________________
૧૪૯
જેમ પક્ષી જાતિમાં જન્મ લેવાથી આકાશમાં ઉડવાની શક્તિ પ્રાપ્ત થાય છે પરંતુ મનુષ્ય જાતિમાં તેવી શક્તિ મળતી નથી તેમ દેવો-નારકોને ભવપ્રત્યય (જન્મથી) અવધિજ્ઞાન હોય છે. - અવધિજ્ઞાનનું સામર્થ્ય ઉપર ઉપરના દેવોમાં વધુ હોય છે. જેમકે પહેલા દેવલોકના દેવોને. નીચેના ભાગમાં રત્નપ્રભા નરક સુધી અને ઊંચા ભાગમાં પોત પોતાના વિમાન સુધી અવધિજ્ઞાનથી જાણવાનું સામર્થ્ય હોય છે. એ રીતે ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અનુત્તર વિમાનવાસી દેવો સંપૂર્ણ બસનાડીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. વળી, નીચેના દેવોની અપેક્ષાએ ઉપરના દેવોમાં વિશુદ્ધ, વિશુદ્ધતરજ્ઞાન હોય છે. અજ્ઞાન :
જે આત્માને પોતાનું જ્ઞાન અને પરનું ભેદજ્ઞાન ન હોય તેને અજ્ઞાન' કહેવાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનાત્મક પર્યાયો મિથ્યાદષ્ટિને અજ્ઞાનરૂપે હોય જ્યારે સમ્યગદષ્ટિને જ્ઞાનરૂપે હોય છે. સંસારાભિમુખ જીવને અજ્ઞાન હોય છે. મોક્ષાભિમુખ જીવને આત્મવિવેક હોવાથી જ્ઞાન હોય. જેમ કોઈ ઉન્મત્ત માનવી સોનાને સોનું અને લોઢાને લોઢું સમજી યથાર્થ જ્ઞાન મેળવી લે છે પરંતુ ઉન્માદના કારણે સત્યાસત્યનો નિર્ણય કરવામાં અસમર્થ હોય છે. આથી તેનું સત્યાસત્ય જ્ઞાન વિચારશૂન્ય હોવાથી અજ્ઞાન કહેવાય છે. - ભુવનપતિથી નવરૈવેયક સુધીના દેવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પાંચ અનુત્તર વિમાનવાસી દેવોમાં ત્રણ જ્ઞાન જ હોય છે. ઉપયોગ:
"ઉપયોગો નક્ષણમ્ - ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ બે પ્રકારના છે. ૧) સાકાર ઉપયોગ, ૨) નિરાકાર ઉપયોગ " જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ છે. જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યપણે જાણે તે નિરાકાર ઉપયોગ છે. સાકાર ઉપયોગને જ્ઞાન કહેવાય. નિરાકાર ઉપયોગને દર્શન કહેવાય. સાકાર ઉપયોગના આઠ ભેદ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. નિરાકાર ઉપયોગના ચારભેદ છે. ૧) ચક્ષુદર્શન, ૨) અચક્ષુદર્શન, ૩) અવધિદર્શન, ૪) કેવળ દર્શન.
ચક્ષુ દ્વારા થતો પદાર્થનો સામાન્ય બોધ તે ચક્ષુદર્શન. ચક્ષુ સિવાય અન્ય ઈન્દ્રિય દ્વારા થતો પદાર્થનો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન. અવધિ લબ્ધિથી રૂપી પદાર્થનો થતો સામાન્ય બોધ તે અવધિદર્શન છે. કેવળ લબ્ધિથી થતો સમસ્ત પદાર્થોનો સામાન્ય બોધ તે કેવળદર્શન છે.
ઉપયોગ ૧૨ છે. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન. દેવતામાં ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ), શ્રણ અજ્ઞાન (મતિ, ચુત, વિભંગ) અને ત્રણ દર્શન (ચક્ષુ, અચક્ષુ, અવધિ) મળી કુલ નવ ઉપયોગ છે. દિષ્ટિઃ
દષ્ટિ એટલે જોવું. ચક્ષુ દ્વારા ઉત્પન્ન દર્શનને ‘દષ્ટિ' કહે છે. તત્ત્વ શ્રદ્ધાને પણ દષ્ટિ કહે છે. પ્રસ્તુત રાસમાં તત્ત્વ શ્રદ્ધાને આધારે દષ્ટિનું કથન છે. દષ્ટિના ત્રણ પ્રકાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org