________________
૧૫૧
અભાવમાં રાત્રિ-દિવસ જેવી વ્યવસ્થા નથી. (૫) દેવલોકમાં અશ્વાદિ તિર્યો નથી. (સેવક દેવો. મહર્તિક દેવોની સેવા કરવા તેવા રૂપ બનાવે છે.) (૬) દેવોનાં વિમાનો રત્નોનાં બનેલાં છે. આ રત્નો. ચળકાટવાળાં અને તેજસ્વી હોવાથી ત્યાં અંધકાર નથી. (૮) દેવોનાં લોચન મીંચાતાં નથી તેથી તેમને નિદ્રા ન આવે. (૮) ત્યાં પર્વતો, નદીઓ, બાદર અગ્નિ કે અનાજ નથી. (૯) દેવો ઈચ્છે છતાં વ્રત, તપત્યાગ કે પ્રત્યાખ્યાન આદિ ધાર્મિક અનુષ્ઠાનો ન કરી શકે. (૧૦) દેવભવમાંથી મુક્તિ લક્ષ્મી પ્રદાન થતી નથી, એવી નિયતિ છે. (૧૧) નોપક્રમી અનાવર્તનીત આયુષ્યના બળે તેઓ અધૂરે આયુષ્ય મૃત્યુ પામતાં નથી. (૧૨) દેવગતિમાં પંડિતમરણ નથી, (તેમનું મૃત્યુ બાલમૃત્યુ કહેવાય છે.) (૧૩) દેવગતિમાં અનશન (સંથારો) નથી.
ઢાળ ૧૦માં દેવગતિમાંથી આવેલો જીવ કેવો હોય ? તેનું કવિએ સુંદર વર્ણન કર્યું છે. દેવગતિમાંથી આવેલા જીવના લક્ષણોઃ
. (૧) તેનો દેહ સુગંધી હોય. (૨) તેનું રૂપ અનુપમ હોય. (૩) તે મધુર ભાષી હોય. (૪) તે દયાવાન અને દાનવીર હોય. (૫) દેવપૂજન અને દિવ્ય ગીત શ્રવણનો ઉત્સુક હોય. (૬) તે મનુષ્યનું શુભ ધ્યાન હોય. (૯) તેની વાણી મીઠી-મધુરી હોય. (૮) તે પાપભીરુ હોય. (૯) તે વિષયભોગમાં આસકત હોય. (૧૦) તે અલ્પઆહાર કરવાવાળો હોય. (૧૨) અન્ય ક્રોધી હોય. (૧૩) સદ્ગુરુને જોઈ નિત્ય સેવા-વૈયાવચ્ચ કરનારો હોય. (૧૪) નિત્ય શાસ્ત્ર શ્રવણ કરનારો હોય. (૧૫) મીઠાં, મધુર, પ્રિય અને ઉચિત વચનો બોલનારો હોય. (૧૬) સત્ય વચન બોલનારો હોય. (૧૦) બીજાનું કલ્યાણ ઈચ્છનારો હોય. ' ઉપરોક્ત એંધાણ પરથી જાણી શકાય કે તે જીવ સુરગતિમાંથી આવ્યો છે. તેમજ પુનઃ સુરગતિ પ્રાપ્ત કરશે.
દુહા ઃ ૧૨માં નરક, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી આવેલા જીવોનાં લક્ષણો દર્શાવી કવિ જીજ્ઞાસુ પાકો અને શ્રોતાઓને રસબદ્ધમાહિતી આપે છે. નિરકગતિમાંથી આવેલાં જીવનાં લક્ષણો :
- (૧) અત્યંત પાપી (૨) ખરાબ વચનો બોલનારો (૩) મહાકાળ જેવો ભયંકર (૪) કુરપ હોય. આવા જીવો પુનઃ પાપ કર્મ કરી નરકગતિમાં જાય. તિર્યંચગતિમાંથી આવેલા જીવનાં લક્ષણોઃ
(૧) અત્યંત ક્ષુધાતુર (ખાઉધરો) (૨) અવિવેકી (૩) માયા કપટી (૪) અવિનયી. તેવા જીવો પુનઃ તિર્યંચગતિના ફૂપમાં પડે છે. મનુષ્યગતિમાંથી આવેલા જીવના લક્ષણોઃ
(૧) અભિમાની (૨) વિનયી (૩) વિવેકી (૪) નિર્મળ બુદ્ધિ (૫) નિર્મળ જ્ઞાન વાળો હોય. દેવાયુબાંધવાના ૧૦ કારણોઃ
આચારરત્નાકર' ગ્રંથમાં દેવાયુબાંધવાના ૧૦ કારણો બતાવ્યાં છે. (૧) અલ્પકષાયી (૨) નિર્મળ સમ્યક્ત્વનું પાલન (૩) શ્રાવકના બાર વ્રતનું શુદ્ધપણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org