________________
૧૫o
- મિથ્યાદષ્ટિઃ જિનપ્રણિત તત્ત્વની વિપરીત સમજણયુક્ત દષ્ટિએ મિથ્યાદષ્ટિ છે.
સમ્યગદષ્ટિઃ જિનપ્રણિત તત્ત્વ વિષયક સમજણ યુક્તદષ્ટિતે સમ્યગદષ્ટિ છે. મિશ્રદષ્ટિ એકાંતતઃ સમ્યગરૂપ પ્રતિપત્તિથી સમજણરહિત (ડોલાયમાન) સ્થિતિ તે મિશ્રદષ્ટિ છે.
અનાદિકાળથી પ્રત્યેક સંસારી જીવ મિથ્યાદષ્ટિ જ હોય છે. કાળલબ્ધિ પૂર્ણ થતાં ક્યારેક આત્મ પુરષાર્થથી મિથ્યાત્વ મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે જીવને સમ્યગદષ્ટિ પ્રગટ થાય છે. ક્યારેક મિત્ર મોહનીય કર્મના ઉદયે જીવને મિશ્રદષ્ટિ પણ થાય છે. જીવોને પરસ્પર વિરોધી આ ત્રણ દષ્ટિમાંથી કોઈ એકદષ્ટિ અવશ્ય હોય છે.
ભુવનપતિથી નવરૈવેયક સુધી ત્રણે દષ્ટિ હોય. પાંચ અનુત્તર વિમાનવાસી દેવોમાં એક સમ્યગદષ્ટિજ હોય.
નીચે રહેલા દેવો કરતાં ઊંચે રહેલા દેવોમાં ક્રમે ક્રમે તેજ, વેશ્યા, આયુષ્ય, ઈન્દ્રિયજ્ઞાન, અવધિજ્ઞાન, સુખ, પ્રભાવ, શક્તિ, ઉન્નત, વધુને વધુ પ્રબળ હોય છે પરંતુ કાયાનું માપ ઘટતું જાય છે. તેઓ દેવગતિમાંથી ચ્યવન કરી તિર્યંચ અથવા મનુષ્ય ગતિમાં જાય છે.
- દેવગતિમાં પણ પુણ્યના ભોગવટારૂપ વિપુલ ભૌતિક સુખ સમગ્રી હોવા છતાં વાસ્તવિક સાચું સુખ નથી. સ્વર્ગલોકમાં સ્વામી-સેવક ભાવ, ઉપલા ઉપલા દેવોની રિદ્ધિ જોઈને ઈર્ષા, દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ, મોટા ભાગના દેવોનું તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થવું, પોતાની દેવીઓનું અપહરણ અથવા ત્રીજાથી આઠમા દેવલોકના દેવોની આજ્ઞાથી દેવીઓનું આવાગમન, પરિગ્રહની અત્યંત મૂચ્છી આદિ અનેક દુઃખો હોવાથી જ્ઞાનીઓએ સ્વર્ગ સહિત ચાર ગતિઓને દુઃખમય જ કહી છે. સંજ્ઞાઓ, વિષયો, કષાયોથી યુક્ત આ ચારે ગતિમાં ક્યાંય સુખનો છાંટો નથી.
તેથી જ શ્રીમદ્જી કહે છેઃ
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહોરાચી રહો.”
ચારે ગતિમાં આપણે અનંત અનંત વાર જઈ આવ્યા છીએ. જ્યાં સુધી આશ્રવનાં દ્વારો ખુલ્લાં છે ત્યાં સુધી આત્મા કર્મોથી લપાતો જ રહેશે. હે આત્મના શું તું રખડપટ્ટીથી કંટાળ્યો નથી ?'
કવિ બાષભદાસ ઢાળ : (૦માં દેવભવનાં સુખોનું વર્ણન કરે છે. ઢાળ : ૮માં દેવગતિ સંબંધી વેદ, અવગાહના, જ્ઞાન-અજ્ઞાન, આયુષ્ય, સ્થિતિ, કષાય, સંસ્થાન, શરીર, દષ્ટિ, દર્શન, શય્યા, યોનિ, ઉપયોગ, પર્યાપ્તિ, પ્રાણ, આહાર, જાતિ, આદિ વિશે વિશદરસિક માહિતી આપે છે.
તે ઉપરાંત દેવોના પ્રકાર તેમના ભેદ-પ્રભેદ, દેવોની સંખ્યા, વૈમાનિક દેવોના જુદા જુદા પ્રકારો વિશે ઝીણવટભરી વિગતો આલેખે છે, જે રસપ્રદ છે.
ઢાળઃ ૯માં કવિએ દેવોના લક્ષણો કહ્યાં છે. દેવગતિમાં શું ન હોય? તેની નિષેધાત્મક મનોહર વાતો કવિ આલેખે છે. દેવલોકના દેવોની નિષેધાત્મક માહિતીઃ
(૧) દેવો જમીન પર ચાલતા નથી. (૨) તેમની આંખોનાં પોપચાં ઉઘાડબંધ થતાં નથી. (અનિમેષ દષ્ટિ) (૩) તેમના ગળામાં રહેલી ફૂલની માળા કરમાતી નથી. (૪) દેવગતિમાં સૂર્ય-ચંદ્રના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org