરૂર મળે છે.
ધર્મનો માહાત્મય દર્શાવતાં ધર્મકલ્પદ્રુમ (પૃ.૯)માં પંન્યાસ વજસેનવિજયજી કહે છે.
ધર્મથી કલંક રહિત ઉત્તમ કુળમાં જન્મ થાય છે. ધર્મથી શ્રેષ્ઠ જાતિ મળે છે. ધર્મથી દીર્ઘ આયુષ્ય મળે છે. ધર્મથી નિરોગીપણું, નિરૂપમ ભોગ, કિર્તી અને સદબુદ્ધિ મળે છે. વળી, ધર્મથી જ પ્રાણીઓને સ્વર્ગ અને અપવર્ગના સુખો મળે છે.”
શ્રી રત્નચંદ્રજી મ.સા. કર્તવ્ય કૌમુદી' ગ્રંથમાં ધર્મનું માહાભ્ય અને ધર્મનું ફળ દર્શાવે છે:
धर्मः कल्पतर्मणिर्विषहरो रत्नंच चिंतामणिः । धर्मः कामदुधा सदा सुखकरी संजीवनी चौषधिः।। धर्मः कामघटश्च कल्पलतिका विद्याकलानां खनिः। प्रेम्णैनं परमेण पालय ह्रदो नो चेद वृथा जीवनम् ।।६।। धर्मः कृन्तति दुःखमुन्नतसुखं दत्ते समाध्युद्भवं।। दुष्कर्माणिरुणाद्धि शक्तिमतुलां प्रादुष्कारोत्यात्मनः।। ज्ञानज्योतिरपूर्वमर्पयति सस्वार्गापवर्गप्रद
स्तन्नास्तीह महत्समुन्नतिपदं यन्नैवदद्यादयम्।।७।। અર્થ : ધર્મ એ વૃક્ષોમાં કલ્પતરુ સમાન છે, રત્નોમાં વિષને હરનાર મણિ તથા રત્નચિંતામણિ સમાન છે, ઔષધિઓમાં સંજીવની જડી બુટ્ટી સમાન સુખકારક છે. લતાઓમાં કલ્પલતા સમાન છે. પાત્રોમાં કામકુંભ સમાન છે. વિદ્યા કળાની ખાણ સમાન છે તેથી તેનું પાલન પ્રેમપૂર્વક કરવું અન્યથા જીવતરવ્યર્થ છે.
ધર્મ દુઃખને ઉચ્ચ સુખમાં પરિવર્તન કરે છે, શાન્તિ અને સમાધિ ઉત્પન્ન કરે છે, દુષ્કર્મોનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org