________________
૧૪૩
પરિણમાવી અવલંબીને વિસર્જન કરે, તે શક્તિને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય. (૫) ભાષા પર્યાપ્તિ જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે ભાષા યોગ્ય વર્ગણાને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણમાવી અવલંબીને વિસર્જન કરે, તે શક્તિને ભાષાપર્યાપ્તિ કહે છે. (૬) મનઃ પર્યાપ્તિઃ જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે મન યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી, મન રૂપે પરિણમાવી, અવલંબીને વિસર્જન કરે તે શક્તિને મન પર્યાપ્તિ કહે છે.
એકેન્દ્રિયને પ્રથમની ચાર, વિકસેન્દ્રિયને પ્રથમની પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. દેવ સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી તેમને છ પર્યાપ્તિ હોય છે. તેઓ ભાષા અને મન: પર્યાપ્તિ એક સાથે પૂર્ણ કરે છે. આ બંને પ્રકારની શક્તિ તેમને એક સાથે પ્રાપ્ત થતી હોવાથી આગમોમાં દેવો માટે પાંચ પર્યાપ્તિનું વિધાન છે."
જે જીવોને જેટલી પર્યાપ્તિઓની યોગ્યતા હોય, તે બધી પર્યાપ્તિઓનો પ્રારંભ એક સાથે જ થાય છે. તેની સમાપ્તિ અનુક્રમે છે. પતિનો કાળઃ
સર્વ જીવો આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે પૂર્ણ કરે છે. શરીરાદિ અન્ય પર્યાપ્તિઓ ત્યાર બાદ અંતર્મુહૂર્તે પૂર્ણ કરે છે. આ પર્યાપ્તિઓનું કાર્ય ઉત્તરોત્તર સૂક્ષ્મ છે તેથી અધિક પુદ્ગલના ઉપચયની અપેક્ષા રાખે છે તેથી તે પર્યાપ્તિઓને પૂર્ણ કરતાં અનુક્રમે વધુ સમય લાગે છે. જેમકે સ્ત્રીઓ એકસાથે સૂતર કાંતવા બેસે તો જાડું (સ્થૂલ) સૂતર કાંતનારી સ્ત્રી પ્રથમ કાંતી રહે. તેનાથી સૂક્ષ્મ (ઝીણું) કાંતનારી સ્ત્રી તેના પછી કાંતી રહે. તેથી વધુ ઝીણું કાંતનારી તેના પછી કાંતી રહે. સૌથી વધુ ઝીણું કાંતનારી સ્ત્રી છેલ્લું કાંતી રહે, તેમપર્યાપ્તિઓના વિષયમાં સમજવું.
- પર્યાપ્તિની અપેક્ષાએ જીવના ચાર ભેદ છે. જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તે અપર્યાપ્તા કહેવાય. જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામે તે પર્યાપ્તા. કહેવાય. અપર્યાપ્તા અને પર્યાપ્તા લબ્ધિ અને કરણથી બે-બે ભેદ પડે છે. (૧) લબ્ધિ અપર્યાપ્તા જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તે ‘લબ્ધિ અપર્યાપ્તા' છે. આવો જીવ પ્રથમની ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે પરંતુ નવા ભવનું આયુષ્ય બાંધી) ચોથી પર્યાપ્તિ બાંધતાં જ મૃત્યુ પામે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. (૨) લબ્ધિ પર્યાપ્તા : જે જીવ પોતાના મૃત્યુ પહેલાં સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિઓ અવશ્ય પૂર્ણ કરે તે "લબ્ધિ પર્યાપ્ત' કહેવાય. તેનો કાળ જીવ પૂર્વના ભવથી છૂટે તે જ સમયથી સંપૂર્ણ ભવ સુધી હોય. જેમકે દેવને ૩૩ સાગરોપમ હોય છે. આવો જીવ અંતરાલ ગતિ (વાટે વહેતા)માં પણ લબ્ધિ પર્યાપ્તો જ કહેવાય
(૩) કરણ અપર્યાપ્ત જીવ જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરતો નથી ત્યાં સુધી તે ‘કરણ અપર્યાપ્તો' કહેવાય છે. તાત્પર્ય એ છે કે જીવ નવા જન્મસ્થાને આવી તરત જ સ્વયોગ્ય પર્યાપ્તિઓનો પ્રારંભ કરે છે. તે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કરણ અપર્યાપ્ત ગણાય છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org