________________
૧૪૪
(૪) કરણ પર્યાપ્ત જે જીવે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી હોય તે કરણ પર્યાપ્ત કહેવાય છે. તેનો કાળ પોતાના આયુષ્યનાપ્રમાણથી જૂન અંતર્મુહૂર્ત છે.
દેવોને લબ્ધિ પર્યાપ્તા નામ કર્મનો ઉદય હોવાથી તેઓ બધીજ પર્યાપ્તિઓ અવશ્ય પૂર્ણ કરે છે.
પ્રાણ :
પર્યાપ્તિઓ પૂર્ણ થવાથી દ્રવ્યપ્રાણ ઉત્પન્ન થાય છે. નીતિશવિદ્યાનું પ્રાન ઘારયતીતિનીવઃ જે દશવિધ પ્રાણોને ધારણ કરે છે તે જીવ છે. જેના વડે જીવ જીવે છે તે પ્રાણ કહેવાય છે. જેનાં યોગે આત્માનો શરીર સાથે સંબંધ ટકી રહે છે તે પ્રાણ છે. પ્રાણ દશ છે. આ પ્રાણ જીવને જ હોય છે તેથી તેને “જીવન” પણ કહે છે. દશપ્રાણ :
પાંચ ઈન્દ્રિયના પાંચ પ્રાણ, મન બળ (વિચાર કરવાની શક્તિ), વચન બળ (ઉચ્ચાર કરવાની શક્તિ), કાય બળ (ચાલવું વગેરે), આયુષ્ય અને શ્વાસોચ્છવાસ.
ઈન્દ્ર એટલે આત્મા અને તેનું ચિહ્ન તે ઈન્દ્રિય. સંસારી જીવોને ઓછી વધતી ઈન્દ્રિય હોય જ છે. ઈન્દ્રિયાદિ દ્વાર શબ્દાદિ વિષયોનો અનુભવ આત્મા કરે છે. શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયના પાંચ પ્રાણ છે. ઈન્દ્રિયઃ
જીવ લોકના ઐશ્વર્યથી સંપન્ન છે તેથી તેને “ઈન્દ્ર' કહે છે. તે ઈન્દ્રના ચિહ્નને ઈન્દ્રિય’ કહે છે. ઈન્દ્રિયોને રહેવાનું સ્થાન શરીર છે. ઈન્દ્રિય પાંચ છે. જ સ્પર્શેન્દ્રિય ઃ જેનામાં સ્પર્શને જાણવાની શક્તિ છે. તે ઈન્દ્રિય (ત્વચા). સ્પર્શ એ શરીરનો વિષય હોવાથી તે શરીરના આકારે છે. સ્પર્શેન્દ્રિયના ૮ વિષયને આઠ પ્રકારના સ્પર્શ છે. ખરબચડો, સુંવાળો, હલકો, ભારે, ઉષ્ણ, શીત, સ્નિગ્ધ, રૂક્ષ. જ રસેન્દ્રિય ઃ જેમાં રસને જાણવાની શક્તિ છે, તે ઈન્દ્રિય (જીવા). રસેન્દ્રિય ખરપત્ર (અઝા)ના આકારે છે. રસેન્દ્રિયના ૫ વિષયપપ્રકારના રસ છે. તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો. * દાણેન્દ્રિયઃ જેનામાં ગંધને પારખવાની શક્તિ છે તે ઈન્દ્રિય (નાક). તે અતિમુક્ત પુષ્પ કે મૃદંગ આકારે છે. ધ્રાણેન્દ્રિયના ૨ વિષય તે પ્રકારની ગંધ છે. સુરભીગંધ, દુરભિગંધ. * ચક્ષુરિન્દ્રિયઃ જેનામાં રૂપને જાણવાની શક્તિ છે તે ઈન્દ્રિય (આંખ). તે મસુરની દાળ અથવા ચંદ્રાકારે છે. ચક્ષુરિજિયના ૫ વિષય તે ૫પ્રકારના વર્ણ છે. કાળો, નીલો, રાતો, પીળો, ધોળો. * શ્રોતેન્દ્રિય ઃ જેનામાં શબ્દને જાણવાની શક્તિ છે તે ઈન્દ્રિય (કાન). તે કદમ પુષ્પાકારે છે. શ્રોતેજિયના ૩ વિષય તે પ્રકારના શબ્દ છે. જીવશબ્દ, અજીવશબ્દ, મિશ્રશ
દેવો પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોનો ભોગ કરે છે. અનુકૂળ વિષયોમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરી કર્મનું આગમન કરે છે.
કર્મના આવરણથી જીવને જ્ઞાન થતું નથી. જેમ લોઢાના ગોળાને તપાવવાથી તેમાં અગ્નિ સર્વ જગ્યાએ ફેલાઈ જાય છે, તેમ કર્મ પુદ્ગલો આત્માના સર્વ પ્રદેશો પર છવાઈ જાય છે. જ્ઞાન, દર્શન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org